પોલીસ અને ચીકલીગર ગેંગ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા, PSI નો ચમત્કારિક, 5ની ધરપકડ

આ ટોળકી પાસેથી મરચાની ભૂકીના પડીકા, છરા, ટોર્ચ, કાતરનું પાનું, મેન્ટલના પથ્થરો, લોખંડ અને સ્ટીલના સ્પેરપાર્ટસ તેમજ બોલેરો ગાડી મળી 2.70 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

Trending Photos

પોલીસ અને ચીકલીગર ગેંગ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા, PSI નો ચમત્કારિક, 5ની ધરપકડ

ચેતન પટેલ, સુરત: ઘરફોડ ચોરી અને વાહનચોરીમાં સંડોવાયેલા કુખ્યાત ચીકલીગર ગેંગ (Chikaligar Gang) ના સાગરિતો સણીયા કણદે ગામમાં ખેતરોમાં આવેલા ફાર્મહાઉસમાં લૂંટ (Robbery) ના ઈરાદે ઘાતક હથિયારો લઈ ફરી રહ્યા હોવાની ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી. જેના આધારે સ્ટાફના માણસો સણીયા કણદેગામે રોડ પર વોચમાં ગોઠવાય ગયા હતા. દરમિયાન રસ્તામાં બોલેરો પીકઅપવાનને સ્ટાફે અટકાવી હતી. અને પકડવા જતા પોલીસ પર કાર ચઢાવી મારી નાંખવાની કોશિશ કરી હતી.

સુરત (Surat) અને સુરતના આજુબાજુ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચીકલીગર ગેંગ (Chikaligar Gang) સક્રિય હતી. તેવામાં સુરતના છેવાડા વિસ્તારમાં ચોરી કરતી હતી. આ ગેંગ ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) પોલીસને માહિતી મળી હતી કે સુરત અને આજુ બાજુના વિસ્તારમાં ચોરી કરતી ગેંગ ચીકલીગર ગેંગ (Chikaligar Gang) ફરી એક વખત ઓલપાડ નજીક ચોરી કરવા આવી રહી છે. 

તે માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની ટિમ વોચ ગોઠવી હતી ત્યારે એક ચીકલીગર ગેંગ ચોરી કરેલી પીકઅપ વાન લઈને આવતા પોલીસે (Police) કારણે રોકી હતી. ત્યારે પિકપ વાન ચાલકે રીવર્સ લઈ ભાગવાની કોશિશ કરી. જેમાં પોલીસની એક ર્સ્કોપિયોને ટક્કર મારી હતી. બાદમાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ (PSI) વાળા પર ગાડી ચઢવાની કોશિશ કરી હતી. એટલું જ નહિ ડીસીબીના પીએસઆઈ અને પોલીસકર્મીને કાર ચઢાવી ઉડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. સદ્નસીબે પીએસઆઈ અને પોલીસકર્મીનો ચમત્કારિક બચાવ થયો હતો

આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) પોલીસ અને ચીકલીગર ગેંગ વચ્ચે 15, 20 મિનિટ આ ફિલ્મી દ્વશ્યો સર્જાય હતા. બાદમાં પોલીસે મથામણ કરી આ ટોળકીના 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા. બાદમાં આ ટોળકી પાસેથી મરચાની ભૂકીના પડીકા, છરા, ટોર્ચ, કાતરનું પાનું, મેન્ટલના પથ્થરો, લોખંડ અને સ્ટીલના સ્પેરપાર્ટસ તેમજ બોલેરો ગાડી મળી 2.70 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ક્રાઇમબ્રાંચે જાતે ફરિયાદી બની ટોળકી સામે હત્યાની કોશિશ અને લૂંટ-ઘાડ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અને 5 રીઢાચોરોને પકડી પાડી ધરપકડની વધુ કાર્યવાહી હાથધરી છે.

આ ટોળકી જે છે જે વિસ્તારમાં ચોરી કરવાના હોય તે વિસ્તારના આજુબાજુથી જ કોઈ ફોર વ્હીલ ગાડી ચોરી કરીને તેમાં ધાડ પાડવા જતા હતા અને જો કોઈ પોલીસ આવે કે કોઈ ધરનો વ્યક્તિ ધાડ વખતે સામનો કરે તો તેમના ઉપર એસોડ કરતા હતા આમ આમની પૂછપરછમાં સુરત અને સુરત જિલ્લાના ગુનાઓના ભેદ ઉકેલાયા છે.

આરોપીઓ નામ...
અજયસીંગ ઉર્ફે મામુ ભુરાસીંગ ચીકલીગર(23)
આઝાદસીંગ ઉર્ફે ધનરી ચીકલીગર(30)
અમૃત સીંગ ઉર્ફે અન્ના ચીકલીગર(23)
રોહીતસીંગ રાજુસીંગ ચીકલીગર(19)
હરજીતસીંગ અજીતસીંગ ચીકલીગર(30) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news