ઈન્ડોનેશિયા: ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો આભાર, ભારતીય સમુદાયને PMનું સંબોધન

પૂર્વ એશિયાના ત્રણ દેશોના પ્રવાસના પહેલા ચરણમાં પીએમ મોદી ઈન્ડોશિયા પહોંચ્યા છે જ્યાં આજે જકાર્તા સ્થિત કાલીબાટા સ્મારક જઈને તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી.

ઈન્ડોનેશિયા: ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો આભાર, ભારતીય સમુદાયને PMનું સંબોધન

જકાર્તા: પૂર્વ એશિયાના ત્રણ દેશોના પ્રવાસના પહેલા ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયા પહોંચ્યાં. આજે ભારતીય સમુદાયે કરેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ તેમણે  તેમનો આભાર પણ વ્યક્ત કર્યો. આ સાથે જ તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પોષાકથી મારું સ્વાગત કરીને તેમણે મારા મનને સ્પર્શ કરી લીધો. પીએમ મોદીએ સમુદ્રી ચિંતા પર વાત કરતા કહ્યું કે બંને દેશો આ મુદ્દે એક સાથે છે. આ અગાઉ પીએમ મોદીના નેતૃત્વમાં આજે જકાર્તામાં બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે વાતચીત થઈ. જેમાં સમુદ્રી વેપાર, રોકાણ સહિત વિભિન્ન ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

— Raveesh Kumar (@MEAIndia) May 30, 2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે વાતચીત બાદ કહ્યું કે ભારત અને ઈન્ડોનેશિયા પોતાના સંબંધોને વ્યાપક રણનીતિક ભાગીદારી સુધી લઈ જશે. તેમણે કહ્યું કે ભારત અને ઈન્ડોનેશિયા વર્ષ 2025 સુધી દ્વિપક્ષીય વ્યાપારને 50 અબજ ડોલર સુધી પહોંચાડવાના પ્રયત્નોને બમણા કરશે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત-આસિયાન ભાગીદારી ફક્ત હિન્દ-પ્રશાંત ક્ષેત્ર સુધી જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ શાંતિની ગેરંટી બની શકે છે. વડાપ્રદાને હાલમાં જ ઈન્ડોનેશિયામાં ચર્ચ પર થયેલા આતંકી હુમલાની ખુબ ટીકા કરી અને કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત દ્રઢતાથી તેમની સાથે ઊભા છે.

— Raveesh Kumar (@MEAIndia) May 30, 2018

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદોથી જકાર્તા સ્થિત મર્ડેકા પેલેસમાં મુલાકાત કરી અને અનૌપચારિક વાતચીત કરી. ત્યારબાદ બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાત કરી. ઈન્ડોનેશિયાની પોતાની પહેલી અધિકૃત યાત્રા પર વડાપ્રધાન મોદી 29મી મેના રોજ અહીં પહોંચ્યાં હતાં. મર્ડેકા પેલેસમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મર્ડેકા પેલેસ ઈન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિના નિવાસ સ્થાનોમાંથી એક છે.

રાષ્ટ્રપતિ વિદોદોએ પેલેસમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. ત્યારબાદ તેમની વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ટ્વિટ કર્યું કે આવા સંબંધો  ઉષ્મા અને પોતાનાપણાનો ભાવ ઉત્પન્ન કરે છે, રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે વાર્તા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્તાના મર્ડેકા પહોંચ્યાં જ્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું અને તેમના સન્માનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

પીએમ મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાની આઝાદીના સંઘર્ષના શહીદોને આજે શ્રદ્ધાંજલિ આપીને દિવસની શરૂઆત કરી. તેમણે અહીં કલીબાતા નેશનલ હીરોઝ સિમેટ્રીમાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી. દક્ષિણ જકાર્તામાં કલીબાતા હીરોઝ સિમેટ્રી ઈન્ડોશિયામાં સૈનિકોનું કબ્રસ્તાન છે. તેને વર્ષ 1953માં બનાવવામાં આવ્યું હતું અને નવેમ્બર 1954માં ત્યાં પહેલીવાર કોઈને દફનાવાયા હતાં. ઈન્ડોનિશિયાની આઝાદીની લડાઈમાં શહીદ થયેલા સૈનિકો સહિત તે લડાઈમાં ભાગ લેનારા 7000થી વધુ લોકોને અહીં દફનાવાયા છે.

પીએમ મોદીનું ઈન્ડોનેશિયામાં ભવ્ય સ્વાગત
આ પહેલા 29મી મેના રોજ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ પ્રવાસની પૂર્વ સંધ્યા પર કહ્યું હતું કે વડાપ્રધાન તરીકે આ મારો પહેલો ઈન્ડોનેશિયા પ્રવાસ છે. રાષ્ટ્રપતિ વિદોદો સાથે 30મી મેના રોજ વાતચીતનો ઈન્તેજાર છે. આ સાથે જ ભારત ઈન્ડોનેશિયા સીઈઓ ફોરમમાં અમારો સયુંક્ત વાર્તાલાપ થશે. હું ઈન્ડોનેશિયામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news