ટ્રમ્પ-કિમ વાટાઘાટો પરિણામરહિતઃ પરમાણુ હથિયાર મુદ્દે કોઈ કરાર નહીં

વિશ્લેષકોએ જણાવ્યું કે, હેનોઈમાં તેમના વચ્ચે યોજાનારી બીજી વાટાઘાટોમાં કોઈ નક્કર પગલું લેવાય તેવી સંભાવના છે, પરંતુ હાલ તો એવું લાગે છે કે ટ્રમ્પ કોઈ પણ મોટી સફળતાની આશા જગાડવા માગતા નથી 
 

ટ્રમ્પ-કિમ વાટાઘાટો પરિણામરહિતઃ પરમાણુ હથિયાર મુદ્દે કોઈ કરાર નહીં

હેનોઈઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર નેતા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાટાઘાટો કોઈ પણ પ્રકારના કરાર વગર સમાપ્ત થઈ ગઈ છે. વ્હાઈટ હાઉસે બંને નેતાઓ વચ્ચે ચાલેલી બેઠક બાદ ગુરુવારે આ માહિતી આપી હતી. વ્હાઈટ હાઉસના પ્રેસ સરચિવ સારા સેન્ડર્સે એક નિવેદનમાં જણાવ્યું કે, "આ બેઠકમાં કોઈ સમાધાન થયું નથી, પરંતુ બંને પક્ષ ભવિષ્યમાં નવી વાટાઘાટો માટે ઈચ્છુક છે."

બંને નેતાઓ વચ્ચે સિંગાપોરમાં પ્રથમ ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. વિશ્લેષકોએ જણાવ્યું કે, હેનોઈમાં તેમના વચ્ચે યોજાનારી બીજી વાટાઘાટોમાં કોઈ નક્કર પગલું લેવાય તેવી સંભાવના છે, પરંતુ હાલ તો એવું લાગે છે કે ટ્રમ્પ કોઈ પણ મોટી સફળતાની આશા જગાડવા માગતા નથી. ટ્રમ્પે ગુરુવારે પત્રકારોને જણાવ્યું કે, 'મને કોઈ ઉતાવળ નથી.'

કિમ જોંગે કરી મોટી વાત...
ઉત્તર કોરિયાના સરમુખત્યાર નેતા કિમ જોંગે જણાવ્યું કે, "કંઈક મોટું પ્રાપ્ત કરવા, એક સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે હું સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું." બંને નેતાઓએ બેઠક બાદ એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. 

પ્રથમ વખત સાથે લીધું ડિનર
સિંગાપોરની મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગે માત્ર ચા સાથે ચર્ચા કરી હતી. જોકે, વિયેટનામમાં બીજી મુલાકાત દરમિયાન બંનેએ સાથે ડિનર લીધું હતું. આ ડિનરમાં કિમ અને ટ્રમ્પ ઉપરાંત કેટલાક ખાસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 

Donald Trump and Kim Jong UN start Vietnam summit with dinner

ચીન પણ અપેક્ષા રાખીને બેઠું હતું 
ચીનના વિદેશમંત્રી વાંગ યીએ બુધવારે જણાવ્યું કે, ટ્રમ્પ અને કિમ વચ્ચે યોજાનારી વાટાઘાટો પરમાણુ નિશસ્ત્રીકરણની દિશામાં આગળ વધવા અને કોરિયન દ્વીપમાં શાંતિ જાળવી રાખવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. 

ચીન ઉત્તર કોરિયાનો એકમાત્ર સહયોગી છે અને કિમે હેનોઈ સુધીની બે દિવસની ટ્રેન યાત્રા ચીનમાં કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news