શું વાઘને ક્યારેય માણસથી ડર લાગે? યુવકના અચાનક સ્પર્શથી ચમકીની ગબડી પડ્યો વાઘ! Video થયો Viral

વન્ય જીવોની વાત આવે ત્યારે હંમેશા બે પ્રાણીઓના નામ સૌથી પહેલાં યાદ આવે અને એ નામ છે વાઘ અને સિંહ. એમાંય જંગલનો રાજા હોવાથી સિંહ ક્યારેય શિકાર પર જતો નથી. પણ વાઘ એટલો ખૂંખાર હોય છેકે, તે ક્યારેય પોતાના શિકારને છોડતો નથી. ત્યારે જો તમને એમ કહેવામાં આવે કે, વાઘ પણ માણસથી ડરે છે તો શું તમારા માનવામાં આવશે.

શું વાઘને ક્યારેય માણસથી ડર લાગે? યુવકના અચાનક સ્પર્શથી ચમકીની ગબડી પડ્યો વાઘ! Video થયો Viral

નવી દિલ્હીઃ વન્ય જીવોની વાત આવે ત્યારે હંમેશા બે પ્રાણીઓના નામ સૌથી પહેલાં યાદ આવે અને એ નામ છે વાઘ અને સિંહ. એમાંય જંગલનો રાજા હોવાથી સિંહ ક્યારેય શિકાર પર જતો નથી. પણ વાઘ એટલો ખૂંખાર હોય છેકે, તે ક્યારેય પોતાના શિકારને છોડતો નથી. ત્યારે જો તમને એમ કહેવામાં આવે કે, વાઘ પણ માણસથી ડરે છે તો શું તમારા માનવામાં આવશે.

 

શું આ વાતનો તમે વિશ્વાસ કરી શકશો. પણ અમે આપને જણાવીએ છીએ કે હાં વાઘને પણ માણસથી ડર લાગે છે. માત્ર ડરની માણસના સ્પર્શથી ગભરાઈને વાઘ ઉભી પૂંછડીએ દોડવા પણ લાગે છે! આ વાત વાંચીને તમને નવાઈ લાગશે અને વાત તમારા ગળે ઉતશે પણ નહીં. તેથી જ અમે અહીં એનો પુરાવો પણ સાથે રજૂ કર્યો છે. વાઘનો આ વીડિયો જોઈને તમે ચોક્કસ માની જશે કે, હાં વાઘને પણ માણસથી ડર લાગે છે. 

આ વીડિયોમાં એક યુવક વાઘને પાછળથી આવીને પકડવાનો પ્રયાસ કરે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છેકે, એક યુવક વાઘને અચાનક આવીને પકડવાનો પ્રયાસ કરે છે. યુવકના અચાનક સ્પર્શને કારણે વાઘ એકદમથી ગભરાઈ જાય છે. એટલું જ નહીં યુવકના સ્પર્શથી ચમકીને વાઘ ગબડી પડે છે અને ઉભી પૂંછડીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ જાય છે. આ વીડિયો ઈસ્ટાગ્રામના માધ્યમથી સોશિયલ મીડિયા સુધી પહોંચ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વીડિયો ક્યાંનો છે ગઈ જગ્યાનો છે એ અંગે કોઈ જાણકારી મળી નથી. પણ વીડિયોમાં દેખાતા દ્રશ્યો પરથી અનુમાન વગાવી શકાય છેકે, આ વીડિયો કોઈ વિદેશી ઝૂ નો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news