ટ્રમ્પને મળવા ગયા ત્યારે કિમ પોતાનું ટોઈલેટ પણ સાથે લઈને ગયા હતાં, કારણ એકદમ રસપ્રદ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ઐતિહાસિક વાર્તા માટે રવિવારે જ સિંગાપુર પહોંચી ગયા હતાં.
Trending Photos
સિઓલ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ઐતિહાસિક વાર્તા માટે રવિવારે જ સિંગાપુર પહોંચી ગયા હતાં. આ વાર્તાનો પાયો ત્યારે નખાયો જ્યારે આ વર્ષે એપ્રિલમાં કિમ જોંગ દક્ષિણ કોરિયા ગયા હતાં. અહેવાલો મુજબ કિમે આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાર્તા માટે હા તો કહી નાખી પરંતુ એક શરત રાખી. એ શરત હતી પોતાનું ટોઈલેટ ત્યાં લઈને જવું.
દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી The Chosunilboના રિપોર્ટ મુજબ જ્યારે આ અઠવાડિયે એર ચાઈનાના બોઈંગ 747 વિમાનથી કિમ સિંગાપુર પહોંચ્યાં ત્યારે તેમની સાથે IL-76 ટ્રાન્સપોર્ટ પ્લેન પણ હતું. જેમાં તેમના ખાવાનો સામાન, બુલેટ પ્રુફ લિમોઝીન (ગાડી) અને એક પોર્ટેબલ ટોઈલેટ હતું.
ઉત્તર કોરિયાના ગાર્ડ કમાન્ડમાં કામ કરી ચૂકેલા અને વર્ષ 2005માં દક્ષિણ કોરિયામાં ભાગી ગયેલા લી યન કિયોલે વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું કે 'સાર્વજનિક શૌચાલયોનો ઉપયોગ કરવાની જગ્યાએ ઉત્તર કોરિયાના નેતા પાસે એક પર્સનલ ટોઈલેટ છે જે હંમેશા તેમની સાથે રહે છે.'
આ અંગેનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે કિમના મળમાં તેમના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારીઓ હોય છે. આથી તેઓ તેને છોડી શકતા નથી. ઉત્તર કોરિયાના નેતા જ્યારે પણ દેશમાં મિલેટરી બેઝનો પ્રવાસ કરે કે પછી ફેક્ટરીઓમાં જાીય ત્યારે આ ટોઈલેટ તેમની સાથે જ હોય છે.
એટલું જ નહીં દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી ડેલી એન કેના જણાવ્યાં મુજબ કિમના કાફલામાં હંમેશા એક એવી ગાડી હોય છે જેમાં આ ટોઈલેટ હોય છે. વર્ષ 2015માં કિમના સુરક્ષાદળના નજીકના સૂત્રએ ડેલી એનકેને જણાવ્યું હતું કે આ રેસ્ટરૂપમ ફક્ત કિમની ટ્રેનમાં જ નહીં પરંતુ તે નાની ગાડીઓમાં પણ હોય છે જેમાં કિમ જોંગ મુસાફરી કરે છે. જે વાહનો પર્વતો કે બરફ પર ચલાવવા માટે બનાવવામાં આવ્યાં છે તેમાં પણ આ સુવિધા હોય છે. સૂત્રએ જણાવ્યું હતું કે કિમના કાફલામાં આવી અનેક ગાડીઓ હોય છે જેથી કરીને ખબર ન પડે કે કિમ કઈ ગાડીમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે