સડક પર નિકળ્યા શાનથી સાવજ, વાહનોને પણ ઊભા રહેવું પડ્યું
આપણે નાના બાળકો અને પુખ્ત વયના લોકોના વાયરલ વીડિયો તો અનેક વખત જોતા હોઈએ છીએ, પરંતુ ભરચક ટ્રાફિકમાં વનનો રાજા જ્યારે મહાલવા નિકળ્યો હોય ત્યારે કેવો નજારો હોય તે જૂઓ...
Trending Photos
અમદાવાદઃ ઈન્ટરનેટ એક એવી દુનિયા છે જ્યાં તમને દરેક ક્ષણે કંઈક નવું અને અગાઉ ક્યારેય ન જોયું હોય એવું જોવા મળતું રહે છે. નેટિઝન્સની નજરમાંથી કશું પણ બાકાત રહેતું નથી પછી ભલે તે ગમે તેવું વિચિત્ર જ કેમ ન હોય, તરત જ ટ્રેન્ડિંગ લિસ્ટમાં સામેલ થઈ જતું હોય છે. જોકે, નેટ પર એક જોખમ પણ રહેલું છે. કોઈ પોસ્ટ કર્યા બાદ કેટલાક લોકો રાતોરાત સેલિબ્રિટી બની જાતા હોય છો તો વળી કેટલાકને ટ્રોલનો પણ સામનો કરવો પડતો હોય છે.
તમે સોશિયલ મીડિયા પર નાના બાળકોની ચિત્ર-વિચિત્ર હરકતો, ક્યાંક શહેરીજનોની વિચિત્ર હરકતોના વીડિયો તો વાયરલ થતા જોતા જ રહો છો, પરંતુ ક્યારેય વનના રાજા સાવજને ભરચક ટ્રાફિકમાં શાનથી સડક પર મહાલવા નિકળ્યો હોય એવો વીડિયો જોયો છે?
ટ્વીટર પર પર આવો જ સાવજોનો એક વીડિયો હાલ વાયરલ થયો છે, જેમાં તમે જંગલના રાજાને જાણે કે શાહી સવારી નિકળી હોય એવી રીતે ભરચક ટ્રાફિકમાં ચમકતી કારોની વચ્ચે મહાલતા જોઈ શકો છો. જૂઓ વીડિયો....
Just your average traffic jam in South Africa 😳 pic.twitter.com/ieCe2rev1v
— CBS News (@CBSNews) January 10, 2019
ટ્વીટર પર લખ્યું છે, "દક્ષિણ આફ્રિકાની સડક પર તમે નિયમિત ટ્રાફિક જામ જોઈ શકો છો." વીડિયોમાં એક નહીં પણ ચાર-ચાર ડાલામથ્થા વટની સાતે સડક પર ચાલતા જઈ રહ્યા છે.
આ સડક દક્ષિણ આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કમાં આવેલી છે, જે તેની લાયન સફારી માટે પ્રખ્યાત છે.
વનના સાવજ જ્યારે શેરીમાં આવી જાય ત્યારે કેવો માહોલ ઉભો થઈ જાય? જરા કલ્પના કરી જૂઓ. શરીરમાંથી એક ક્ષણ માટે તો કંપારી છુટી જાય, નહીં કે!
જોકે, આપણે ત્યાં ગીરના જંગલની આજુબાજુમાં આવેલા ગામડાઓમાં મોડી રાત્રે સાવજ ધમધમાટ બોલાવતા હોય છે. ગુજરાતમાં પણ હવે અમરેલી, ગીર જંગલ, ધારી વગેરે વિસ્તારોમાં સાવજના વીડિયો આપણને અવારનવાર જોવા મળતા રહે છે.
અહીં, સડક પર જઈ રહેલા લોકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને તેમણે સાવજોનો વીડિયો ઉતારીની સોશિયલ મીડિયા પર મુકી દીધો છે. અત્યાર સુધી 10,000થી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે