બાળકના મોઢામાં 'બ્રહ્માંડ' જોઈને માતાનો જીવ અદ્ધર થઈ ગયો, સચ્ચાઈ સામે આવી તો શરમથી લાલ થઈ
ઈંગ્લનેડના એસેક્સમાં રહેતી એક 24 વર્ષની મહિલાએ જ્યારે તેના બાળકના મોઢાના તાળવામાં કાણું જોયું તો ગભરાઈ ગઈ. તરત જ બાળકને લઈને હોસ્પિટલ પહોંચી પરંતુ ત્યાં જે હકીકત સામે આવી તે જોઈને તે શરમથી પાણી પાણી થઈ ગઈ. વાત જાણે એમ છે કે બેકી સ્ટાઈલ્સ પોતાના 10 મહિનાના પુત્ર હાર્વેનું ડાયપર બદલી રહી હતી. ત્યારે તેણે જોયું તે હાર્વેના મોઢાની અંતર તાળવામાં કઈંક છે. તેણે નજીકથી જોયું તો તેને તે કાણા જેવું લાગ્યું.
Trending Photos
લંડન: ઈંગ્લનેડના એસેક્સમાં રહેતી એક 24 વર્ષની મહિલાએ જ્યારે તેના બાળકના મોઢાના તાળવામાં કાણું જોયું તો ગભરાઈ ગઈ. તરત જ બાળકને લઈને હોસ્પિટલ પહોંચી પરંતુ ત્યાં જે હકીકત સામે આવી તે જોઈને તે શરમથી પાણી પાણી થઈ ગઈ. વાત જાણે એમ છે કે બેકી સ્ટાઈલ્સ પોતાના 10 મહિનાના પુત્ર હાર્વેનું ડાયપર બદલી રહી હતી. ત્યારે તેણે જોયું તે હાર્વેના મોઢાની અંતર તાળવામાં કઈંક છે. તેણે નજીકથી જોયું તો તેને તે કાણા જેવું લાગ્યું.
મોઢાને અડતા બાળક રડવા લાગ્યું
ધ સનમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ બાળકના મોઢામાં કાણું જોઈને મહિલા ગભરાઈ ગઈ. તેને સમજ નહતી પડતી કે તે શું કરે. જ્યારે બેકીએ હાર્વેનું મોઢું અડવાની કોશિશ કરી તો તે રડવા લાગ્યો. ત્યારબાદ તેનો જીવ અદ્ધર થઈ ગયો. તે હાર્વેના પિતાને બોલાવીને લાવી અને બંનેએ ટોર્ચની મદદથી જોવાનો પ્રયત્ન કર્યો. પણ તેમને કશું સમજમાં આવ્યું નહીં.
નર્સે જણાવી સચ્ચાઈ
બેકી સ્ટાઈલ્સે કહ્યું કે તેમના દિમાગમાં પહેલો ખ્યાલ માતાને ફોન કરવાનો આવ્યો. પરંતુ હાર્વેના પિતાએ કહ્યું કે આપણે તરત જ હોસ્પિટલ જવું જોઈએ. હોસ્પિટલ પહોંચીને જ્યારે અમે નર્સને આ વાત જણાવી તો તે પણ થોડા સમય માટે ગભરાઈ ગઈ પણ જ્યારે તેણે ધ્યાનથી હાર્વના મોઢાની અંદર જોયું તો બધુ સ્પષ્ટ થઈ ગયું. વાત જાણે એમ છે કે નર્સે જ્યારે ચેકઅપ કર્યું તો જોવા મળ્યું કે જેને બેકી કાણું સમજતી હતી તે હકીકતમાં તો એક સ્ટિકર હતું. ત્યારબાદ નર્સે પોતાની એક આંગળી બાળકના મોઢામાં નાખી અને સ્ટિકર બહાર કાઢ્યું.
નર્સે જેવું સ્ટિકર બહાર કાઢ્યું કે બધાના ચહેરા પર હાસ્ય આવી ગયું. જો કે બેકીને તો શરમ પણ આવી ગઈ કે એક સ્ટિકરના કારણે તે કેટલી ગભરાઈ ગઈ. બેકી સ્ટાઈલ્સે કહ્યું કે નિશ્ચિતપણે આ એક રાહતની વાત છે કે જેને આપણે કાણું સમજી રહ્યા હતા તે સ્ટિકર હતું. હવે મને લાગે છે કે જો અમે સારી રીતે જાતે ચેકઅપ કર્યું હોત તો કદાચ પહેલા જ ખબર પડી જાત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે