આતંકવાદ પર મોટી સફળતા, ISIS ચીફ અલ-કુરૈશી ઢેર, નવા લીડરની જાહેરાત
વૈશ્વિક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયાનો વડો અબૂ હસન અલ હશીમી કુરૈશીનું મોત થઈ ગયું છે. સંગઠને તેના નવા નેતાની જાહેરાત કરી છે.
Trending Photos
બેરૂતઃ વૈશ્વિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) ના નેતા અબૂ હસન અલ હશીમી અલ કુરૈશી ઢેર થઈ ગયો છે. ઇસ્લામિક સ્ટેટ જિહાદી ગ્રુપે બુધવારે કહ્યું કે તેનો નેતા અબૂ હસન અલ હાશિમી અલ કુહૈશી યુદ્ધમાં માર્યો ગયો છે.
પરંતુ ગ્રુપે કુરૈશીના મોતની ન કોઈ તારીખ જણાવી છે અને ન કોઈ દિવસનો ઉલ્લેખ કર્યો છે. ઇસ્લામિક સ્ટેટ ગ્રુપના પ્રવક્તાએ પોતાના ઓડિયો મેસેજમાં નવા નેતાના નામની પણ જાહેરાત કરી છે. સંગઠન તરફથી હવે અબૂ-હુસૈન અલ-હુસૈની અલ-કુરૈશીને ઇસ્લામિક સ્ટેટ ગ્રુપનો નવો નેતા બનાવવામાં આવ્યો છે.
ગ્રુપે 2014માં ઇરાક અને તેના બે વર્ષ પાદ સીરિયામાંથી પાછળ હટવું પડ્યું હતું. સુન્ની મુસ્લિમ ઉગ્રવાદી ગ્રુપના સ્લીપર સેલ હજુ પણ બંને દેશમાં હુમલા કરે છે અને દુનિયામાં અન્ય જગ્યાએ હુમલાના દાવા કરે છે.
આ પણ વાંચોઃ માથા પર લખ્યું હતું 'હું ચોર છું', પછી ચોરી કરતા ઝડપાયો, સામે આવી આ ટેટૂની કહાની
આઈએસના પાછલા નેતા અબૂ ઇબ્હારિમ અલ-કુરૈશી, આ વર્ષની શરૂઆતમાં ઉત્તરી સીરિયાના ઇદલિબ પ્રાંતમાં અમેરિકી સ્ટ્રાઇકમાં માર્યો ગયો હતો. જ્યારે તેનો પૂર્વવર્તી અબૂ બક્ર અલ-બગદાદી પણ ઓક્ટોબર 2019માં ઇદલિબમાં માર્યો ગયો હતો.
નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મીડિયાને કહ્યુ હતુ કે અમેરિકી સેનાના એક વિશેષ અભિયાનમાં આઈએસઆઈએસનો પડો અલ કુરૈશી માર્યો ગયો છે. પરંતુ આતંકી સંગઠને તેની પુષ્ટિ કરી નહોતી. અબૂ ઇબ્રાહિમે આઈએસના પૂર્વ પ્રમુખ બગદાદીના મોત બાદ 31 ઓક્ટોબર 2019ના આઈએસની કમાન સંભાળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories