દુનિયામાં આ એક એવી જગ્યા છે જ્યાં કોઈને કોરોના થયો નથી, જાણીને લોકો પણ છે હેરાન
કોરોનાના કારણે ઘણા દેશોની અર્થ વ્યવસ્થા પડી ભાગી. કોઈ લોકોના પોતાના લોકોનું નિધન થયું તો કેટલીક મહાન હસ્તિઓનો કોરોનાએ જીવ લીધો જો કે, ઘણા લોકો એવા છે કે, જે આ વાયરસના પ્રકોપથી બચી ગયા.
Trending Photos
Viral News: શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં ક્યારેય કોરોના વાયરસનો કહેર પહોંચ્યો જ નથી. Coronavirus મહામારીએ આખી દુનિયામાં લાખો લોકોનું જીવન લઈ લીધું છે અને કરોડો લોકોને કોરોના થયો. આ વાયરસના કારણે મોટાભાગના દેશોને લોકડાઉન લગાવવું પડ્યું.
કોરોનાના કારણે ઘણા દેશોની અર્થ વ્યવસ્થા પડી ભાગી. કોઈ લોકોના પોતાના લોકોનું નિધન થયું તો કેટલીક મહાન હસ્તિઓનો કોરોનાએ જીવ લીધો જો કે, ઘણા લોકો એવા છે કે, જે આ વાયરસના પ્રકોપથી બચી ગયા. તમને સાંભળીને નવાઈ લાગશે કે એક એવી પણ જગ્યા રહી ગઈ છે કે જ્યાં કોરોના પહોંચ્યો નથી.
અહીં કોઈને નથી થયો કોરોના
દુનિયામાં જ્યારે કોરોના વાયરસ આવ્યો ત્યારે લોકોને માસ્ક, સોશલ ડિસ્ટંસ, સેનિટાઈઝર અને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી. વેક્સીન આવ્યા પછી લોકોમાં કોરોનાનો ભય થોડો ઘટ્યો. હજુ પણ લોકોમાં ફરી લહેર આવવાનો ડર રહેલો છે. ઘણા લોકોના મનમાં આ વાત જરૂર આવી હશે કે એ જગ્યાએ જતુ રહેવું જોઈએ જ્યાં કોરોના ના આવ્યો હોય. ચલો અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીએ કે જ્યાં કોઈને કોરોના થયો નથી.
UKના આ દ્વીપ પર નથી આવ્યો કોરોનાનો કહેર
યુનાઈટેડ કિંગડમની પાસે એક એવો દ્વીપ છે જ્યાં કોરોના વાયરસ પહોંચ્યો જ નથી. આ દ્વીપને હવે લોકો ઝીરો કેસવાળા આઈલેન્ડના નામથી ઓળખાય છે. આ દ્વીપનું નામ સેંટ હેલેના (Saint Helena) દ્વીપ છે. વર્ષ 2019થી લઈને હજુ સુધી કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થયા છે પરંતુ આ જગ્યા પર એક પણ કેસ આવ્યો નથી. આ દ્વીપ 121.7 km² ક્ષત્રફળમાં ફેલાયેલો છે. આ દ્વીપની જનસંખ્યા લગભગ 5000 છે.
કોવીડના નિયમોનું નથી કરાતું પાલન
સેંટ હેલેનાની સૌથી ખાસ વાત એ છે કે અહીંયા કોવિડના કોઈ નિયમોનું પાલન થતું નથી કેમકે અહીં કોરોના પહોંચ્યો જ નથી. અહીં લોકો પહોલાની જેમ સામાન્ય જીવન જીવી રહ્યા છે. NO માસ્ક, NO સોશ્યલ ડિસ્ટન્સ. જોકે, બહારથી આવવા વાળા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે