ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોમાં રામકથા સંસ્થાનને સમર્પિત કરી

પૂજ્ય મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં નવ-દિવસીય આધ્યાત્મિક અને અને ઐતિહાસિક રામકથાનું આયોજન કર્યું હતું, જે કોઇપણ આધ્યાત્મિક ગુરૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. આ આયોજન 27 જુલાઇથી 4 ઓગસ્ટ, 2024 દરમિયાન કરાયું હતું.

ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોમાં રામકથા સંસ્થાનને સમર્પિત કરી

પરમ પૂજ્ય મોરારી બાપૂએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રવચન સમાપ્ત કર્યાં બાદ તેઓ યુએનની જનરલ એસેમ્બલી ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો.

ॐ सर्वे भवन्तु सुखिनः । सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु । मा कश्चित् दुःख भाग्भवेत् ॥

(ઓમ,બધાં સુખી રહે,બધાં માંદગીથી મુક્ત રહે. દરેકનું જીવન સુખી રહે, કોઈને તકલીફ ન પડે.)

હિંદુ વૈદિક સનાતન ધર્મના માર્ગદર્શક સિદ્ધાંત વસુધૈવ કુટુમ્બકમને તેમના પ્રવચનનું નામ આપ્યું હતું, જ્યારબાદ તેમણે જય સિયા રામનું પવિત્ર અભિવાદન કર્યું હતું. વસુધૈવ કુટુમ્બકમ એક સંસ્કૃત વાક્ય છે, જે હિંદુ પવિત્ર ગ્રંથ મહા ઉપનિષદમાં જોવા મળે છે અને તેનો અર્થ વિશ્વ એક પરિવાર છે.

પૂજ્ય મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં નવ-દિવસીય આધ્યાત્મિક અને અને ઐતિહાસિક રામકથાનું આયોજન કર્યું હતું, જે કોઇપણ આધ્યાત્મિક ગુરૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. આ આયોજન 27 જુલાઇથી 4 ઓગસ્ટ, 2024 દરમિયાન કરાયું હતું.

હિંદુ આધ્યાત્મિક ગુરૂએ કહ્યું હતું કે આ પ્રવચનના મુખ્ય પાંચ તત્વો હતાં – આકાશ, જળ, પૃથ્વી, વાયુ અને અગ્નિ.

આ સપ્તાહ દરમિયાન પૂજ્ય બાપૂએ સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ અમીના જે. મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી, જેમણે કહ્યું કે, અગાઉ તમે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની પરિક્રમા કરી હતી અને હવે તમે મુખ્યાલયના કેન્દ્રમાં છો. તેમણે કહ્યું કે આ આયોજને 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ  ગોલને સાકાર કરવાના પ્રયાસોને બળ આપ્યું છે. પૂજ્ય મોરારી બાપૂએ તેમને કહ્યું હતું કે, તેમની વ્યાસપીઠ હંમેશા વિશ્વ શાંતિ, વિશ્વ પ્રગતિ અને વિશ્વ સુખ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાર્યક્રમની સાથે રહેશે.

ઘણાં વર્ષો પહેલાં બાપૂએ યુએનના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે હંમેશા ભારપૂર્વક કહ્યું છે કે વિશ્વના નેતાઓએ સ્વાર્થ છોડીને ઇઝરાયલ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની સમાપ્તિ માટે પ્રયાસો કરવા જોઇએ.

આ પહેલાં 30 જુલાઈના રોજ ઘણા મહાનુભાવોએ પ્રવચનમાં હાજરી આપી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય બાબતોના કમીશનર એડવર્ડ મર્મેલસ્ટીન, એનવાયસી મેયર ઓફિસના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમીશનર દિલિપ ચૌહાણ તથા ડેપ્યુટી કમિશનર અને ચીફ ઓફ સ્ટાફ આઈસાટા કામરા સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. એનવાયસી મેયર ઓફિસે પણ મોરારી બાપુની વ્યાસપીઠને સર્વોચ્ચ સન્માન આપ્યું.

ન્યુ યોર્કમાં કાઉન્સલ જનરલ ઓફ ઇન્ડિયા બિનાયા શ્રીકાંત પ્રધાન અને યુએન ખાતે પર્મેનન્ટ મીશન ઓફ ઇન્ડિયા ખાતે કાઉન્સેલર અને હેડ ઓફ ચારન્સી સુરેન્દ્ર કે. અધાના પણ અતિથિ હતાં. આધ્યાત્મિક ગુરૂપના ઉપદેશો સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ(એસડીજી)સાથે જોડાયેલા છે, જે વિશેષ કરીને શાંતિ,પર્યાવરણીય ટકાઉપણું અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા ઉપર કેન્દ્રિત છે.પૂજ્ય બાપૂએ રામચરિત માનસના ઉદાહરણો ટાંક્યા હતાં.

કથાના સમાપનના દિવસે પૂજ્ય મોરારી બાપુએ રામ રાજ્ય અથવા આદર્શ રાજા પ્રભુ રામના શાસનની વિશેષતાઓ અને તે પણ કેવી રીતે સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતો સાથે મેળ ખાતી જીવન સંહિતાનું ઉદાહરણ આપ્યું હતું.

Disclaimer- This article is part of IndiaDotCom Pvt Ltd’s Consumer Connect Initiative, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility, liability or claims for any errors or omissions in the content of the article. The IDPL Editorial team is not responsible for this content.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news