જાપાનની રાજકુમારીએ શાહી પરિવાર સાથે છેડો ફાડ્યો, કોલેજના બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

જાપાનની રાજકુમારી માકોએ પ્રેમ માટે પોતાનો શાહી દરજ્જો ગુમાવી દીધો છે. તેણે કેઈ કોમુરો નામના પોતાના બોયફ્રેન્ડની સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્નની સાથે હવે માકો જાપાનની રાજકુમારી નહીં રહે. જાપાનમાં કોઈ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા પર શાહી દરજ્જો સમાપ્ત થઈ જાય છે. માકોએ એ પણ કહ્યું કે જો કોઈને પણ તેના લગ્નથી મુશ્કેલી થઈ છે તો તેના માટે તે માફી માગે છે.

Updated By: Oct 26, 2021, 10:55 PM IST
જાપાનની રાજકુમારીએ શાહી પરિવાર સાથે છેડો ફાડ્યો, કોલેજના બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

ટોક્યો: જાપાનની રાજકુમારી માકોએ પ્રેમ માટે પોતાનો શાહી દરજ્જો ગુમાવી દીધો છે. તેણે કેઈ કોમુરો નામના પોતાના બોયફ્રેન્ડની સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્નની સાથે જ આ લગ્નની સાથે હવે માકો જાપાનની રાજકુમારી નહીં રહે. જાપાનમાં કોઈ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા પર શાહી દરજ્જો સમાપ્ત થઈ જાય છે. માકોએ એ પણ કહ્યું કે જો કોઈને પણ તેના લગ્નથી મુશ્કેલી થઈ છે તો તેના માટે તે માફી માગે છે. ઈમ્પીરિયલ હાઉસહોલ્ડ  એજન્સીના જણાવ્યા પ્રમાણે માકો અને કોમુરોના લગ્નના દસ્તાવેજ મહલને એક અધિકારીએ રજૂ કર્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે માકો આ મહિનાની શરૂઆતમાં તણાવનો સામનો કરી રહી હતી. તે પોતાના લગ્ન વિશે નકારાત્મક વાત ખાસ કરીને કોમુરોને નિશાન બનાવવાના કારણે ઘણા તણાવમાં હતી. જોકે હવે તે  એકદમ સ્વસ્થ થઈ ગઈ છે.

શાહી પરિવારમાંથી એકપણ રૂપિયા લેવાનો કર્યો ઈનકાર:
આ કપલે પોતાના લગ્નમાં દરેક પરંપરા તોડી નાખી, જે શાહી લગ્ન માટે નિભાવવી જરુરી હોય છે. એમાં લગ્ન બાદ આપવામાં આવતું શાહી રિસેપ્શન પણ સામેલ છે. એટલું જ નહીં, પ્રિન્સેસ માકોએ 13 લાખ ડોલર એટલે આશરે 7.5 કરોડ રુપિયાની તે રકમ લેવાનો પણ ઈનકાર કરી દીધો જે જાપાની રાજવંશની પરંપરા અનુસાર કોઈ રોયલ વુમનને શાહી પરિવારની બહાર લગ્ન કરવા પર ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

Image preview

કોણ છે માકો:
માકો જાપાનના પૂર્વ સમ્રાટ અકિહિતોની પુત્રી છે. તેની ઉંમર 29 વર્ષ છે. તેણે વર્ષ 2017માં પોતાના દોસ્ત કોમુરો સાથે સગાઈ કરી હતી. કોમુરો એક સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. અને અમેરિકાની એક લો કંપનીમાં કામ કરે છે. કોમુરોએ વર્ષ 2013માં માકોને પ્રપોઝ કર્યું હતું. આ લગ્ન કોમુરો પરિવારમાં થયેલા વિવાદના કારણે ચાર વર્ષ સુધી અટકી ગયા હતા. જોકે આખરે કોમુરો અને માકોના લગ્ન થઈ ગયા છે.

Image preview

માકોની ફોઈએ પણ ગુમાવ્યો હતો શાહી દરજ્જો:
રાજકુમારી માકોએ શરૂઆતના સમયમાં પોતાની રિલેશનશીપને ઘણી પ્રાઈવેટ રાખી હતી. તેણે બ્રિટનમાં અભ્યાસ પછી 2017માં જાહેરાત કરી હતી કે તે એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે. લાંબા વિવાદ પછી જાપાનના ક્રાઉન પ્રિન્સે માકોના લગ્ન માટે મંજૂરી આપી હતી. માકોના પિતાએ પણ પુત્રીના નિર્ણયનું સન્માન કરતાં પોતાનો નિર્ણયની આઝાદી આપી હતી. રાજકુમારી માકોની પહેલાં તેની ફોઈ રાજકુમારી સયાકો પણ રાજકુમારીની પદવીને પાછી કરી ચૂકી છે. તેણે 2005માં ટોક્યોના એક ઓફિસર સાથે લગ્ન કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube