પાકિસ્તાનમાં પણ થાય છે ગાયની પૂજા, ખુલ્લેઆમ ઘૂમે છે ગાયો, જાણો કારણ

હિંદુઓમાં ગાય પવિત્ર ગણાવવાના કારણે લોકો આ રૂઢીવાદી દેશમાં ગાય પ્રતિ ધાર્મિક સહિષ્ણુતા અપનાવે છે.

પાકિસ્તાનમાં પણ થાય છે ગાયની પૂજા, ખુલ્લેઆમ ઘૂમે છે ગાયો, જાણો કારણ

મીઠી (પાકિસ્તાન): પાકિસ્તાનના મીઠી શહેરમાં પાડોશી દેશ ભારતની જેમ ગાયો આઝાદ ઘૂમે છે. હિંદુઓમાં ગાય પવિત્ર ગણાવવાના કારણે લોકો આ રૂઢીવાદી દેશમાં ગાય પ્રતિ ધાર્મિક સહિષ્ણુતા અપનાવે છે. સિંધ પ્રાંતના આ શહેરના રહીશ 72 વર્ષના પેન્શનધારક શામદાસે કહ્યું કે અહીં મુસ્લિમો હિંદુઓની આસ્થાનું સન્માન કરે છે. તેઓ ગાયોનો વધ નથી કરતા અને જો કરે તો પણ દૂર દૂરના વિસ્તારોમાં, પરંતુ હિંદુઓના ઘરોની આસપાસ નહીં. પાકિસ્તાનથી સાવ વિપરિત મીઠીમાં ગાયો આઝાદીથી ઘૂમે છે, તેઓ જ્યાં ઈચ્છે ત્યાં ફરે છે અને રસ્તાઓ પર સૂઈ જાય છે. 

અનેકવાર મોટરસાઈકલો અને અન્ય વાહનોએ પશુઓની વચ્ચે થઈને પસાર  થવું પડે છે. અનેક જગ્યાઓ પર ગાયો પસાર થઈ જાય તેની રાહ જોવી પડે છે. મીઠી 60000 લોકોની હિંદુ બહુમતી ધરાવતું શહે છે. જ્યારે સમગ્ર પાકિસ્તાનમાં 95 ટકા મુસ્લિમ વસ્તી છે. શહેરમાં ભવ્ય કૃષ્ણ મંદિર પણ છે જેના ઘંટનો અવાજ મોટાભાગે મસ્જિદોની અજાનની અવાજમાં ભળી જાય છે. 

Image result for cow zee news

ખાસ વાત એ છે કે આ શહેરમાં એક પણ સુરક્ષાકર્મી તહેનાત નથી. તેનાથી વિપરિત મીઠીથી 300 કિમી દૂર કરાંચીમાં હિંદુઓ હથિયારો અને સુરક્ષાના ઓછાયામાં જીવે છે. કરાંચીના એક હિંદુ પૂજારી વિજયકુમાર ગિરે કહ્યું કે શહેરમાં 360 મંદિરમાંથી હવે ફક્ત એક ડઝન જેટલા મંદિરો ખુલ્લા છે. 

Image result for cow zee news

તેમણે કહ્યું કે બાકીના મંદિરો બંધ થઈ ગયા છે અને તેમની જમીન પર અતિક્રમણ કરી લેવાયું છે. પાકિસ્તાન માનવાધિકાર આયોગના સભ્ય મારવી મરમદે કહ્યું કે પાકિસ્તાનમાં હિંદુઓને તેમના ધર્મના કારણે ભારત સમર્થિત ગણવામાં આવે છે. આથી તેમને હંમેશા પાકિસ્તાન વિરોધી હોવાની શંકાથી જોવાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news