આ લેડી ડોક્ટરે જીત્યો Miss Pakistan Universal 2022 નો ખિતાબ, સુંદરતા જોઈ સો કોઈ ઘાયલ
આ સિવાય મિસ સના હયાત (Miss Sana Hayat)ને મિસ પાકિસ્તાન ગ્લોબલ (Miss Pakistan Global) અને નાદા ખાનને મિસિસ પાકિસ્તાન વર્લ્ડ (Mrs. Pakistan World)નો ખિતાબ મળ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: વિશ્વભરમાં ઘણી બધી મોડેલિંગ કોમ્પિટિશન અને ફેશન શો યોજાતા રહેતા હોય છે, જેમાં સહભાગીઓને તેમની પ્રતિભાના આધારે વિજેતા, પ્રથમ-રનર અપ, સેકન્ડ-રનર અપ જેવા એવોર્ડ મળે છે. એવામાં ઘણી એવી કોમ્પિટિશન પણ હોય છે, જેમાં લોકો એક એક લેવલ પાર કરીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જાય છે અને ત્યાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફેશન શો કે મૉડલિંગ સ્પર્ધાઓમાં પણ અલગ-અલગ કૅટેગરી પણ હોય છે. તાજેતરમાં જ એક મહિલા ડૉક્ટરે એક મોડેલિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાગ લીધા પછી જ્યારે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી ત્યારે તેણીને 'મિસ પાકિસ્તાન યુનિવર્સલ 2022' (Miss Pakistan Universal 2022) વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો. હવે કોણ છે આ મહિલા તબીબ, તેમના વિશે પણ જાણવા જેવું છે.
કોણ છે આ ડોક્ટર
મિસ પાકિસ્તાન યુનિવર્સલ 2022 (Miss Pakistan Universal 2022)નો ખિતાબ જીતનાર મહિલા ડૉક્ટરનું નામ ડૉ. શફાક અખ્તર (Dr. Shafaq Akhtar) છે, જે પાકિસ્તાનના લાહોરની રહેવાસી છે. તેણીએ કેનેડામાં આયોજિત એક વર્ચ્યુઅલ બ્યૂટી પેજેંટમાં મિસ પાકિસ્તાન યુનિવર્સલ 2022 નો ખિતાબ જીત્યો હતો.
આ સિવાય મિસ સના હયાત (Miss Sana Hayat)ને મિસ પાકિસ્તાન ગ્લોબલ (Miss Pakistan Global) અને નાદા ખાનને મિસિસ પાકિસ્તાન વર્લ્ડ (Mrs. Pakistan World)નો ખિતાબ મળ્યો હતો.
આ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવા માટે લાહોરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેકને તાજ અને ઇનામ આપવામાં આવ્યા હતા.
ખૂબ જ સ્ટાઇલિશ છે ડૉ. શફાક અખ્તર
ડૉ. શફાક અખ્તર ઈન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ નથી. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 3000 ફોલોઅર્સ છે. પરંતુ તેણે જે ફોટો શેર કર્યા છે તે જોઈને લાગે છે કે તે એકદમ સ્ટાઇલિશ છે. ડ્યુટી ટાઈમ પછી તેને ફરવાનું અને ફોટો પડાવવાનું પસંદ છે. તેણે હોસ્પિટલની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે.
બ્યુટી ક્વીન બનવું એ સન્માનની વાત છેઃ ડૉ શફાક
વિજેતાને તાજ પહેરાવ્યા બાદ ડૉ. શફાકે જણાવ્યું હતું કે, 2022ની બ્યુટી ક્વીન બનવું તેના માટે સન્માનની વાત છે. ભવિષ્યમાં હું ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈશ અને મારા દેશને ગૌરવ અપાવવાનો પ્રયાસ કરીશ. મારી આ સફળતાએ મારો આત્મવિશ્વાસ વધાર્યો છે અને મને આશા છે કે ભવિષ્યમાં પણ મને આવી જ સફળતા મળતી રહેશે.
ટ્રાન્સ બ્યુટી ક્વીન બની શાયરા રાય
આ સ્પર્ધામાં શાયરા રાયને મિસ ટ્રાન્સ બ્યુટી ક્વીન (Shaira Rai, Miss Trans Beauty Queen) નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તે પાકિસ્તાનની પ્રથમ મિસ ટ્રાન્સ બ્યુટી ક્વીન બની હતી. તે સિંગર અને એક્ટિંગ પણ કરે છે. તેણીના જણાવ્યા મુજબ, તેણીએ દુબઈમાં અભ્યાસ કર્યો હતો અને ક્યારેક ક્યારેક પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે