ખુબ જ પોપ્યુલર એવા આ મોબાઈલ ફોન્સ છે જોખમી, છોડે છે સૌથી વધુ રેડિએશન, યાદી ચેક કરો

ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ ઝડપથી બહોળા પ્રમાણમાં વધી રહ્યું છે. અવારનવાર નવા ફોન લોન્ચ થઈ રહ્યાં છે.

ખુબ જ પોપ્યુલર એવા આ મોબાઈલ ફોન્સ છે જોખમી, છોડે છે સૌથી વધુ રેડિએશન, યાદી ચેક કરો

ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ ઝડપથી બહોળા પ્રમાણમાં વધી રહ્યું છે. અવારનવાર નવા ફોન લોન્ચ થઈ રહ્યાં છે. ઓછા બજેટવાળા સ્માર્ટફોન ખરીદતી વખતે યૂઝર્સ તેના ફીચર્સ અને હાર્ડવેરનું તો ધ્યાન આપે છે પરંતુ તેમાંથી નીકળતા રેડિએશનને ચેક કરવાનું તો ભાગ્યે જ કોઈ વિચારે છે. આ મુદ્દે અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે કે સ્માર્ટ ફોનથી નીકળતા રેડિએશન કેટલા ખતરનાક હોય છે અને તે અનેક બીમારીઓનું કારણ બની શકે છે. સારી વાત એ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ આ અંગે એક લિમિટ નક્કી કરી રાખી છે. રેડિએશન લેવલનો Specific Absorption Rate (SAR) ભારતમાં 1.6 W/kg રાખવામાં આવ્યો છે. જર્મન ફેડલર ઓફિસ ઓફ રેડિએશન પ્રોટેક્શને સૌથી વધુ રેડિએશન છોડતા સ્માર્ટફોનની એક યાદી જાહેર કરી છે. આવો જોઈએ કયા ફોન કેટલું રેડિએશન છોડે છે. 

Xiaomi MI A1

શાઓમીનો આ પોપ્યુલર સ્માર્ટફોન સૌથી વધુ રેડિએશનવાળી યાદીમાં ટોપ પર છે. જેનો SAR 1.75 W/kg છે. 

OnePlus 5T

વન પ્લસના અનેક સ્માર્ટફોન્સે આ યાદીમાં જગ્યા બનાવી છે. પરંતુ તેમા ટોપ પર One Plus 5T છે. તેનો  SAR 1.68 W/kg છે. 

Xiaomi Mi Max 3

શાઓમીનો Mi Max 3 સ્માર્ટ ફોન SAR 1.58 W/kg છે, ભારતીય લિમિટ  કરતા થોડુંક જ ઓછું છે. 

OnePlus 6T

ખુબ જ પોપ્યુલર આ ફોનમાંથી પણ મોટા પ્રમાણમાં રેડિએશન નીકળે છે. જેનો SAR 1.55 W/kg છે. 

HTC U12 Life
એચટીસીનો આ સ્માર્ટફોન પણ આ યાદીમાં છે જેનો SAR 1.48 W/kg છે. 

Xiaomi MI Mix 3

શાઓમીનો આ ફોન ખુબ જ પોપ્યુલર અને મોટી સ્ક્રિનવાળો છે. જેનો SAR 1.45 W/kg છે. 

Google Pixel 3 XL

બિગ સ્ક્રિન અને સારા ફિચર્સવાળી પિક્સલ સિરિઝ પણ રેડિએશન લિસ્ટમાં છે. પિક્સલ 3 એક્સએલનો SAR 1.39 W/kg છે. 

OnePlus 5

OnePlus 5 પણ આ યાદીમાં પાછળ નથી. તેનો એસએઆર પણ પિક્સલ 3 એક્સેલની જેમ 1.39 W/kg છે. 

iPhone 7

સ્માર્ટફોન જાયન્ટ એપલના ફોન પણ રેડિએશન વધુ છોડે છે તે આ યાદીમાં જોવા મળ્યું. આઈફોન 7 સૌથી ઉપર છે. જેનો SAR 1.38 W/kg છે. 

Sony Xperia XZ1 Compact

સોનીના સ્માર્ટફોન અનેક યૂઝર્સ ખુબ પસંદ કરે છે. Sony Xperia XZ1 Compactનો SAR 1.36 W/kg છે. 

HTC Desire 12/12+

HTC Desire 12/12+નું નામ આવે છે. જેનો SAR 1.34 W/kg છે. 

Google Pixel 3

પિક્સલ સીરિઝનો આ ખુબ જ પોપ્યુલર ફોન પણ ખુબ રેડિએશન છોડે છે. જેનો SAR 1.33 W/kg છે. 

OnePlus 6

OnePlus 6 પણ પોપ્યુલર અને સક્સેસફુલ ફોનમાંથી એક છે. જેનો  SAR 1.33 W/kg છે. 

iPhone 8

આઈઓએસ ડિવાઈઝની વાત કરીએ તો આઈફોન 8નો SAR 1.32 W/kg  છે. 

ZTE AXON 7 mini

આ સ્માર્ટફોનનો પણ SAR 1.29 W/kg છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news