દુનિયામાં ફરી કોરોના કેસમાં વધારો, WHOની ચેતવણી- મહામારી હજુ ખતમ થઈ નથી
ડબ્લ્યૂએચઓએ ચેતવણી આપતા કહ્યું કે, જ્યાં સુધી તમામ દેશ રસીકરણને કવર ન કરી લે ત્યાં સુધી દુનિયા કોવિડના વધતા સંક્રમણ અને તેના નવા વેરિએન્ટ સાથે લડતી રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈને ફરી દુનિયાને ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે કહ્યું કે મહામારી હજુ ખતમ થઈ નથી. સંગઠને કહ્યું કે વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસના નવા કેસમાં પાછલા સપ્તાહે 7 ટકાનો વધારો જોવા મળ્યો છે. પરંતુ કોરોના વાયરસથી થઈ રહેલાં મૃત્યુમાં ઘટાડો થયો છે.
ડબ્લ્યૂએચઓએ ચેતવણી આપતા કહ્યું કે, જ્યાં સુધી તમામ દેશ રસીકરણને કવર ન કરી લે ત્યાં સુધી દુનિયા કોવિડના વધતા સંક્રમણ અને તેના નવા વેરિએન્ટ સાથે લડતી રહેશે. વિશ્વ આરોગ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ધેબયેયિયસે કહ્યુ, 'આપણે બધા મહામારીથી આગળ વધવા ઈચ્છીએ છીએ, પરંતુ આપણે તેને ગમે એટલી દૂર કરીએ, આ મહામારી ખતમ થઈ નથી. જ્યાં સુધી આપણે બધા દેશોમાં હાઈ રસીકરણ કવરેજ સુધી ન પહોંચીએ, ત્યાં સુધી આપણે સંક્રમણ વધવા અને નવા વેરિએન્ટનો સામનો કરવો પડશે.'
LIVE: Media briefing on #Ukraine, #COVID19 and other global health issues with @DrTedros https://t.co/ZR1ypyPH3J
— World Health Organization (WHO) (@WHO) March 23, 2022
ટેડ્રોસે આગળ કહ્યુ, કોરોના વાયરસના કેસમાં વૈશ્વિક વૃદ્ધિ થઈ રહી છે. એશિયામાં તેનો પ્રકોપ વધી રહ્યો છે તો યુરોપ એક નવી લહેર તરફ આગળ વધી રહ્યું છે. મહામારીની શરૂઆત બાદથી ઘણા દેશોમાં ઉચ્ચ મૃત્યુદર જોવા મળ્યો છે. વાયરસ તે ગતિને દર્શાવી રહ્યો છે જે ગતિથી ઓમિક્રોન ફેલાય છે. તે લોકો માટે મોતનો ખતરો વધી જાય છે જેને રસી આપવામાં આવી નથી. ખાસ કરીને વૃદ્ધ લોકો.
સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીના પ્રમુખે કહ્યું કે ડબ્લ્યૂએચઓનું લક્ષ્ય આ વર્ષના મધ્ય સુધી દરેક દેશની 70 ટકા વસ્તીનું રસીકરણ કરવાનું છે, જેમાં સ્વાસ્થ્ય કર્મીઓ, વૃદ્ધ લોકો અને અન્ય જોખમવાળા સમૂહોને પ્રાથમિકતા આપવામાં આવે છે. ડબ્લ્યૂએચઓ અનુસાર પાછલા સપ્તાહે 12 મિલિયનથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે