પ્રધાનમંત્રી મોદીના સિડનીના ભાષણમાં ભારતની સમૃદ્ધિ અને સફળતાનો ઉલ્લેખ
PM Modi in Sydney: આજ વર્ષે ભારતની ધરતી પર અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના પીએમનું સ્વાગત કરવાની મને તક મળી હતી. હું એમનો ખુબ ખુબ આભાર વ્યકત કરું છું. ભારતીય સમુદાયના અહીંના રહીશોનું પણ હું અભિવાદન કરું છું ધન્યવાદ કરું છું.
Trending Photos
સિડનીઃ સિડનીમાં એક સામુદાયિક કાર્યક્રમમાં તેમના સંબોધન દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રોમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ પર ભાર મૂક્યો, ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને અવકાશ સંશોધનના ક્ષેત્રોમાં. પ્રધાનમંત્રીએ નવીનીકરણીય ઉર્જા અને આબોહવા પરિવર્તન ઘટાડવામાં ભારતના નોંધપાત્ર યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો, જે ટકાઉ ભવિષ્ય માટે દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ આ સમયગાળા દરમિયાન ભારતની ઉપલબ્ધિઓની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે કોરોના મહામારીમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવ્યું. આગામી 25 વર્ષમાં વૃદ્ધિ કરવાના લક્ષ્ય સાથે અમે ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આજે IMF વૈશ્વિક અર્થવ્યવસ્થાને એક તેજસ્વી સ્થાન માને છે. વિશ્વ બેંકનું માનવું છે કે ભારત વિશ્વમાં આર્થિક સંકટને પડકારી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આજે વિશ્વમાં ભારતીય બેંકોની તાકાતની ચર્ચા થઈ રહી છે. 100 વર્ષના સૌથી મોટા સંકટ વચ્ચે ભારતે ગયા વર્ષે રેકોર્ડ નિકાસ કરી છે. આપણો વિદેશી હૂંડિયામણ ભંડાર નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે.
PM Modi rocks the mic in Australia: Orchestrating a beautiful tribute to India's progress. No mention of his government, only the remarkable tune of India's success playing loud and clear. pic.twitter.com/QhdhjgaRO1
— Political Kida (@PoliticalKida) May 23, 2023
ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધો થ્રી C, થ્રી D અને થ્રી E:
કોમનવેલ્થ, ક્રિકેટ અને કરી.
ડેમોક્રેસી, ડાયસફેરા અને દોસ્તી
એનર્જી, ઈકોનોમિ અને એજ્યુકેશન
ક્યારેક C, D અને E પર આધારિત રહ્યાં સંબંધો. પણ ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધોનો આધાર આનાથી ઘણો વિશાળ છે. પરસ્પરનો વિશ્વાસ અને સન્માન ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધોનો મુખ્ય આધાર છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા દરેક ભારતીયો તેની મૂળ શક્તિ છે. ઓસ્ટ્રેલિયાના અઢી કરોડથી વધારે સીટીજન એનું મુખ્યકારણ છે. આપણાં વચ્ચે ભૌગોલિક દૂરી જરૂર છે પણ હિન્દ મહાસાગર આપણને પરસ્પર જોડે છે. આપણી જીવનશૈલી ભલે અલગ હોય પણ યોગા એને જોડે છે. ક્રિકેટથી તો આપણે સદીઓથી જોડાયેલાં છીએ. હવે ટેનિસ અને ફિલ્મો પણ આપણને જોડે છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતના સંબંધો એટલાં પ્રસરેલાં છે કે, પેરામાટા સ્ટ્રીટ કોઈ માટે પ્રભાત ચોક બની જાય છે. હેરિસ પાર્ક હરિશ પાર્ક પણ બની જાય છે. ગતવર્ષે મહાન શેનવોર્નનું નિધન થયું ત્યારે કોટિકોટિ ભારતીયોએ પણ તેનો શોક મનાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે