610 વર્ષ જૂની મસ્જિદના કરાયા ત્રણ ટૂકડા, પછી શું થયું?.... જૂઓ ટેક્નોલોજીની કમાલ

પૂરના કારણે 610 વર્ષ જૂની આ મસ્જિદને નુકસાન પહોંચે એવી સંભાવના હતી, હવે તેને 300 પૈડાંનાં રોબોટ મશીનની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવી હતી

610 વર્ષ જૂની મસ્જિદના કરાયા ત્રણ ટૂકડા, પછી શું થયું?.... જૂઓ ટેક્નોલોજીની કમાલ

નવી દિલ્હીઃ એક 610 વર્ષ જૂની મસ્જિદના ત્રણ ટૂકડા કર્યા બાદ તેને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. વાંચીને તમને થોડું આશ્ચર્ય જરૂર તશે, પરંતુ તુર્કીના શહેરમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી એક પ્રાચિન ઈમારતને સલામત સ્થળે ખસેડવાનું મહાઅભિયાન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. 

(ફોટો સાભાર@Twitter)

આ મસ્જિદનું વજન લગભગ 2,500 ટન (અંદાજે 23 લાખ કિલો) હતું. આટલી મોટી વજનદાર મસ્જિદને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા માટે કોઈ ટ્રેલર કે રેલગાડી નહીં પરંતુ 300 પૈડાં ધરાવતી એક રોબોટ ગાડીનો ઉપયોગ કરાયો હતો. જૂઓ કેવી રીતે પાર પાડવામાં આવ્યું આખું અભિયાન. 

— ÓDúláinne........〽 (@ODulainne) December 24, 2018

તુર્કિસ્તાનના એક પ્રાચીન શહેર હસનકેફમાં ઈયુબી મસ્જિદ (Eyyubi Mosque) આવેલી હતી. આ મસ્જિદની નજીકમાં જ તુર્કિસ્તાનનો સૌથી મોટા ડેમ ઈલીસુનું નિર્માણકાર્ય હાથ ધરાયું હતું. આ કારણે મસ્જિદને અહીં ખસેડવી અનિવાર્ય બની ગયું હતું. આથી આ મસ્જિદને ત્યાંથી ખસેડીને હનસકેફ શહેરના જ ન્યૂ કલ્ચર પાર્ક ફીલ્ડમાં લઈ જવાઈ હતી. 

(ફોટો સાભાર@Twitter)

સ્થાનિક સમાચાર પત્ર હરિયત ડેઈલી ન્યૂઝના અનુસાર સત્તાધીશોનું માનવું હતું કે, હસનકેફ શહેરની બહાર ડેમ બનવાને કારણે આ વિસ્તારમાં પૂર આવવાની સંભાવના વધી ગઈ હતી. જેના કારણે આ આખું શહેર ડૂબી જાય એમ હતું. આ મસ્જિદ ઉપરાંત અહીં ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના પ્રાર્થનાસ્થળના અનેક અવશેષો ધરાવતી 6,000 જેટલી ગુફાઓ પણ આવેલી છે. 

— Mehmet Sait (محمد سعيد) ÇELİK (@M_SaitCelik) December 23, 2018

15મી શતાબ્દીની આ મસ્જિદના એક, બે નહીં પરંતુ ત્રણ ભાગ પાડવામાં આવ્યા હતા. જેમાંથી બે ભાગને અગાઉ સ્થાનાંતરિત કરાયા હતા, જેનું કુલ વજન 4,600 ટન હતું. 

(ફોટો સાભાર@Twitter)

વર્ષ 2017માં આ મસ્જિદ માટે એક નવી સુરક્ષિત જગ્યા બનાવવામાં આવી હતી. અહીં સૌથી પહેલા આ મસ્જિદના ગુંબજનો ભાગ પહોંચાડી દેવાયો હતો. આ ગુંબજનું નામ Zenyel Bey Shrine છે. 

— Wondermondo (@Wondermondo) May 14, 2017

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news