UPSCમાં 16 ગુજરાતીએ મેદાન માર્યું; કોઈ એન્જિનિયર તો કોઈ છે ડોક્ટર, જાણો રિટાયર્ડ IAS અધિકારીના પુત્રની કહાની
ગુજરાતમાંથી ઉતીર્ણ થયેલા તમામ ઉમેદવારો અમદાવાદ SPIPAમાંથી તાલીમ મેળવી છે. જેમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને રહેલા અતુલ ત્યાગીએ ઈંગ્લિશ લિટરેચર સાથે સમગ્ર દેશમાં 145મો રેન્ક હાંસલ કર્યો છે. જ્યારે ટૉપ-500માં ગુજરાતના 4 ઉમેદવારો ઝળક્યા છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: આજે જાહેર થયેલા UPSC 2022ના રિઝલ્ટમાં ગુજરાતમાંથી 16 ઉમેદવારે ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે. આ વર્ષે પણ સૌથી અઘરી ગણાતી આ એક્ઝામમાં દેશની દીકરીઓએ બાજી મારી છે. જેમાં ઈશિતા કિશોરે ઑલ ઈન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. આ વખતે પણ UPSCના પરિણામમાં 16 ગુજરાતીઓએ મેદાન માર્યું છે.
ગુજરાતમાંથી ઉતીર્ણ થયેલા તમામ ઉમેદવારો અમદાવાદ SPIPAમાંથી તાલીમ મેળવી છે. જેમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને રહેલા અતુલ ત્યાગીએ ઈંગ્લિશ લિટરેચર સાથે સમગ્ર દેશમાં 145મો રેન્ક હાંસલ કર્યો છે. જ્યારે ટૉપ-500માં ગુજરાતના 4 ઉમેદવારો ઝળક્યા છે. UPSC માં સિવિલ સર્વિસીસમાં AIR 865 આવનાર આદિત્ય અમરાણી સાથે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે સફળતાના રહસ્યો ખોલ્યા હતા.
આદિત્ય અમરાણીએ જણાવ્યું હતું કે, મેં સોશિયોલોજી વિષયથી UPSC ક્રેક કરી છે. બીજીવાર પરીક્ષા સપ્ટેમ્બરમાં આપી હતી, પરંતુ મારી સફળતાને લઈને હું ખુશ છું. UPSC માં સિવિલ સર્વિસીસમાં AIR 865 આવનાર આદિત્ય અમરાણીએ જણાવ્યું હતું કે, દરરોજ 12 કલાકની મહેનત કરી હતી, UPSC માટે નોકરી છોડી હતી. આગામી રવિવારે UPSCની પ્રિલીમ છે, એની તૈયારીમાં લાગ્યો હતો.
આદિત્ય અમરાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, UPSC 2022ના રિઝલ્ટમાં સારું પરિણામ મેળવવા માટે વોટ્સએપ અને ટેલિગ્રામ સિવાય તમામ સોશિયલ મીડિયાની એપ્લિકેશનથી દૂર થયો હતો. પરીક્ષા પુરી થયા બાદ 10 દિવસમાં વેકેશન પર ગયો હતો.
UPSC માં સિવિલ સર્વિસીસમાં AIR 865 આવનાર આદિત્ય અમરાણીના પિતા રિટાયર્ડ IAS અધિકારી હતા, સંજય અમરાણી જેઓ 2019માં નિવૃત્ત થયા હતા. જ્યારે માતા વિજ્યાબેન ગુજરાતી સરકારી પ્રાથમિક શાળામાંથી નિવૃત શિક્ષક છે. આદિત્ય અમરાણીએ પોતાનો અભ્યાસ નિરમામાંથી મિકેનિકલ એન્જીનીયરીંગ કર્યા બાદ IIFT, દિલ્લીમાંથી MBA કર્યું ત્યારબાદ એરટેલમાં એક વર્ષ નોકરી કરી. નવેમ્બર 2020માં રાજીનામુ આપ્યા બાદ UPSC ની પરીક્ષા આપી હતી. પહેલીવાર 2021માં પરીક્ષા આપી અને હવે સપ્ટેમ્બર 2022માં સફળતા મેળવી.
ઉલ્લેખનીય છે કે, આ સિવાય અન્ય ગુજરાતી ઉમેદવારો પર નજર નાંખીએ તો, દુષ્યંત ભેડા (262 રેન્ક), વિષ્ણુ શશિકર (394 રેન્ક), ચંદ્રેશ શખાલા (414 રેન્ક), ઉત્સવ જોગણી (712 રેન્ક), માનસી મીણા (738 રેન્ક), કાર્તિક કુમાર (812 રેન્ક), મૌસમ મહેતા (814 રેન્ક), મયુર પરમાર (823 રેન્ક), આદિત્ય અમરાણી (865 રેન્ક), કેયુરકુમાર પારગી (867 રેન્ક), નયન સોલંકી (869 રેન્ક), મંગેરા કૌશિક (894 રેન્ક), ભાવના વાઢેર (904 રેન્ક), ચિંતન દૂધેલા (914 રેન્ક) અને પ્રણવ ગાઈરેલા (925 રેન્ક) છે.
UPSC માં સિવિલ સર્વિસીસમાં સુરતના યુવક મયૂર પરમારની પણ અનોખી કહાની છે. તેમણે દેશમાં 823 અને ગુજરાતમાં 9મો રેન્ક મેળવ્યો છે. ખાસ વાત તો એ છે કે મયૂરના પિતા રમેશભાઈ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ છે અને PCR વેનના ડ્રાઈવર છે. મયૂરે ગુજરાતી લિટરેચર વિષયમાં UPSC પરીક્ષા ક્રેક કરી છે. મયૂર છેલ્લાં 4 વર્ષથી UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. મયૂરે પરિણામ આવ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને આ રેન્કથી સંતોષ નથી અને હજુ હું બીજી ટ્રાય આપીશ.
કોઈ એન્જિનિયર તો કોઈ ડોક્ટર
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાંથી 16 ઉમેદવારે ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે, જેમાં અતુલ ત્યાગી, વિષ્ણુ શશિકુમાર, ચંદ્રેશ સખાલા, ઉત્સવ જોગણી, કાર્તિકેય કુમાર, આદિત્ય અમરાણી, કેયૂરકુમાર પારગી, પ્રણવ ગોઇરોલા અને ચિંતન દૂધેલા એન્જિનિયરિંગ ક્ષેત્રના છે, જ્યારે માનસી મીણા IAS અધિકારી રમેશ મીણાની દીકરી છે, તેણે લોનો અભ્યાસ કર્યો છે. જ્યારે નયન સોલંકીએ MBBS કર્યું છે.
UPSC દ્વારા જાહેર કરાયેલા સિવિલ સર્વિસીઝ 2022 માં સ્પીપા અમદાવાદના 16 ઉમેદવારો
- 1. AIR 145 સાથે અતુલ ત્યાગી સ્પીપા અમદાવાદમાં પ્રથમ, ઈંગ્લીશ લિટરેચરનો કર્યો છે અભ્યાસ
- 2. AIR 262 સાથે દુષ્યંત બેડા બીજા ક્રમે, ઇતિહાસ
- 3. AIR 394 સાથે વિષ્ણુ શશીકુમાર ત્રીજા સ્થાને, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
- 4. AIR 414 ચંદ્રેશ શખાલા, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
- 5. AIR 712 ઉત્સવ જોગાણી, જિયોગ્રાફી
- 6. AIR 738 માનસી મિણા, સોશિયોલોજી
- 7. AIR 812 કાર્તિકેય કુમાર, સાયકોલોજી
- 8. AIR 814 મૌસમ મહેતા, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
- 9. AIR 823 મયુર પરમાર, ગુજરાતી લિટરેચર
- 10. AIR 865 આદિત્ય અમરાણી, સોશિયોલોજી
- 11. AIR 867 કેયુર પારગી, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
- 12. AIR 869 નયન સોલંકી, ગુજરાતી લિટરેચર
- 13. AIR 894 કૌશિક મંગેરા, જિયોગ્રાફી
- 14. AIR 904 ભાવના વાઢેર, એંથ્રોપોલોજી
- 15. AIR 914 ચિંતન દુધેલા, ફિલોસોફી
- 16. AIR 925 પ્રણવ ગૈરોલા, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે