UNSC ની બેઠકમાં બોલ્યા જયશંકર, ભારતે વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાના કર્મીઓને આપી વેક્સિન

બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે, તેમને તે જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ભારત યૂનાઇટ અવેયર પ્લેટફોર્મના રોલઆઉટમાં સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન કરી રહ્યું છે. 

UNSC ની બેઠકમાં બોલ્યા જયશંકર, ભારતે વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાના કર્મીઓને આપી વેક્સિન

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે 18 ઓગસ્ટ અને 19 ઓગસ્ટ સુધી ચાલનારી યૂએનએસસીની ઉચ્ચ સ્તરીય બેઠકની બુધવારે અધ્યક્ષતા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાર્યક્રમ બેઠળ બુધવારે સંરક્ષકોની રક્ષાઃ ટેક્નોલોજી અને શાંતિ સ્થાપના પર ચર્ચા થઈ. ખુલ્લી ચર્ચામાં એસ જયશંકરે કહ્યુ કે, ભારત યૂનાઇટ અવેયર પ્લેટફોર્મના રોલઆઉટમાં સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન કરી રહ્યું છે.

બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે, તેમને તે જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ભારત યૂનાઇટ અવેયર પ્લેટફોર્મના રોલઆઉટમાં સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન કરી રહ્યું છે. આ પહેલ તે આશા પર આધારિત છે કે વાસ્તવિક સમયના આધાર પર એક સંપૂર્ણ શાંતિ અભિયાનની કલ્પના, સમન્વય અને દેખરેખ રાખી શકાય છે. તેમણે આગળ કહ્યું કે, તકનીકી સુધાર સતત કરવો જોઈએ, તે પણ નક્કી કરવું જોઈએ કે નાગરિક પર કોઈપણ હુમલાનું અનુમાન લગાવી શકાય, રોકી શકાય કે તત્કાલ કાર્યવાહી કરી શકાય. 

— ANI (@ANI) August 18, 2021

એસ જયશંકરે બેઠકમાં જણાવ્યું કે, આ માર્ચમાં ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાના કર્મીઓ માટે 2,00,000 કોવિડ-19 વેક્સિન પ્રદાન કરી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ભારતના દ્રષ્ટિકોણમાં શાંતિ સ્થાપના એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. ખતરાનો સામનો કરવા માટે ચાર સૂત્રીય ફ્રેમવર્કની કામગીરી વિશે વાત કરી છે. તકનીકી સુધાર અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં શાંતિ સૈનિકોના સતત ટ્રેનિંગ અને ક્ષમતા નિર્માણમાં સામેલ છે. 

મહત્વનું છે કે બે દિવસ સુધી ચાલનાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાર્યક્રમ હેઠળ બુધવારે વાલીઓનું રક્ષણ: ટેકનોલોજી અને શાંતિ જાળવણી પર ખુલ્લી ચર્ચા હતી, જ્યારે બીજો કાર્યક્રમ 19 ઓગસ્ટ એટલે કે ગુરૂવારે થશે જેમાં આતંકીઓને કારણે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા પર એક ઉચ્ચ સ્તરીય બ્રીફિંગ થશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news