ભારતીય મૂળની મહિલા પત્રકાર મેઘા રાજગોપાલનને મળ્યો પુલિત્ઝર પુરસ્કાર
ભારતીય મૂળની મહિલા પત્રકાર મેઘા રાજગોપાલનનું પુલિત્ઝર પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે. તેને વિશ્વભરના પત્રકાર જગતનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે.
Trending Photos
ન્યૂયોર્કઃ ભારતીય મૂળની મહિલા પત્રકાર મેઘા રાજગોપાલનનું પુલિત્ઝર પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે. તેને વિશ્વભરના પત્રકાર જગતનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે. મેઘાએ પોતાના રિપોર્ટસ દ્વારા ચીનના ડિટેન્શન કેમ્પોનું સત્ય દુનિયાની સામે રાખ્યું હતું. તેણે સેટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કરી જણાવ્યું કે, ચીને કઈ રીતે લાખોની સંખ્યામાં Uighurs મુસલમાનોને કેદ કરીને રાખ્યા છે.
મેઘાના પિતાએ પુત્રીને આપી શુભેચ્છા
મેઘા રાજગોપાલને પોતાના પિતાના શુભેચ્છા સંદેશને ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ મેસેજમાં તેમના પિતાએ મેઘાને પુલિત્ઝર પુરસ્કાર મળવા પર શુભેચ્છા આપી છે. તેમના પિતાએ લખ્યું કે, શુભેચ્છા મેઘા, મમ્મીએ મને હાલ આ સંદેશ ફોરવર્ડ કર્યો છે. પુલિત્ઝર પુરસ્કાર, ખુબ સુંદર, જેના જવાબમાં મેઘાએ થેંક્સ લખીને રિપ્લાઈ કર્યો છે.
નીલ બેદીને પણ પુલિત્ઝર પુરસ્કાર
મેઘાની સાથે ઇન્ટરનેટ મીડિયા બઝફીડ ન્યૂઝના બે પત્રકારોને પણ પુલિત્ઝર પુરસ્કાર મળ્યો છે. ભારતીય મૂળના પત્રકાર નીલ બેદીને સ્થાનીક રિપોર્ટિંગ કેટેગરીમાં પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેણે ફ્લોરિડામાં સરકારી અધિકારીઓના બાળકોને તસ્કરીને લઈને ટમ્પા બે ટાઇમ્સ માટે ઇનવેસ્ટીગેશન સ્ટોરી કરી હતી.
જોર્જ ફ્લોયડની હત્યાને રેકોર્ડ કરનારી યુવતીને પુલિત્ઝર
અમેરિકાની ડાર્નેલા ફ્રેજિયરને પુલિત્ઝર સ્પેશિયલ સાઇટેશન આપવામાં આવ્યો. તેણે મિનેસોટામાં તે ઘટનાને રેકોર્ડ કરી હતી જે દરમિયાન અશ્વેત-અમેરિકન જોર્જ ફ્લોઇડનો જીવ ગયો હતો. ત્યારબાદ અમેરિકા જ નહીં વિશ્વમાં રંગભેદ સામે ભારે વિરોધ શરૂ થયો હતો.
ક્યારે થઈ હતી પુલિત્ઝર પુરસ્કારની શરૂઆત
પત્રકારિતાના ક્ષેત્રમાં પુલિત્ઝર પુરસ્કાર સૌથી પહેલા 1917માં આપવામાં આવ્યો અને તેને અમેરિકામાં આ ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે. ત્યારથી દર વર્ષે પત્રકારત્વમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારનું આ પુરસ્કારથી સન્માન કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે