America ના સ્વતંત્રતા દિવસે PM મોદીએ જો બાઈડેનને પાઠવી શુભેચ્છા, આ સાથે ચીનને મળ્યો કડક સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસના અવસરે 4 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ જો બાઈડેનને શુભેચ્છા સંદેશ આપ્યો. જેનાથી ચીનને ભારત તરફથી કડક સંદેશ મળ્યો છે.

America ના સ્વતંત્રતા દિવસે PM મોદીએ જો બાઈડેનને પાઠવી શુભેચ્છા, આ સાથે ચીનને મળ્યો કડક સંદેશ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસના અવસરે 4 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ જો બાઈડેનને શુભેચ્છા સંદેશ આપ્યો. જેનાથી ચીનને ભારત તરફથી કડક સંદેશ મળ્યો છે. કારણ કે હાલમાં જ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને 100 વર્ષ પૂરા થયા હતા પરંતુ ભારત સરકાર તરફથી કોઈ શુભેચ્છા પાઠવવામાં આવી નહતી. 

4 જુલાઈએ ઉજવાય છે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ
અત્રે જણાવવાનું કે અમેરિકામાં દર વર્ષે 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડન ઉપરાંત ત્યાંની જનતાને પણ શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આપણી રણનીતિક ભાગીદારીનું વાસ્તવમાં વૈશ્વિક મહત્વ છે. 

આઝાદીના મૂલ્યોને શેર કરે છે ભારત-અમેરિકા-પીએમ
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'અમેરિકાના 245માં સ્વતંત્રતા દિવસના અવસરે જો બાઈડેન અને ત્યાંના લોકોને હાર્દિક શુભેચ્છાઓ. જીવંત લોકતંત્ર સ્વરૂપે, ભારત અને અમેરિકા સ્વતંત્રતા અને આઝાદીના મૂલ્યોને શેર કરે છે. અમારી રણનીતિક ભાગીદારીનું વાસ્તવમાં વૈશ્વિક મહત્વ છે.'

— Narendra Modi (@narendramodi) July 4, 2021

ભારત તરફથી ચીનને શુભેચ્છા ન પાઠવવામાં આવી
અત્રે જણાવવાનું કે પહેલી જુલાઈના રોજ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના 100 વર્ષ પૂરા થયાના અવસરે ખુબ ધૂમધામથી જન્ન મનાવવામાં આવ્યો હતો. જો કે ભારત સરકાર તરફથી આ અવસરે કોઈ શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો નહતો. આ ઉપરાંત ભારતના કોઈ પણ રાજકીય પક્ષે પણ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને શુભેચ્છા પાઠવી નહતી. ધ હિન્દુના રિપોર્ટ મુજબ ભારત તરફથી ફક્ત સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ જ શી જિનપિંગને પત્ર લખ્યો હતો. 

1 વર્ષથી વધુ સમયથી છે સરહદ વિવાદ
ભારત અને ચીન વચ્ચે છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી સરહદ વિવાદ ચાલુ છે અને ચીની સૈનિકો સતત ભારતીય સેના સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યા છે. ગત વર્ષ જૂનમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી. જેમાં ભારતના 20થી વધુ જવાનો શહીદ થયા હતા. આ ઘર્ષણમાં ચીની સૈન્ય અધિકારી અને જવાનો પણ માર્યા ગયા હતા. 
(ન્યૂઝ એજન્સી-ભાષામાંથી ઈનપુટ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news