mike pompeo

એક તરફ બાઇડેને શપથ લીધા, બીજી તરફ વિદેશ મંત્રી સહિત 28 અધિકારી પર ચીને લગાવ્યો પ્રતિબંધ

જો બાઇડેનના શપથ લેવાના તાત્કાલિક બાદ જ ચીને મોટું પગલું ભર્યું છે. ચીને ડોનાલ્ડ ટ્ર્મ્પના રાષ્ટ્રપતિકાળમાં મહત્વપૂર્ણ પદો પર રહેલા 28 અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.જેમાં સૌથી મહત્વપૂર્ણ નામ માઇક પોમ્પિયોનું છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્ર્મ્પના રાષ્ટ્ર્પતિ કાર્યકાળમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી. ઓ બ્રાયન પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને ચીન-અમેરિકાના સંબંધો ખરાબ કરવા અને ચીનના આંતરિક કેસમાં દરમિયાન કરવાનો આરોપ લગાવતાં તેનાપર પ્રતિબંધોની જાહેરાત કરી છે. 

Jan 21, 2021, 08:22 AM IST

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક BECA સહિત 5 કરાર પર થયા હસ્તાક્ષર

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક Basic Exchange and Cooperation Agreement (BECA) કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. આજે બંને દેશો વચ્ચે 2+2 સંવાદ થયો. જેમાં બંને દેશના રક્ષામંત્રીઓ અને વિદેશમંત્રીઓ મળ્યા. 

Oct 27, 2020, 02:22 PM IST

ભારત-અમેરિકા વચ્ચે આજે 2+2 બેઠક, BECA સમજૂતિ પર હસ્તાક્ષર થતા જ ચીન-PAKના હોશ ઉડશે

ટુ પ્લસ ટુ વાર્તામાં બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ (BECA) કરાર થવા જઈ રહ્યો છે. જેનાથી ચીન અને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે.

Oct 27, 2020, 07:22 AM IST

અમેરિકાના બે દિગ્ગજ નેતાનું આજે ભારતમાં આગમન, ચીનને પાઠ ભણાવવાની તૈયારી!

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ નવી દિલ્હીમાં વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે થનારી આ બેઠક અનેક રીતે મહત્વની છે.

Oct 26, 2020, 07:06 AM IST

અર્મેનિયા-અઝરબૈજાન જંગ: 5 હજારથી વધુના મૃત્યુ, ફરીથી World Warનું જોખમ

અર્મેનિયા (Armenia) અને અઝરબૈજાન (Azerbaijan)ની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો (Mike Pompeo)એ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શક્ય બનાવી શકાય. જો કે, તેની આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે.

Oct 24, 2020, 08:52 AM IST

અમેરિકાનો દાવો, ચીને ભારતની સરહદ પર મોકલ્યા 60,000 સૈનિક

ચીન પોતાની હરકતો છોડી રહ્યું નથી. એકવાર ફરી ડ્રેગને મોટી સંખ્યામાં પોતાના સૈનિકોની ટુકડીને એલએસી પર મોકલી આપી છે. આ વાતની જાણકારી અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો (US Secretary of State Mike Pompeo)એ આપી છે. 

Oct 10, 2020, 05:45 PM IST

અમેરિકાએ ફરી આપ્યો ભારતને મજબૂત સાથ, લદાખ હિંસા મુદ્દે ચીનને લગાવી ફટકાર

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ (Mike Pompeo)એ બુધવારે કહ્યું કે પૂર્વ લદાખમાં હાલમાં જ ભારત વિરુદ્ધ ચીનની સેના દ્વારા શરૂ કરાયેલા ઘર્ષણ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના 'અસ્વીકાર્ય વ્યવહાર'નું તાજુ ઉદાહરણ છે. તેમણે ટિકટોક સહિત 59 ચીની એપને પ્રતિબંધિત કરવાના ભારતના નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે તે ભારતના લોકોની સુરક્ષા સામે જોખમ હતી. પોમ્પિઓએ કહ્યું કે 'એ મહત્વપૂર્ણ છે કે આપણા જેવા લોકતંત્ર મળીને કામ કરે, ખાસ કરીને ત્યારે જ્યારે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સ્પષ્ટ રીતે પડકારો રજુ કરી રહી છે.'

Jul 23, 2020, 07:15 AM IST

ભારતના પગલે હવે અમેરિકામાં પણ TikTok સહિત ચાઈનીઝ એપ્સ પર મૂકાઈ શકે છે પ્રતિબંધ

જે રીતે અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો તેવું જ લાગે છે કે જોવા મળી રહ્યું છે. ચાઈનીઝ એપ્સ (Chinese Apps)  પર પ્રતિબંધ મૂકીને ભારતે ચીનને જોરદાર આંચકો આપ્યો અને હવે અમેરિકા (America) પણ ચીન (China) ને આંચકો આપવાની તૈયારીમાં છે. અમેરિકા પણ ટિક ટોક સહિત ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવા પર ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ સોમવારે મોડી રાતે આ અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમે નિશ્ચિત રીતે ચીની એપ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારી રહ્યાં છીએ. આ બાજુ ઓસ્ટ્રેલિયામાં પણ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવવાની માગણી જોર પકડી રહી છે. ભારતમાં ટિકટોક બેન થવાથી ચીની કંપનીને લગભગ 6 અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે. 

Jul 7, 2020, 11:54 AM IST

અમેરિકાની ચીનને ચેતવણી, દક્ષિણ ચીન સમુદ્રમાં ડ્રેગન સૈન્ય ગિતિવિધિઓ બંધ કરે

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ શનિવારના આસિયાન દેશોના સભ્યના આ નિવેદનનું સ્વાગત કર્યું કે દક્ષિણ ચીન સાગર વિવાદોને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઉકેલ લાવવો જોઇએ અને કહ્યું કે, ચીનને દક્ષિણ ચાઇના સમુદ્રને તેનું દરિયાઇ સામ્રાજ્ય માનવાની મંજૂરી આપી શકાતી નથી.

Jun 28, 2020, 06:50 PM IST

અમેરિકાનો ચોંકવનારો ખુલાસો, ચીને વિશ્વને અસહ્ય દર્દ આપ્યું, હવે કિંમત ચુકવવી પડશે

કોરોના વાયરસ સંક્રમણ મુદ્દે અમેરિકાએ ફરી એકવાર ચીન પર હુમલો કર્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઇખ પોમ્પિયોએ કહ્યું કે, કોરોના અંગેની માહિતી છુપાવવાના કારણે વિશ્વને બેહિસાબ દર્દ મળ્યુ છે અને ચીને હવે તેની કિંમત ચુકવવી પડશે. વિદેશ મંત્રીએ કહ્યું કે, અમેરિકા બીાજ દેશોની સાથે મળીને કામ કરી રહ્યું છે અને તેમને સમજી રહ્યું છે કે, કોરોના વાયરસની ઉત્પત્તીન ચીનનાં વુહાનમાંથી જ થઇ છે. જો કે વાયરસ ક્યાંથી આવ્યો તે સમજવાની જવાબદારી ચીનની છે. તેમણે બેન શાપિરો શોમાં શુક્રવારે કહ્યું કે, ચીનને ડિસેમ્બર 2019થી વાયરસ અંગે માહિતી હતી. 

Apr 25, 2020, 11:44 PM IST

26/11 Terror Attack: દોષિતોને સજા ન મળે એ પીડિતોનું અપમાન-અમેરિકા

મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકી હુમલા(Mumbai Terror Attack) ને 11 વર્ષ થયા. પરંતુ હુમલા માટે જવાબદાર લોકો હજુ સુધી કાયદાની પકડ બહાર છે. આ અંગે અમેરિકા(America) નું કહેવું છે કે હુમલાના કાવતરાખોરોને હજુ સુધી દોષિત ઠેરવી શકાયા નથી જે હુમલામાં માર્યા ગયેલા 166 લોકો અને તેમના પરિવારનું અપમાન છે. 

Nov 27, 2019, 07:11 PM IST

ISIS કેટલાક ભાગમાં 3 વર્ષ પહેલાં કરતાં પણ વધુ શક્તિશાળી બન્યું છેઃ માઈક પોમ્પીઓ

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિસેમ્બર, 2018માં જણાવ્યું હતું કે, અમેરિકના સૈનિકોએ ઈસ્લામિક સ્ટેટનો સિરીયામાં સફાયો કરી નાખ્યો છે. 

Aug 21, 2019, 06:14 PM IST

માઇક પોમ્પિયોથી મળ્યા વિદેશ મંત્રી, કહ્યું કશ્મીર ભારત-PAK વચ્ચેનો મુદ્દો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કશ્મીર મુદ્દા પર નિવેદન આપ્યું છે. જેનાથી આ મુદ્દો ફરી ચર્ચામાં છે. આ વચ્ચે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવાર સવારે બેંગકોકમાં અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોથી મુલાકાત કરી છે. આ મુલાકાતમાં બંને દેશોના પ્રતિનિધિઓની વચ્ચે દ્વિપક્ષીય વાત થઇ છે.

Aug 2, 2019, 10:40 AM IST

VIDEO: ટ્રમ્પે પુત્રી ઇવાંકા અને પોંપિયોને 'બ્યૂટીફુલ કપલ' ગણાવ્યા, બંન્ને શરામાયા

ઘણી વખત પોતાનાંવિવાદિત ટ્વીટના કારણે ટીકાનો સામનો કરી ચુકેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયામાં એક કાર્યક્રમમાં પોતાની જીભ પર જ કાબુ રાખી શક્યા નહી. એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે અમેરિકી વિદેશી મંત્રી માઇક પોંપિયો અને પોતાની પુત્રી ઇવાંકા ટ્રમ્પને બ્યુટીફુલ કપલ ગણાવી દીધું હતું. ત્યાર બાદ પોતાની વાતને સુધારતા ટ્રમ્પે કહ્યું કે, એક સુંદર તો બીજી વ્યક્તિ સ્માર્ટ છે.

Jun 30, 2019, 08:40 PM IST

ભારતે પાકિસ્તાનને ગણાવી આતંકની ઇન્ડસ્ટ્રી, US કહ્યું- આતંકવાદ ફેલાવવાનું બંધ કરો

ભારત સહિત અન્ય દેશોમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાનને ફરી એકવાર અમેરીકા અને ભારતની ખરીખોટી સાંભળવી પડી રહી છે. ગુરૂવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદની ઇન્ડસ્ટ્રી છે.

Jun 27, 2019, 10:47 AM IST

S-400 મામલે અમેરિકાને જયશંકરે રોકડુ પરખાવ્યું, અમે તે જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં હશે...

વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે અમારા અનેક દેશો સાથે સંબંધ છે જેનો ઇતિહાસ છે અમે તે જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં હશે

Jun 26, 2019, 06:25 PM IST

PAKને સણસણતો ચાબખો, ખુલીને ભારતના સમર્થનમાં આવ્યું અમેરિકા, કહ્યું-'જૈશ સામે કાર્યવાહીમાં અમે તમારી સાથે'

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક કાર્યવાહીને અમેરિકાએ પણ ખુલીને સમર્થન આપ્યું છે.

Feb 28, 2019, 10:39 AM IST

ભારત સહિત 8 દેશોને ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવાની છૂટ, હજી પણ ઘટી શકે છે ભાવ

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલને ખરીદવાની પાબંદી માંથી ભારત, ચીન, જાપાન, સહિત 8 દેશોના રાહત આપવામાં આવી 

Nov 6, 2018, 10:38 AM IST

2+2 વાર્તા: ભારતે NSGની સદસ્યતા અપાવવા માટે કામ કરશે વોશિંગટન

સુષમા સ્વરાજે કહ્યું કે તાજેતરમાં જ અમેરિકા દ્વારા વ્યૂહાત્મક વ્યાપાર સત્તા -1 લાયસન્સ છૂટ યાદીમાં ભારતને સામેલ કરવું ભારતના મજબૂત અને જમાબદાર નિર્યાત કંટ્રોલ નીતિને દર્શાવે છે.

Sep 7, 2018, 07:37 AM IST

2+2 મંત્રણા: US મંત્રીઓની સામે સ્વરાજે પાકિસ્તાનની ઝાટકણી કાઢી

વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની વચ્ચે અગાઉ આ મુદ્દે સમજુતી થઇ હતી, જેના પગલે ભારતીય વિદેશ મંત્રી અને સંરક્ષણમંત્રીઓએ પોતાના સમકક્ષ સાથે મંત્રણા કરી

Sep 6, 2018, 04:14 PM IST