'પતંગનો શોખ હોવો જોઈએ, પરંતુ રંગબેરંગી પતંગથી કોઈનું જીવન કે પરિસ્થિતિ ન બગડી તે વિચારજો'
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં પતંગ દોરાની માર્કેટો ધમધમતી થઇ ગયી છે તો બીજી તરફ ઉતરાયણ પહેલા લોકોના ગળા કપાવવાના બનાવો સામે આવ્યા હતા. તેમજ કેટલાક બનાવોમાં તો લોકોના મોત પણ થયા છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના નાગરિકોને હાથ જોડીને અપીલ કરી છે. તેઓએ કહ્યું હતું કે પતંગ ઉડાવવાનો શોખ જરૂરથી હોવો જોઈએ, પરંતુ આ રંગબેરંગી પતંગથી પેચ કાપતા કોઈનું જીવન ન જતું રહે, કોઈની પરિસ્થિતિ ન બગડી જાય તે સૌ લોકો જરૂરથી વિચારજો.
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં પતંગ દોરાની માર્કેટો ધમધમતી થઇ ગયી છે તો બીજી તરફ ઉતરાયણ પહેલા લોકોના ગળા કપાવવાના બનાવો સામે આવ્યા હતા. તેમજ કેટલાક બનાવોમાં તો લોકોના મોત પણ થયા છે. બીજી તરફ ચાઇનીઝ દોરીનું વિતરણ કરતા લોકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સુરતમાં હર્ષ સંઘવીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે.
ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકો દ્વારા શહેરમાં અનેકવિધ સામાજિક કાર્યક્રમો કર્યા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપતા સમયે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બે મહત્વની મુહિમ પર તેમની પ્રતિક્રિયા આપી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ ખાતે યોજાયેલા જન્મદિવસના સામાજિક કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં વ્યાજખોરો સામેની પોલીસની મુહિમ અને ઉતરાયણ પર્વને લઈ ચાઈનીઝ દોરા સામેની પોલીસની મુહિમ વિશે મહત્વનું નિવેદન આપ્યું હતું.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ઉતરાયણના તહેવારમાં નાગરિકો સેવા,ધર્મ સાથે તહેવારની ઉજવણી કરીએ છીએ, ઉતરાયણમાં રંગબેરંગી પતંગ જરૂરથી ચગતા હોય છે , પતંગોના પેચ જરૂરથી લગતા હોય છે, પરંતુ તે પેચ હમેશા ભાઈબંધીમાં કપાતા હોય છે એ પેચ કોઈનું જીવન લે તે પ્રકારનો કાપવાનો કોઈએ શોખ ન રાખવો જોઈએ એવી મારી સૌ નાગરીકોને બે હાથ જોડીને અપીલ છે.
ચાઇનીઝ દોરીની સામેની મુહિમમાં ગુજરાત પોલીસે તમામ શહેરોમાં, તમામ જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દીવસથી ખુબ જ મહત્વના પગલા ભર્યા છે, પરંતુ મારી ગુજરાતના સૌ નાગરીકોને બે હાથ જોડીને વિનંતી છે કે પતંગ ઉડાવવાનો શોખ જરૂરથી હોવો જોઈએ, પરંતુ આ રંગબેરંગી પતંગથી પેચ કાપતા કોઈનું જીવન ન જતું રહે, કોઈની પરિસ્થિતિ ન બગડી જાય તે સૌ લોકો જરૂરથી વિચારજો, પોલીસ આ કાયદાના અમલ સખ્તાઈથી કરાવશે પરંતુ આપણે પણ સામાજિક જવાબદારી સમજીને આ મુહિમમાં સૌ લોકો સહયોગ કરો તેવું હું બે હાથ જોડીને આપ સૌ ને અપીલ કરું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે