ગજબનો ફ્રોડ! ફોન પર 30 સેકેન્ડ કરી વાત અને યુવતીના ખાતામાંથી ગાયબ થઈ જયા 30 લાખ રૂપિયા

કૈસિલીને આભાસ થયો કે જે ખાતામાં તેણે પોતાના પૈસા ટ્રાન્સફર કરાવ્યા છે તે NAB ની જગ્યાએ કોમનવેલ્થ બેન્કનું એકાઉન્ટ હતું. કૈસિલી સાઇબર ક્રાઇમનો શિકાર થઈ ચુકી હતી. 

ગજબનો ફ્રોડ! ફોન પર 30 સેકેન્ડ કરી વાત અને યુવતીના ખાતામાંથી ગાયબ થઈ જયા 30 લાખ રૂપિયા

નવી દિલ્હીઃ 18 વર્ષની એક યુવતી ઓનલાઇન ફ્રોડનો શિકાર થઈ ગઈ. પીડિતાનું નામ ઓરોરા કૈસિલી છે અને તે ઓસ્ટ્રેલિયાના અલ્બાનીની રહેવાસી છે. હાલમાં તેના મોબાઇલ પર એક મેસેજ આવ્યો. મેસેજ તેના રજીસ્ટર્ડ મોબાઇલ પર આવ્યો હતો, તેથી કેસિલીને લાગ્યું કે આ મેસેજ બેન્ક તરફથી મોકલવામાં આવ્યો છે. 

આ મેસેજમાં લખ્યું હતું કે કોઈ તેના NAB (National Australia Bank) બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જાણકારી માટે 1800 નંબર પર કોલ કરો. કંઈ વિચાર્યા વગર કૈસિલીએ તે નંબર પર ફોન કરી દીધો. ફોન પર એક વ્યક્તિએ કૈસિલીને કહ્યું કે, નાણાકીય સુરક્ષા માટે તેણે પોતાના પૈસા તે બેન્કના બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે. કૈસિલી તેના પર વિશ્વાસ કર્યો અને બેન્કની વિગત તેને આપી દીધી. 

પૈસા ટ્રાન્સફર કરવાની પુષ્ટિ કર્યા બાદ તે વ્યક્તિએ ફોન કટ કરી દીધો, પરંતુ ત્યારે કૈસિલીને આભાસ થયો કે જે ખાતામાં તેની પાસે પોતાના પૈસા ટ્રાન્સફર કરાવ્યા તે NAB ની જગ્યાએ કોમનવેલ્થ બેન્કનું ખાતું હતું. કૈસિલી સાઇબર ક્રાઇમનો શિકાર થઈ ચુકી હતી. 

કૈસિલીએ કોમનવેલ્થ બેન્કનો સંપર્ક કર્યો, પરંતુ આ પહેલા તેના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. હાલમાં કૈસિલીએ પોતાની બેન્ક પાસે મદદ માંગી છે. પરંતુ હજુ સુધી તેના પૈસા પરત મળ્યા નથી. બેન્કે કહ્યું કે, આ સામાન્ય ટ્રાન્ઝેક્શન હતું, તેમાં પીડિતાની ભૂલ હતી. બેન્ક તરફથી કોઈ કમી નથી. કૈસિલીનું કહેવું છે કે બેન્કે વધુ સિક્ટોરિટી રાખવાની જરૂર છે. જો આ મારી સાથે થઈ શકે તો ગમે તેની સાથે થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news