સમગ્ર વિશ્વ ભારતનાં વિકાસનું સન્માન કરી રહ્યું છે: ઓમાનમાં PM મોદી

ખાડી દેશોની મુલાકાત પર ગયેલા વડાપ્રધાન મોદીએ રવિવારે સાંજે ઓમાનનાં સુલ્તાન કબૂસ સ્પોર્ટ કોમ્પલેક્સ ખાતે ભારતીય સમુદાયનું સંબોધન કર્યું હતું.

સમગ્ર વિશ્વ ભારતનાં વિકાસનું સન્માન કરી રહ્યું છે: ઓમાનમાં PM મોદી

મસ્કટ : પોતાનાં ખાડી દેશોની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ રવિવારે સાંજે ઓમાન ખાતે પહોંચ્યા હતા. રાજધાની મસ્કતમાં વડાપ્રધાનનું રાજકીય સન્માન કરવામાં આવ્યું. વડાપ્રધાને અહીં સુલ્તાન કબુસ સ્પોર્ટ કોમ્પલેક્સમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યું હતું. સ્પોર્ટ કોમ્પલેક્સમાં વડાપ્રધાને 34 હજાર ભારતીયોને સાથે સીધો સંવાદ કર્યો હતો.  એરપોર્ટથી વડાપ્રધાન સીધા હોટલ ગયા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવા માટે મોટા પ્રમાણમાં ભારતીય હાજર હતા.

વડાપ્રધાને લોકોને મળીને તેમનાં અભિનંદનનો સ્વિકાર કર્યો હતો. વડાપ્રધાનનાં સંબોધન પહેલા મંચ પર કલાકારોએ ભારતીય નૃત્ય અને સંગીતની પ્રસ્તુતી કરી હતી. વડાપ્રધાન કોમ્પલેક્સમાં પહોચ્યા બાદ ત્યાં હાજર રહેલા લોકોએ ભારત માતા કી જયનાં નારા સાથે સાથે મોદી મોદીનાં નારાઓ લગાવ્યા હતા. 

જે રીતે દુધમાં સાકર ભળી જાય અને દુધને મીઠુ બનાવી દે છે તે ગુણ અમારા ભારતીયોમાં છે. અમારા સંસ્કારમાં સાંકરનું તત્વ છે કે અમે આખા વિશ્વને જ અમારો પરિવાર માનીએ છીએ. સમય અનુસાર અમારી જાતને ઢાળીને પરંપરાઓનો આદર કરીએ છીએ. આ જ કારણ છે કે વિશ્વનાં નકશો ભલે ફરી ગયો હોય મોટા મોટા દેશો ધ્વસ્ત થઇ ગયા હોય પરંતુ ભારત આજે પણ ઝડપથી વિકાસની દોડ લગાવી રહ્યું છે. 

ન્યૂ ઇન્ડિયાનાં સંકલ્પમાં દરેક ભારતીય
રસ્તે ગમે તેટલો આકરો હોય અને પરિસ્થિતી ગમે તેટલી મુશ્કેલ હોય અમે તે લોકો છીએ જેમણે સંકટોમાંથી બહાર નિકળતા આવડે છે. આશા અને ઉમંગ સાથે બહાર નિકળવું અમારી રગોમાં છે. આજે દરેક ભારતીય ન્યૂ ઇન્ડિયાનો સંકલ્પ પુરો કરવા માટે મહેનત કરી રહ્યો છે. અમે એવા ભારતનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં ગરીબથી ગરીબ વ્યક્તિ પણ આગળ વધવાનું સપનું જોઇ શકે છે અને તેને સાકાર પણ કરી શકે છે. 

તે જ વ્યવસ્થાનાં પરિણામો મળી રહ્યા છે. 
મિનિમમ ગવમેન્ટ મેક્સિમમ ગવર્નન્સની દિશામાં કામ કરી રહ્યા છીએ. બિનજરૂરી કાયદાઓ હટાવાઇ રહ્યા છે. કામનાં બોઝને ઘટાડવામાં આવી રહ્યો છે. લોકોની ફરિયાદોને ગંભીરતાથી સાંભળવામાં આવે છે અને તેની પર કાર્યવાહી પણ કરવામાં આવી રહે છે. તે જ અધિકારીઓ અને બાબુઓ તે જ ઓફીસમાં બેઠેલા છે પરંતુ માહોલ હવે બદલાઇ ચુક્યો છે અને તેનાં પરિણામો પણ મળી રહ્યા છે. 

1450 કાયદાઓ રદ્દ કર્યા.
મોદીએ કહ્યું કે, વિશ્વની તમામ સરકારો જાહેરાતો કરતી હોય છે કે અમે નવા કાયદા બનાવ્યા નવી યોજનાઓ અમલમાં મુકી પરંતુ અમારી સરકાર બન્યા બાદ અમે 1450 કાયદાઓને રદ્દ કર્યા. સામાન્ય નાગરિક પર આ કાયદાઓ એક બોઝા હતા. આ બોઝાથી મુક્તિ અપાવવા માટે બેકાર કાયદાઓને રદ્દ કરી દેવાયા.

આયુષ્માન ભારત યોજના
આ વખતનાં બજેટે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષીત કર્યું છે. બજેટમાં આયુષ્યમાન યોજના માધ્યમથી 10 કરોડ ગરીબ પરિવારોને 40-50  કરોડ નાગરિક માયે આયુષ્યમાન યોજના ચાલુ કરવામાં આવી. હિન્દુસ્તાનનાં અખબારોએ તેને નવું નામ આપ્યું. આ યોજનાને મોદી કેરનું નામ આપ્યું. અમારા વિરોધ કરનારા લોકો પણ આ યોજનાનો વિરોધ નથી કરી રહ્યા. હવે તેઓ પણ કહી રહ્યા છે કે યોજના સારી છે, પરંતુ કરશો કઇ રીતે. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે જે એકવાર નક્કી કરે તો તે કામ કરીને જ દમ લે છે. 

હવાઇ ચપ્પલ વાળો પણ હવાઇ મુસાફરી કરે, ભારત માલા અને સાગર માલા પ્રોજેક્ટ લોન્ચ કરાયા
70 વર્ષની યાત્રામાં 450 હવાઇ જહાજ આવ્યા અને છેલ્લા એક વર્ષમાં 900 જહાજ ખરીદવાનાં સોદાઓ થયા. હવાઇ ચપ્પલ પહેરનાર વ્યક્તિ પણ હવાઇ મુસાફરી કરે આ તેમની સરકારનું સપનું છે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ 23 હજાર કિલોમીટર હાઇવે બનાવવાનું કામ ચાલુ કર્યું. 11 શહેરોમાં મેટ્રો રેલ પર કામ ચાલી રહ્યું છે. સમુદ્ર કિનારાને વિકસિત કરવા માટે સાગરમાલા યોજના ચાલુ કરવામાં આવી છે. માછીમારોને અત્યાધુનિક બોટ ખરીદવા માટે મદદ કરવામાં આવી રહી છે. 

વંદેમાતરમનાં નારાથી ભારતીય સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું
વડાપ્રધાને ઘણી ભાષાઓમાં હાજર લોકોનું અભિનંદન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે અમારા દેશની સંસ્કૃતી એટલી મોટી છે કે જો હું માત્ર નમસ્કાર જ અલગ અલગ ભાષાઓમાં બોલ્યા કરૂ તો કલાક જતો રહે. આ વિવિધતા અન્ય કોઇ દેશમાં જોવા નથી મળતી. વડાપ્રધાનનું સંબોધન ચાલુ થતા જ વાતાવરણમાં વંદે માતરમ અને ભારત માતા કી જયનાં નારા ગુંજવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે, આજે વિશ્વ ભારતને સન્માન આપી રહ્યું છે. આ સન્માન તેમનું નહી પરંતુ ભારતનાં વિકાસનું સન્માન છે. 

ખાડી દેશોનાં સંઘર્ષમાં નવી ઉર્જા
ભારત અને ઓમાન વચ્ચે સંબંધો સેંકડો અને હજારો વર્ષ જુના છે. 5 હજાર વર્ષ પહેલા પણ ગુજરાતથી લાકડાનાં જહાજો દ્વારા લોકો ઓમાન આવતા હતા. હજારો વર્ષોમાં વ્યવસ્થાઓ બદલી ગઇ. ભારતમાં ગુલામીનો કાલખંડ આવ્યો. પરંતુ બંન્ને દેશોની મિત્રતા અને વ્યાપરીક સંબંધો યથાવત્ત રહ્યા છે. તેમણે કહ્યું કે, ઓમાનનાં વિકાસમાં ભારતનાં રાષ્ટ્રદૂત એટલે કે ભારતવંશીઓની પણ મોટી ભાગીદારી રહી છે. તેમણે કહ્યું કે, સરકારની તરફથી માત્ર એક જ રાજદૂત હોય છે પરંતું અહીં તો દેશ તરફથી લાખો રાષ્ટ્રદૂત અહીં બેઠા છે. અમે એક નીતિ બનાવીને ખાડી દેશોની સાથે મિત્રતાને એક અલગ જ મકામ પર લઇ જઇ રહ્યા છીએ. ભારતની વધતી પ્રગતી અને શાખની સાથે સાથે ખાડી દેશોની ભારમતાંરૂચી સતત વધી રહી છે. 

યુએઇમાં વર્લ્ડ ગવર્નમેન્ટને સંબોધિત કરી
મસ્કત પહોંચતા પહેલા વડાપ્રધાન યુએઇમાં હતા. અહીં તેમણે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ (વિશ્વ શાસન શિખર સંમ્મેલન)નું સંબોધન કર્યું હતું. પોતાનાં ભાષણમાં તેમણે કહ્યું કે, જ્યારે તેઓ યુએઇ આવે છે તેમને પોતીકા પણુ લાગે છે. વિકાસ માટે ટેક્નોલોજીનો ઉપયોગ દુબઇ  એક ઉદાહરણ છે. અહીં ટેક્નોલોજીની મદદથી અનેક ચમત્કારો સર્જવામાં આવ્યા છે. પૃથ્વીમાં માનવાં વિકાસની યાત્રામાં દરેક નાના મોટા મકામ પર ટેક્નોલોજીને એક છાપ છે. આશરે 200 વર્ષ પહેલા વિશ્વની એક મિલિયન વસ્તીનું 94 ટકા હિસ્સો ગરીબીમાં રહેતો હતો. આજે વિશ્વની વસ્તીનાં માત્ર 9.5 ટકા લોકો જ ગરીબ છે. 

- હિન્દુસ્તાનનાં અખબારોએ આયુષ્યમાન ભારત યોજનાને મોદીકેરનું નામ આપ્યું છે. 
- બદલાઇ રહેલા ભારતમાં ગરીબોને હવે બેંકમાંથી ધૂત્કારવમાં નથી આવતા, ભારતમાં હવે સરકાર ઘરે આવીને ગેસ કનેક્શન આપી રહી છે. વિજળી કનેક્શન આપી રહી છે. 
- પ્રક્રિયાને સરળ બનાવવી, બિન જરૂરી કાયદાઓ ખતમ કરવા, સરકારી ઓફીસોમાં ચાલીસ પચાસ પેજનાં ફોર્મને ઘટાડીને 4-5 પેજનાં કરવા ઉપરાંત ઓનલાઇન ભરવાની વ્યવસ્થા કરવા અને લોકોની ફરિયાદો પર ગંભીરતાથી ધ્યાન આપવા ઉપરાંત કાર્ય નહી કરનાર પર કાર્યવાહી કરવા સહિતનાં કામ અમે સરકારી કલ્ચરમાં ઉમેર્યા.
-આજે દરેક ભારતીય ન્યૂ ઇન્ડિયાનાં સંકલ્પને પુરો કરવા માટે પોતાની તમામ તાકાત લગાવીને કામ કરી રહ્યો છે. 
- ભારતની પ્રગતીની સાથે સાથે ખાડી દેશોની ભારતમાં રૂચી દિન પ્રતિદિન વધી રહી છે.
- ભારત અને ઓમાન વચ્ચે સંબંધ સેંકડો અને હજારો વર્ષો જુનો છે. 
- હું તમામ લોકોને વિશ્વાસમાં લેવા માંગુ છું કે ભારત માટે જે સપનું તમે જોઇ રહ્યા છો તે તમામ હું પુરા કરીશ.
- જીએસટી એક નવી વ્યવસ્થા છે થોડી સમસ્યા શક્ય છે.
- અમે આવીને દેશની એવિએશન પોલીસી બનાવી.
- પહેલા લોકો પુછતા હતા કે કેટલા ગયા હવે પુછે છે કે મોદીજી કેટલા આવ્યા
- બિન જરૂરી તેવા 1400 કાયદાઓને નષ્ટ કરવામાં આવ્યા. 

 

Muscat

 

Modi

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news