પાકિસ્તાનમાં વધુ એક અભિનેત્રીની હત્યા, પતિએ ઘરમાં ઘૂસીને ગોળીથી વીંધી નાખી

પાકિસ્તાનમાં અભિનેત્રી વિરુદ્ધ વધુ એક અપરાધનો મામલો સામે આવ્યો છે. હાલમાં જ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવામાં ફિલ્મ અભિનેત્રી અને સિંગર રેશ્માની તેના પતિએ ગોળી મારીને હત્યા કરી નાખી.

Updated: Aug 9, 2018, 11:31 AM IST
પાકિસ્તાનમાં વધુ એક અભિનેત્રીની હત્યા, પતિએ ઘરમાં ઘૂસીને ગોળીથી વીંધી નાખી

લાહોર: પાકિસ્તાનમાં અભિનેત્રી વિરુદ્ધ વધુ એક અપરાધનો મામલો સામે આવ્યો છે. હાલમાં જ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવામાં ફિલ્મ અભિનેત્રી અને સિંગર રેશ્માની તેના પતિએ ગોળી મારીને હત્યા કરી નાખી. રેશ્માની હત્યા પાકિસ્તાનના નોશેરા કલામાં કરવામાં આવી. કહેવાય છે કે જમીન વિવાદ મામલે તેના પતિએ જ તેની હત્યા કરી. રેશ્મા તેના પતિની ચોથી પત્ની હતી. પરંતુ વિવાદ બાદ તે તેના ભાઈના ઘરે રહેતી હતી. 

પોલીસના જણાવ્યાં મુજબ આરોપીએ ઘરમાં ઘૂસતાની સાથે જ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આ મામલે ગંભીર રીતે ઘાયલ થયેલી રેશ્માએ દમ તોડ્યો. ત્યારબાદ આરોપીએ આ મામલો લૂંટનો ગણાવવા માટે એ રીતે હત્યાને અંજામ આપ્યો. આ ઘટના 1 ઓગસ્ટની હોવાનું કહેવાય છે. 

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવામાં મહિલા કલાકારો વિરુદ્ધ અપરાધનો આ 15મો મામલો છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં એક અભિનેત્રી સુનબુલને હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં પરફોર્મ નહી કરવા માટે મારી નાખવામાં આવી હતી. રેશ્મા તેના અનેક પશ્તો ગીતો માટે જાણીતી હતી. આ ઉપરાંત તેની ઓળખ પ્રમુખ પાકિસ્તાની ડ્રામા ઝોબાલ ગોલુના તરીકે પણ થતી હતી.