ઇરાનમાં ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત
ઇરાન (Iran)ના પશ્વિમી કુર્દિસ્તાન પ્રાંત (Western Kurdistan Province)માં ગુરૂવારે એક ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત નિપજ્યા છે અને અનેકને ઇજા પહોંચી છે. દેશની અર્ધ સરકારી સમાચાર એજન્સી સત્તાવાર સમાચાર એજન્સી મેહરએ એક પ્રાંતીય ઇમરજન્સી અધિકારીના હવાલેથી આ જાણકારી આપી છે.
Trending Photos
દુબઇ: ઇરાન (Iran)ના પશ્વિમી કુર્દિસ્તાન પ્રાંત (Western Kurdistan Province)માં ગુરૂવારે એક ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત નિપજ્યા છે અને અનેકને ઇજા પહોંચી છે. દેશની અર્ધ સરકારી સમાચાર એજન્સી સત્તાવાર સમાચાર એજન્સી મેહરએ એક પ્રાંતીય ઇમરજન્સી અધિકારીના હવાલેથી આ જાણકારી આપી છે.
મેહરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકો મોતને ભેટ્યા છે અને દુર્ભાગ્યવશ તેમાં પાંચ બાળકો પણ છે. સક્કેજ શહેરમાં મોડી રાત્રે એક લગ્નના કાર્યક્રમમાં હોલમાં ગેસ વિસ્ફોટ થતાં આ અકસ્માત સર્જાયો હતો. રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે.
ઘટના બાદ બચાવ દળ અને એમ્બુલન્સને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે