મોટા મિશન માટે નાસાનું રોવર VIPER તૈયાર, ચંદ્ર પર બરફ, પાણીની શોધની સાથે વાતાવરણની જાણકારી એકઠી કરશે

અમેરિકાની પ્રખ્યાત અંતરિક્ષ એજન્સી (NASA)એ પોતાના વાઈપર રોવરને લઈને એક મોટી જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે રોવર ચંદ્ર પર કઈ વસ્તુની શોધ કરશે.

 મોટા મિશન માટે નાસાનું રોવર VIPER તૈયાર, ચંદ્ર પર બરફ, પાણીની શોધની સાથે વાતાવરણની જાણકારી એકઠી કરશે

ન્યૂયોર્કઃ અમેરિકાની જાણીતી અંતરિક્ષ એજન્સી નાસા (NASA)એ જાહેરાત કરી કે તેનું પહેલું મોબાઈલ રોબોટ વાઈપર (Volatiles Investigating Polar Exploration Rover) રોવર 2023માં ચંદ્ર પર જશે. રોવર ત્યાં બરફ, પાણી અને અન્ય સંસાધનો વિશે માહિતી એકત્ર કરશે. સાથે જ ચંદ્રની સપાટી નીચે તપાસ કરશે.

દક્ષિણ ધ્રુવ પર કયા સંસાધનો છે તેની કરશે તપાસ:
આર્ટિમિસ (Artemis Programme)ના ભાગરૂપે વાઈપરમાં એકત્રિત કરવામાં આવેલ ડેટાની તપાસ કરીને વૈજ્ઞાનિક એ માહિતી મેળવશે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કયા સંસાધન છે. અહીંયા જાણકારી મેળવવી એટલા માટે દિલચશ્પ માનવામાં આવે છે. કેમ કે ઉત્તરી ધ્રુવની સરખામણીએ તેનો એક મોટો ભાગ અંધારામાં છે.

રોવરના ડેટાથી પ્રોગ્રામને મદદ મળશે:
આર્ટિમિસ પ્રોગ્રામ અંતર્ગત નાસા વર્ષ 2024માં પહેલી મહિલા અને એક પુરુષને ચંદ્ર પર મોકલશે. પરંતુ તેની પહેલાં 2023માં વાઈપરને લોન્ચ કરવામાં આવશે. નાસા તરફથી તેને લઈને શુક્રવારે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રોવરના ડેટાથી જ આર્ટિમિસ પ્રોગ્રામમાં મદદ મળશે.

દક્ષિણ ધ્રુવ પર રહેલા બરફની માહિતી મેળવવામાં આવશે:
અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલ મુખ્યાલયમાં નાસાના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના નિર્દેશક લોરી ગ્લેઝે કહ્યું કે વાઈપરથી મેળવેલા ડેટાથી વૈજ્ઞાનિકોને ચંદ્રની તે જગ્યાની માહિતી મળશે, જ્યાં બરફની હાજરી છે. તે ડેટાનું વિશ્લેષણ કરીને દક્ષિણ ધ્રુવના વાતાવરણ અને સંસાધનોની માહિતી મેળવશે. જેનાથી આર્ટિમિસ મિશનની તૈયારી કરવામાં આવશે.

રોબોટિક સાયન્સ મિશન-માનવ સંશોધન સાથે ચાલશે:
ગ્લેઝે કહ્યું કે આ એક બીજું ઉદાહરણ છે કે કેવી રીતે રોબોટિક સાયન્સ મિશન અને માનવ સંશોધન સાથે-સાથે ચાલે છે. અને તે જરૂરી છે. કેમ કે અમે ચંદ્ર પર સ્થાયી હાજરી નોંધાવવા ઈચ્છીએ છીએ. રોવર પોતાના ખાસ પૈડાં અને સિસ્ટમની મદદથી ચંદ્રના ક્રેટર પર વિવિધ પ્રકારના ઢોળાવ અને માટીના પ્રકારો વિશે માહિતી એકઠી કરશે.

આ રોવર ચંદ્ર પર અનેક માઈલ સુધી જશે અને ત્યાં લગભગ 100 દિવસ સુધી રોકાશે. નાસા મુખ્યાલયમાં વાઈપરની પ્રોગ્રામ સાયન્ટિસ્ટ સારા નોબેલ કહે છે કે નાસા દ્વારા ચંદ્રની સપાટીની જેમ મોકલવામાં આવી રહેલ વાઈપર અત્યાર સુધીનું સૌથી સક્ષમ રોબોટ હશે. તેનાથી ચંદ્રના તે સ્થળ વિશે માહિતી મેળવવામાં આવશે, જે અત્યાર સુધી સામે આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news