Facts About Ukraine: યુદ્ધમાં હોમાયેલા યુક્રેનને ખાસ બનાવે છે સસ્તુ મેડિકલ ભણતર, ડિફેન્સમાં ભરતી અને સુંદર સ્ત્રીઓ, જાણો યુક્રેન વિશે ખાસ વાતો

Facts About Ukraine: રશિયા જેવા શક્તિશાળી દેશ દ્વારા હુમલો કરાયા પછી યુક્રેનનો મુદ્દો આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે. જોકે ક્ષેત્રફળની દ્રષ્ટિએ યુરોપના સૌથી મોટા દેશોમાંથી એક યુક્રેન એની અનેક ખાસિયતો માટે દુનિયાભરમા જાણીતો છે. આવો જાણીએ આ ખાસ દેશ વિશે કેટલીક વાતો. 
 

Facts About Ukraine: યુદ્ધમાં હોમાયેલા યુક્રેનને ખાસ બનાવે છે સસ્તુ મેડિકલ ભણતર, ડિફેન્સમાં ભરતી અને સુંદર સ્ત્રીઓ, જાણો યુક્રેન વિશે ખાસ વાતો

Facts About Ukraine: રશિયા જેવા શક્તિશાળી દેશ દ્વારા હુમલો કરાયા પછી યુક્રેનનો મુદ્દો આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે. જોકે ક્ષેત્રફળની દ્રષ્ટિએ યુરોપના સૌથી મોટા દેશોમાંથી એક યુક્રેન એની અનેક ખાસયિતો માટે દુનિયાભરમા જાણીતો છે. અહીંનું મેડિકલ ભણતર પણ દુનિયાભરના દેશોના વિદ્યાર્થીઓને આકર્ષિત કરે છે. યુક્રેનની ઘણી બધી બાબતો છે જે એને દુનિયામાં એક ખાસ દેશનું બિરુદ આપે છે. આવો જાણીએ આ ખાસ દેશ વિશે કેટલીક વાતો. 

યુરોપનો સૌથી મોટા દેશોમાંથી એક
ક્ષેત્રફળની દ્રષ્ટિએ યુક્રેન યુરોપના સૌથી મોટા દેશોમાંથી એક છે. તેમ છતાં અહીંની કુલ વસતી 4.6 કરોડની આસપાસ છે. ખેતીને મામલે યુક્રેન દુનિયામાં ત્રીજા સ્થાને છે.

સૌથી વધુ પરમાણુ હથિયાર
વિશ્વસ્તરે પરમાણુ હથિયારોનો ત્રીજો સૌથી મોટો જથ્થો યુક્રેન પાસે છે. યુરોપમાં રશિયા પછી યુક્રેન પાસે જ સૌથી મોટી સેના છે. કારણ કે અહીં સેનામાં ભરતી થવું ફરજિયાત છે.

ટનલ ઓફ લવ
ટનલ ઓફ લવ યુક્રેનના સૌથી આકર્ષક સ્થળોમાંથી એક છે. આ એક રેલવે લાઈન છે જે ક્લેવન સ્ટેશનથી શરૂ થઈને આરઝિવના ઉત્તર ભાગ સુધી પહોંચે છે. આ 4.9 કિમી લાંબી ટનલને  પ્રેમની સુંરગ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળ એવા લોકો માટે ખાસ માનવામાં આવે છે જે શાંતિથી ફરવા ઇચ્છતા હોય.

બહુ ખાસ છે અહીંના કિલ્લાઓ
યુક્રેન ઈતિહાસકારો અને પ્રેમીઓ માટે ખાસ સ્થળ છે, કારણ કે અહીં આશરે 5 હજાર કિલ્લાઓ છે. અહીમનો કમિયાનેટ્સ, પોડિલ્સ્કી કિલ્લો સૌથી ખાસ છે જે અહીં આવતાં પર્યટકોનું સૌથી મનપસંદ સ્થળ છે.

દુનિયાનું સૌથી ઊંડુ મેટ્રો સ્ટેશન
અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન, રાજધાની કીવની મેટ્રો લાઈન પર સ્થિત છે. આ સ્ટેશન 105.5 મીટર ઊંડુ છે અને દુનિયાના સૌથી ઊંડા મેટ્રો સ્ટેશન તરીકે જાણીતું છે. અહીંના ઘણા મેટ્રો સ્ટેશન ઊંડાણમાં નિર્માણ પામ્યા છે.

No description available.

સુંદર સ્ત્રી માટે જાણીતો છે યુક્રેન દેશ
યુક્રેન એની ટેક્નોલોજી માટે જ નહીં, પરંતુ તેની સુંદર સ્ત્રીઓ માટે પણ એટલો જ જાણીતો દેશ છે. યુક્રેનની સ્ત્રીઓ દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓમાં સામેલ છે. અહીંના સમાજમાં સ્ત્રીઓનું સાથ પુરુષો સમાન છે.

વર્લ્ડ હેરિટેજમાં સામેલ છે યુક્રેનના 7 સ્થળ
યુક્રેનને ઐતિહાસિક ધરોહરનો દેશ પણ કહેવામાં આવે છે. અહીંના 7 ઐતિહાસિક સ્થળો વિશ્વ ધરોહરમાં સામેલ છે. જેમાં કીવનું સંત સોફિયા કેથેડ્રલ અને લવીવનું ઐતિહાસિક સેન્ટર અહીંના ખૂબ જ પ્રખ્યાત ઐતિહાસિક સ્થળો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news