કિમ જોંગ ઉને શી જિનપિંગ પાસેથી નોર્થ કોરિયા પર લાગેલા પ્રતિબંધ હટાવવા માટે મદદ માંગીઃ રિપોર્ટ
એક જાપાની સમાચાર પત્ર અનુસાર, કિમ જોંગ ઉને શી જિનપિંગને કહ્યું, અમે આર્થિક પ્રતિબંધને કારણે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છીએ.
Trending Photos
ટોક્યોઃ ઉત્તર કોરિયાઈ નેતા કિંમ જોંગ ઉને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સાથે થયેલી ઐતિહાસિક શિખર વાર્તા બાદ પ્યોંગયાંગ પર લાગેલા પ્રતિબંધ હટાવવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મદદ માંગી છે. એક જાપાની સમાચાર પત્રએ બંન્ને દેશોના ઘણા અનામ સૂત્રોનો હવાલો આપતા આ સમાચાર પ્રકાશિત કર્યા છે.
યોમિઉરી શિમબુન સમાચાર પત્રએ પોતાની ખબરમાં કહ્યું કે, કિમે બીજિંગમાં ગત મહિને શી સાથેની પોતાની ત્રીજી બેઠક દરમિયાન તે વિનંદી કરી અને ચીની રાષ્ટ્રપતિએ આ માટે પોતાની તરફથી વધુમાં વધુ પ્રયાસ કરવાનો ભરોષો આપ્યો.
ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છેઃ કિમ
સમાચાર પત્ર અનુસાર, કિમે શિને કહ્યું, અમે આર્થિક પ્રતિબંધોને કારણે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છીએ. હવે અમે અમેરિકા- ઉત્તર કોરિયા વચ્ચે શિખર વાર્તા સફળતાપૂર્વક પુરી કરી છે, હું ઈચ્છું છું કે (ચીન) પ્રતિબંધને ઝડપથી હટાવવા માટે કામ કરે.
હાલના મહિનામાં શીત યુદ્ધના સમયના સહયોગી દેશોએ પ્યોંગયાંગના પરમાણુ પરીક્ષણો અને બાદમાં તેના પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લગાવેલા પ્રતિબંધોનું ચીન દ્વારા સમર્થન કરવાને કારણે બંન્ને દેશોના સંબંધોમાં ઉભા થયેલા મતભેદોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, કિમે શીને કહ્યું કે, પ્રતિબંધોને હળવા કરવામાં મદદ કરો કારણ કે તેના કારણે ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા લૂલી થઈ ગઈ છે. તેમણે ચીનને વોશિંગટનની સાથે પરમાણુ નિઃશસ્ત્રીકરણ વાર્યામાં પ્યોંગયાંગનું સમર્થન કરવાની વિનંતી કરી.
ઉત્તર કોરિયાના સુધારનું સમર્થન કરીએ છીએઃ શી
શીએ કિમને કહ્યું કે કે, સક્રિયતાથી ઉત્તર કોરિયાના સુધારનું સમર્થન કરે છે અને તેના પ્રયાસો સાથે જોડાયેલા મુદ્દામાં આગળ સક્રિય સહયોગ કરશે. રિપોર્ટ અનુસાર, તેણે ઉત્તર કોરિયા પાસેથી ચીનની સાથે વિચાર-વિમર્શ જારી રાખવાનું કહ્યું.
ચીને ગત વર્ષે સંકેત આપ્યો હતો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસદ પ્યોંગયાંગ વિરુદ્ધ દંડાત્મક પગલામાં ઢીલ આપવા પર વિચાર કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે