morari bapu

Rajula: રામકથા દરમિયાન મોરારી બાપુએ કોરોના મહામારીમાં 1 કરોડનાં દાનની જાહેરાત કરી

હાલમાં કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. તેવામાં ગુજરાતમાં પણ સ્થિતી ખુબ જ વિપરિત બની છે. તેવામાં કથાકાર મોરારી બાપુની કથા હાલ અમરેલી ખાતે ચાલી રહી છે. આ કથા દરમિયાન મોરારી બાપુએ મોટી જાહેરાત કરી છે. તેમણે મહુવાનાં તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા થઇ રહી છે. 

Apr 23, 2021, 04:13 PM IST

કથાકાર મોરારીબાપુએ કોરોના વેક્સીનનો લીધો બીજો ડોઝ

દેશભરમાં વેક્સીનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે કથાકાર મોરારીબાપુ (morari bapu) એ આજે તલગાજરડા પ્રાઈમરી હેલ્થ સેન્ટર પર જઈ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. 

Apr 13, 2021, 11:37 AM IST

કથાકાર મોરારીબાપુએ લીધી કોરોના વેક્સીન

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતની અનેક હસ્તીઓ વેક્સીન લઈ ચૂકી છે
  • ગુજરાતની દિગ્ગજ હસ્તીઓ હવે વેક્સીન લઈને લોકોને કોરોનાથી બચવાની અપીલ કરી રહ્યાં છે 

Mar 9, 2021, 03:29 PM IST

11 વર્ષની આ સુરતી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી તે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે

  • સુરતની માત્ર 11 વર્ષીય આ નાનકડી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી છે તે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે
  • ભાવિકા અત્યાર સુધી 4 જેટલી રામકથા કરીને રામ મંદિર માટે 50 લાખ જેટલા રૂપિયા એકઠા કરી ચૂકી છે

Feb 12, 2021, 08:03 AM IST

ઉત્તરાખંડ જલપ્રલયના મૃતકોને મોરારિબાપુ તરફથી સહાયની જાહેરાત

શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા તરફથી હનુમાનજીની સાંત્વના રૂપે આ રાશી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવશે.

Feb 8, 2021, 02:07 PM IST

શ્રીમદ ભાગવત કથાનાં ઉદ્ગમ સ્થાન શુકતીર્થ ખાતે મોરારી બાપુ કરશે કથા ગાન

 "શુક્રતાલ" તરીકે ઓળખાતાં આ સ્થાનને યોગી આદિત્યનાથજીની સરકારે, સાધુ-સંતો અને જનસમૂહની  વર્ષો જૂની લાગણી અને માગણીને ધ્યાનમાં લઈને આ સ્થાનનું નામ શુક્રતાલમાંથી બદલીને "શુકતીર્થ" કર્યું છે.

Dec 16, 2020, 03:13 PM IST

યુનો ડોંગરેજી મહારાજના નામે એકાદ નક્ષત્રને નામ આપે - મોરારીબાપુ

ડોંગરેજી મહારાજ વિશે જણાવતા બાપુએ કહ્યું કે બાપા વિશે શું કહેવું? ગામડાઓમાં થતી પાટલા પારાયણની કથાઓની સફળતા અને સાદગીથી દેશ અન દુનિયામાં પ્રચાર-પ્રસાર કરી કથાના મેદાનમાં લાવ્યાં એ સત્યને ઠુકરાવી ન શકાય. 50-55 વર્ષ પહેલાંના અનુભવ કહેતા બાપુએ જણાવ્યું કે ત્રણ કથાઓ થઇ મહુવામાં અને એ કથા કહેતા હુ શ્રોતા બની એની નોંધ-નોટ કરતો. પ્રિન્સિપાલ મહેતા સાહેબ પણ નિયમિત સાંભળવા આવતાં હતા.

Dec 7, 2020, 05:15 PM IST

હિમાલયની પહાડીઓ વચ્ચે મોરારીબાપુની 850મી રામકથા યોજાઈ, ભક્તો ઓનલાઈન જોડાયા

  • મોરારીબાપુ તેમની 850મી રામકથા હિમાલયની ગોદમાં આવેલ મસૂરીમાં કરી રહ્યાં છે.
  • મસૂરી પહાડી ઉપર વહેતી માનસગંગાના સાતમા દિવસે વાલ્મિકી આશ્રમ વિશે બાપુએ જણાવ્યું હતું કે, સાક્ષાત વેદ જેવો ગ્રંથ જ્યાં અવતર્યો હોય એ આશ્રમ ભૂમિની પોતાની પણ કોઇ વિશેષતા રહી હશે.

Nov 8, 2020, 09:03 AM IST

મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું

ભાવનગરના મહુવા ચાલી રહેલ મોરારી બાપુની ઓનલાઇન કથામાં શ્રોતાઓ દ્વારા રામ મંદિર નિર્માણમાં 16 કરોડ 80 લાખનું અનુદાન આવ્યું છે. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી રામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેરાત બાદ શ્રોતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. વિદેશમાં વસતા શ્રોતાઓએ રામ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું છે. વિદેશમાં વસતા ગુજરાતીઓએ રામ મંદિર નિર્માણ માટે અનુદાન કર્યું છે. મોરારીબાપુની ચાલી રહેલ કથામાં આજ સાંજ સુધીમાં રામ મંદિર નિર્માણમાં હજી દાનનો આંકડો વધી શકે છે. 

Aug 1, 2020, 04:12 PM IST

સીએમને મળ્યા બાદ સાધુ સમાજની માગ, પબુભાને ભાજપમાં કોઈ સ્થાન ન મળે, તેઓ મોરારિ બાપુની માફી માગે

દ્વારકામાં કથાકાર મોરારિ બાપુ પર થયેલા હુમલાના પ્રયાસમાં સાધુ સમાજે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે સાધુ સંતોના રક્ષણ બાબતે કાયદો લાવવાની પણ માગ કરી હતી. 

Jun 29, 2020, 04:27 PM IST
A non-political meeting was held in Junagadh in support of Morari Bapu PT2M14S

સુરતના સાધુ સમાજે કહ્યું, પબુભા મોરારીબાપુની માફી માંગે, નહિ તો તેમની વિરુદ્ધ પ્રદર્શન કરીશું

કથાકાર મોરારી બાપુ પર દ્વારકા મંદિરમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાના પ્રયાસ અંગે રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ દક્ષિણ ગુજરાત દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમજ પબુભા માણેક મોરારીબાપુ સામે માફી માંગ કરવામાં આવી છે. સાથે સાધુ સમાજે જણાવ્યું છે કે, જો પબુભા માફી નહીં માંગે તો આવનાર દિવસોમાં તેની વિરુદ્ધ સાધુ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે.

Jun 20, 2020, 12:20 PM IST

પબુભાના હુમલા બાદ મોરારીબાપુની પ્રતિક્રિયા, ‘હું માફી માગનારો અને આપનારો છું, મારા તરફથી વિવાદનો અંત થાય છે’

દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક (pabubha manek) દ્વારા મોરારીબાપુ પર કરાયેલા હુમલાની ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. અનેક લોકોએ આ ઘટનાને વખોડી છે. દ્વારકામાં થયેલા મોરારીબાપુ સાથે દુર્વ્યવહારને લઈ મોરારીબાપુનું નિવેદન સામે આવ્યું છે. મોરારીબાપુ (morari bapu) ના સમર્થનમાં આજે સમગ્ર તલગાજરડા સજ્જડ રીતે બંધ રહ્યું હતું. આવામાં  મોરારી બાપુએ તમામ લોકોને શાંતિની અપીલ કરી હતી. મોરારીબાપુએ કહ્યું કે, 

Jun 19, 2020, 03:47 PM IST

મોરારીબાપુ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત, આહિર સમાજે પબુભાને માફી માંગવા કહ્યું, નહિ તો....

દ્વારકાના વિવાદાસ્પદ ધારાસભ્ય પબુભા માણેકનો કથાકાર મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાને પગલે જામનગરમાં આહિર સમાજની તાકિદની બેઠક બોલાવાઈ હતી. જેના બાદ નિર્ણય લેવાયો કે, આહિર સમાજ દ્વારા આવતીકાલે દ્વારકામા પબુભા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે. જામનગર-દ્વારકા આહિર સમાજે ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. સમગ્ર ઘટનાને લઇને હાલારનો આહિર સમાજ લાલઘૂમ બન્યો છે. 15 દિવસમા મોરારીબાપુ અને આહિર સમાજની માફી માંગવા આહિર સમાજે માંગ કરી છે. આવતીકાલે આહિર સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપશે. તેમજ પબુભા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર આહિર સમાજમાં ભારે આક્રોશ અને આહિર સમાજ લાલઘુમ જોવા મળ્યો. હાલારના આહિર સમાજની તાકિદની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 

Jun 19, 2020, 02:44 PM IST

દ્વારકામા મોરારી બાપુ પર પૂર્વ MLA દ્વારા હુમલાના પ્રયાસને મુખ્યમંત્રીએ વખોડ્યો

પ્રખ્યાત રામકથાકાર અને સંત તેવા મોરારી બાપુ દ્વારા કૃષ્ણ ભગવાન અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ ભારે વિવાદ થયો હતો. આહિર, ભરવાડ અને રબારી સમાજ સહિત સમગ્ર હિંદુ સમાજનાં આરાધ્ય તેવા દેવ વિશે ટિપ્પણી કરવાને કારણે થયેલા વિવાદનું શમન કરવા માટે મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતા.

Jun 19, 2020, 12:12 AM IST
Morari Bapu's Speech In The Midst Of This Epidemic Of Corona PT4M10S