Corona સંક્રમણથી સાજા થયેલા દર્દીઓમાં 6 મહિના સુધી રહે છે આ ખતરો, રિસર્ચમાં થયો ખુલાસો

જો તમે કોરોના સંક્રમણથી (Coronavirus) સાજા થઈ ગયા હોવ તો પણ આગામી 6 મહિના સુધી મોતનું જોખમ વધારે રહે છે. તેમાં તે લોકો સામેલ છે જેમને હળવા લક્ષણો હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હતી

Corona સંક્રમણથી સાજા થયેલા દર્દીઓમાં 6 મહિના સુધી રહે છે આ ખતરો, રિસર્ચમાં થયો ખુલાસો

નવી દિલ્હી: જો તમે કોરોના સંક્રમણથી (Coronavirus) સાજા થઈ ગયા હોવ તો પણ આગામી 6 મહિના સુધી મોતનું જોખમ વધારે રહે છે. તેમાં તે લોકો સામેલ છે જેમને હળવા લક્ષણો હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હતી. આ કથિત દાવો નેચર મેગેઝિનમાં પ્રકાશિત થયેલા રિસર્ચ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવનારા વર્ષમાં દુનિયાની આબાદી પર આ બીમારીનો મોટો બોજો પડવાનો છે.

વોશિંગ્ટન યુનિવર્સિટીએ કહ્યું રિસર્ચ
અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીની (Washington University) સ્કૂલ ઓફ મેડિસિનના રિસર્ચરે કોરોના સંબંધિત વિવિધ બીમારીઓની એક યાદી તૈયારી કરી છે. જેમાં આ મહામારીના કારણે લાંબા સમય બાદ થતી મુશ્કેલીઓની એક ખતરનાક તસવીર ઉભરી રહી છે. રિપોર્ટ અનુસાર શરૂમાં માત્ર શ્વાસની બીમારીથી સંબંધિત એક વાયરસ તરીકે સામે આ્યા બાદ આ વાયરસ (Coronavirus) લાંબા સમય સુધી શરીરના લગભગ દરેક અંગને પ્રભાવિત કરી શકે છે.

બીમારીની સાથે જોખમ વધતું જાય છે
રિસર્ચ સાથે જોડાયેલા આસિસ્ટેન્ટ પ્રોફેસર જિયાદ અલી-અલી કહે છે, અમારા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, બીમારી જાણ થયાના 6 મહિના બાદ પણ કોરોનાના (Coronavirus) સામાન્ય કેસોમાં મોતનું જોખમ ઓછું થતું નથી. બીમારીની ગંભીરતાની સાથે આ જોખમ પણ વધતું જાય છે. અલી-અલી કહે છે કે, ડોક્ટરોને તે દર્દીઓની તપાસ કરતા વધારે એલર્ટ રહેવું જોઇએ, જે કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. આ દર્દીઓના સાજા થયા બાદ પણ સતત સાળસંભાર અને દેખરેખની જરૂરિયાત પડે છે.

લાંબા સમય સુધી આડઅસર રહે છે
રિસર્ચરના જણાવ્યા અનુસાર, કોરોનાથી (Coronavirus) સ્વસ્થ થયા બાદ તેની આડઅસરો લાંબા સમય સુધી રહે છે. તેમાં શ્વાસની સમસ્યાઓ, અનિયમિત ધબકારા, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વાળ ખરવાનો સમાવેશ થયા છે. રિસર્ચરે એ પણ શોધી કાઢ્યું છે કે, પ્રારંભિક સંક્રમણથી સ્વસ્થ થયા બાદ બીમારીના પ્રથમ 30 દિવસથી આગામી 6 મહિના સુધી મોતનું જોખમ 60 ટકા સુધી વધારે રહે છે. રિસર્ચરે જણાવ્યું કે, આ 6 મહિનામાં કોરોનાથી સાજા થયેલા 1000 દર્દીઓમાંથી 8 લોકોના મોત થઈ શકે છે.

હોસ્પિટલમાં દાખલ થતા લોકોને વધારે ખતરો
તેમણે કહ્યું કે, કોરોના વાયરસના (Coronavirus) આવા દર્દીઓ, જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી અને એક મહિનામાં સાજા થઈ ગયા. તેઓ પણ 6 મહિના આ ભયમાં રહે છે. અલી-અલીએ દાવો કર્યો હતો કે, આવા કિસ્સામાં 1000 દર્દીઓમાંથી 29 લોકોના મોત થયા છે. રિસર્ચરના જણાવ્યા અનુસાર, આ રિસર્ચમાં લગભગ 87 હજાર કોરોના દર્દી અને લગભગ 50 લાખ અન્ય દર્દીઓ સામેલ કરવામાં આવ્યા હતા. જેઓ તેમાંથી બહાર આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news