જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ...અને થયો ભીષણ વિસ્ફોટ, પાકિસ્તાનમાં બ્લાસ્ટનો ખૌફનાક Video

Watch Video: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં બાજૌર જિલ્લામાં ખાર તહસીલમાં જે બ્લાસ્ટ થયો તેનો વીડિયો પણ સામે આવ્યો છે. બ્લાસ્ટ બાદનો આ વીડિયો હચમચાવી નાખે તેવો છે. જમીયત ઉલેા ઈસ્લામ ફઝરના સંમેલન દરમિયાન લોકો ભેગા થયા હતા.

જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ...અને થયો ભીષણ વિસ્ફોટ, પાકિસ્તાનમાં બ્લાસ્ટનો ખૌફનાક Video

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં બાજૌર જિલ્લામાં ખાર તહસીલમાં જે બ્લાસ્ટ થયો તેનો વીડિયો પણ સામે આવ્યો છે. બ્લાસ્ટ બાદનો આ વીડિયો હચમચાવી નાખે તેવો છે. જમીયત ઉલેા ઈસ્લામ ફઝરના સંમેલન દરમિયાન લોકો ભેગા થયા હતા. મંચ પરથી પાર્ટીના એક નેતાનું ભાષણ થઈ રહ્યું હતું. આ સાથે ભીડમાં પોતાના નેતા માટે જિંદાબાદના નારા પણ લાગી રહ્યા હતા. એટલામાં મંચ પરથી હજરત મૌલાના અબ્દુલ રશીદ સાહેબ...જિંદાબાદ, જિંદાબાદ...

વિસ્ફોટ થતા જ ધૂમાડાના ગોટેગોટા
આ વિસ્ફોટ બરાબર એ સમયે થયો જ્યારે ભીડ પોતાના નેતાના જિંદાબાદના નારા લગાવી રહી હતી. એક પળમાં માહોલ માતમમાં ફેરવાઈ ગયો. વિસ્ફોટ બાદ સમગ્ર સભાસ્થળ પર ધૂમાડો છવાઈ ગયો. કોઈ કશું સમજી શક્યા નહીં અને જ્યારે ધૂમાડો હટ્યો તો લોકોના મૃતદેહો પડ્યા હતા. આ ઘટના બાદ ઘટનાસ્થળે હડકંપ મચી ગયો. લોકો પોતાના જીવ બચાવવા માટે ભાગદોડ કરવા લાગ્યા હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. અધિકારીઓનું કહેવું છે કે આ ધડાકામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. 

- A tragic incident unfolded during a political convention in Khar tehsil, Bajaur district, Khyber Pakhtunkhwa,… pic.twitter.com/EREU6WoAwl

— Syndicated Press (@PressSyndicated) July 30, 2023

પ્રમુખ નેતા મૌલાના જિયાઉલ્લાહનું પણ મોત
મળતી માહિતી મુજબ બ્લાસ્ટમાં જમીયત ઉલેમા ઈસ્લામ ફઝલના એક પ્રમુખ નેતા મૌલાના જિયાઉલ્લાહ જાનનું પણ મોત થયું છે. અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને પેશાવર અને ટિમરગેરા હોસ્પિટલમાં ખસેડાયા છે. જિયો ન્યૂઝે પોલીસના હવાલે જણાવ્યું કે લગભગ 200 લોકો ઘાયલ થયા છે. એએફપીના જણાવ્યાં મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુઆંક હજુ વધી શકે તેમ છે. 

— Bharat Ojha🗨 (@Bharatojha03) July 30, 2023

લોકોને સહયોગની અપીલ
જેયુઆઈ-એફના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને પાર્ટીના મીડિયા સેલ તરફી જાહેર એક નિવેદનમાં ઘટના પર દુખ વ્યક્ત કર્યું. તેમણે પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને સ્થાનિક સમરકાર પાસે હુમલાની તપાસની માંગણી કરી છે. રહેમાને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. આ સાથે જ જેયુઆઈ-એફ કાર્યકરોને તરત હોસ્પિટલ પહોંચીને રક્તદાન કરવાની પણ અપીલ કરી છે. 

જેયુઆઈ-એફના નેતા હાફિઝ હમદુલ્લાએ કહ્યું કે તેમને પણ આજે સંમેલનમાં સામેલ થવાનું હતું. પરંતુ કેટલાક વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓના કારણે તેઓ આવી શક્યા નહીં. જેયુઆઈ-એફ નેતાએ જિયો ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે હું વિસ્ફોટની આકરી ટીકા કરું છું અને તેની પાછળના લોકોને સંદેશ આપવા માંગુ છું કે આ જેહાદ નહીં પરંતુ આતંકવાદ છે. તેમણે કહ્યું કે આ ઘટના માનવતા અને બાજૌર પર હુમલો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news