ચમત્કાર: ત્રણ પ્રાઇવેટ પાર્ટ સાથે જન્મ્યું આ બાળક, જોઇ ડોક્ટર રહી ગયા સ્તબ્ધ

આ બાળકના ત્રણ જનનાંગો સાથે જન્મની ઘટના દુર્લભ છે, પરંતુ આ પહેલો કેસ નથી. આ સુપરનૂમેરરી (Supernumerary penises occur) નો મામલો કહે છે. દુનિયાભરમાં 50 થી 60 લાખ બાળકોના જન્મમાં આવો કિસ્સો જોવા મળે છે.

ચમત્કાર: ત્રણ પ્રાઇવેટ પાર્ટ સાથે જન્મ્યું આ બાળક, જોઇ ડોક્ટર રહી ગયા સ્તબ્ધ

બગદાદ: ઇરાકમાં એક બાળક ત્રણ જનનાંગો સાથે જન્મ્યું છે. ડોક્ટરોએ કહ્યું કે તેમણે આવો પ્રથમ કિસ્સો જોયો છે, જેમાં કોઇ બાળક પાસે એકથી વધુ પ્રાઇવેટ પાર્ટ છે. સામાન્ય રીતે હાથ અને પગની આંગળીઓની સંખ્યા ઘટી અથવા વધી શકે છે. પરંતુ જનનાંગોના કેસમાં તેમણે આવું પ્રથમવાર જોયું છે. 

મોસુલ પાસેનો કેસ
ડેલીમેલના સમાચાર અનુસાર આ બાળકનો જન્મ ઇરાકના ઉત્તરી ભાગમાં મોસુલ પાસે થયો છે. તેમણે કહ્યું કે આ બાળક સાથે ચમત્કાર જેવું થયું છે. આ બાળકના ત્રણમાંથી એક જનનાંગ 2 સેમી લાંબું છે, તો બીજી એક સેમી. જોકે આ મુખ્ય જનનાંગો સાથે હતું. પરંતુ આ ઘટના સામાન્ય નથી. એટલે કે કોઇ શારીરિક કાર્યમાં સામેલ ન થઇ શકે. એવામાં ડોક્ટરોએ કહ્યું કે તેને બે વધારાના જનનાંગોને ઓપરેશન બાદ હટાવવામાં આવશે. ડોક્ટરોનું કહેવું છે કે આમ પ્રેગ્નેસી દરમિયાન કોઇ સમસ્યાના લીધે થઇ શકે છે અથવા તેના મટે પારિવારિક અનુવાંશિક ઇતિહાસ પણ જવાબદાર હોઇ શકે છે. 

સુપરનૂમેરરીનો મામલો
આ બાળકના ત્રણ જનનાંગો સાથે જન્મની ઘટના દુર્લભ છે, પરંતુ આ પહેલો કેસ નથી. આ સુપરનૂમેરરી (Supernumerary penises occur) નો મામલો કહે છે. દુનિયાભરમાં 50 થી 60 લાખ બાળકોના જન્મમાં આવો કિસ્સો જોવા મળે છે. જોકે અત્યાર સુધી દુનિયાભરમાં બે જનનાંગોની સાથે જન્મની લગભગ 100 કેસ સામે આવી ચૂક્યા છે, પરંતુ ત્રણ જનનાંગોની સાથે જન્મનો આ પહેલો કિસ્સો છે. 

વૈજ્ઞાનિકોએ આપ્યું ટ્રાઇફાલિયાનું નામ 
ઇરાકી બાળકના મામલે વૈજ્ઞાનિકોએ ટ્રાઇફાલિયા (triphallia) નું નામ આપ્યું છે. આ વિશે એક ઇન્ટરનેશનલ કેસ સ્ટડી પણ પ્રકાશિત થઇ ચૂકી છે. જે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સર્જરીમાં છપાઇ હતી. આવો પ્રથમ કિસ્સો ભારતમાં 2015માં સામે આવ્યો હતો. જોકે આ કિસ્સામાં વધુ ડોક્ટરી પુરાવા મળ્યા ન હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news