ICJમાં આજે દલીલ રજૂ કરવાનો પાકિસ્તાનનો વારો, શું કહેશે તેના પર સૌની નજર
Trending Photos
ધ હેગ : આંતરરાષ્ટ્રીય અદાલત ICJમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસમાં સુનવણીના બીજા દિવસે આજે પાકિસ્તાન પોતાની દલીલ રાખશે. પાકિસ્તાન આજે ધ્વંસકારી ગતિવિધીઓમાં જાધવની કથિત સંલિપ્તતા સાથે જોડાયેલ સબૂત અદાલતની સામે રજૂ કરશે. પાકિસ્તાન તરફથી સીનિયર વકીલ ખાવર કુરૈશી પોતાની દલીલ રજૂ કરશે.
આંતરરાષ્ટ્રીય અદાલત ICJમાં સોમવારે કુલભૂષણ જાધવ મામલે ભારતી પક્ષ દ્વારા પોતાની દલીલ રજૂ કરાયા બાદ અદાલત દ્વારા સુનવણી મંગળવાર સુધી સ્થગિત કરી દેવાઈ હતી. ભારનતે 20 ફેબ્રુઆરીતી ફરીથી પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો આપવામાં આવશે. જ્યારે કે, પાકિસ્તાન 21 ફેબ્રુઆરીના રોજ આ મામલે અંતિમ દલીલો રજૂ કરશે.
આ પહેલા સોમવારે પાકિસ્તાને કહ્યું હતું કે, તેણે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કુલભૂષણ જાધવને લઈને જે પ્રમુખ સવાલો પૂછ્યા હતા, ભારતે તે સવાલનો જવાબ આપ્યા નથી. પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે જાધવને મોતની સજા સંભળાવી છે.
ICJ મુખ્યાલયમાં અહીં સોમવારે ચાર દિવસીય સુનવણી એવા સમયે શરૂ થઈ, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદ દ્વારા કરવામાં આવેલ આતંકી હુમલામાં 41 સીઆરપીએફ જવાનો શહી થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે