આ ગામમાં શું થઈ રહ્યું છે? હરતા ફરતા લોકો અચાનક રસ્તા પર જ સૂઈ જાય છે, મહિનાઓ સુધી ઊંધ્યા કરે છે
લોકો રસ્તે હરતા ફરતા સૂઈ જાય છે. એટલું જ નહીં કોઈ એક કે બે કલાક માટે નહીં પરંતુ અનેક દિવસો સૂધી પણ સૂતા રહેતા જોવા મળે છે. કારણ જાણીને અચંબિત થઈ જશો.
Trending Photos
ઊંઘ વગર કોને ચાલે? સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ખુબ જરૂરી હોય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ રસ્તે ચાલતા ચાલતા અચાનક સૂઈ જાય? એ પણ એવી રીતે જાણે કઈ થયું જ ન હોય? હા... બિલકુલ સાચી વાત છે. એક ગામ એવું છે જ્યાં લોકો રસ્તે ચાલતા ચાલતા સૂઈ જાય છે. કારણ જાણીને અચંબિત થઈ જશો.
રહસ્યમય બીમારી
આ ગામ કઝાકિસ્તાનમાં આવેલું છે જ્યાં લોકો રસ્તે હરતા ફરતા સૂઈ જાય છે. એટલું જ નહીં કોઈ એક કે બે કલાક માટે નહીં પરંતુ અનેક દિવસો સૂધી પણ સૂતા રહેતા જોવા મળે છે. આ ગામનું નામ કલાચી છે. કલાચી ગામમાં લોકો ગમે ત્યારે સૂઈ જાય છે. વાત જાણે એમ છે કે એવું કહેવાય છે કે આ ગામના લોકો સૂવાની રહસ્યમય બીમારીથી પીડિત છે. આ લોકો એકવાર સૂઈ જાય તો અનેક કલાકો કે મહિના સુધી સૂતા રહે છે. આ પ્રકારનો પહેલો કેસ 2010માં જોવા મળ્યો હતો. ત્યારે અચાનક કેટલાક બાળકો સ્કૂલમાં પડી ગયા હતા અને ત્યાં સૂઈ ગયા હતા. ત્યારબાદ ગામમાં એક પછી એક લોકો આ વિચિત્ર બીમારીનો ભોગ બનવા લાગ્યા હતા.
'સ્લીપી હોલો' વાળું ગામ
વૈજ્ઞાનિકો આ ગામમાં આ સૂવાની જે બીમારી જોવા મળી રહી છે તેના પર સતત રિસર્ચ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કઈ માહિતી મળી નથી. અનેક ડોક્ટરો અને વૈજ્ઞાનિકો આ રહસ્ય ઉકેલવામાં લાગ્યા છે પરંતુ ભાળ મળી નથી. ચોંકાવનારી વાત એ છે કે અહીંના લોકો આખરે આટલા દિવસો સુધી સૂતા કેમ રહે છે. આ ગામને હવે સ્લીપી હોલો પણ કહે છે.
14 ટકાથી વધુ લોકો પીડિત
ગામની વસ્તી લગભગ 600 લોકોની છે અને 14 ટકા જેટલા લોકો આ રહસ્યમય બીમારીથી પીડિત છે. ચોંકાવનારી વાત એ પણ છે કે બીમારીથી પીડાતા લોકોને એ પણ ખબર નથી હોતી કે તેઓ સૂઈ ગયા છે. અહીંના લોકો તમને ગમે ત્યાં ઝાડી ઝાંખરા, રોડ પર સૂતેલા જોવા મળશે. માર્કટ, શાળા ગમે ત્યાં સૂઈ જાય છે. નોંધનીય છે કે આ ગામ પાસે એક સમયે યુરેનિયમની ખાણ હોવાની કહેવાય છે. ખાણમાં ઝેરીલુ રેડિએશન પણ થતું હતું. એમ પણ માનવામાં આવી રહ્યું છે કે આ ખાણના કારણે લોકોને હવે આવી અજીબોગરીબ બીમારીએ ઝપેટમાં લીધા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રેડિએશનની કોઈ ખાસ માત્રા આ ગામમાં છે પણ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે