256 કરોડના રોયલ વેડિંગ પહેલા કઈંક એવું જોવા મળ્યું, કે લોકો એકદમ સ્તબ્ધ, જુઓ PHOTO

બ્રિટનના રોયલ ફેમિલીના પ્રિન્સ હેરી અને તેમની મંગેતર મેગન માર્કેલ 19 મેના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયાં

256 કરોડના રોયલ વેડિંગ પહેલા કઈંક એવું જોવા મળ્યું, કે લોકો એકદમ સ્તબ્ધ, જુઓ PHOTO

નવી દિલ્હી: બ્રિટનના રોયલ ફેમિલીના પ્રિન્સ હેરી અને તેમની મંગેતર મેગન માર્કેલ 19 મેના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયાં. આ શાહી લગ્ન ઉપર આખી દુનિયાના લોકોની નજર હતી. સમગ્ર દુનિયામાં અનેક મીડિયા ચેનલોએ સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ કર્યુ હતું. સોશિયલ મીડિયા ઉપર પણ રોયલ વેડિંગ ટોપ ટેન્ડ્સમાં રહી. પરંતુ આ બધા વચ્ચે એક કૂતરો પણ ચર્ચામાં આવી ગયો. સૌથી મોટુ કારણ એ હતું કે આ ડોગ હેરી અને મેગનના લગ્નના થોડા સમય પહેલા બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે તેમની કારમાં સવારી કરતો જોવા મળ્યો હતો. આ અનોખો નજારો જોઈને લોકોએ તેનો ફોટો શેર કરાત એક પછી એક અનેક ટ્વિટ કરી.

ક્વીન સાથે જોવા મળેલો ડોગ કોનો હતો?
ક્વીન એલિઝાબેથ દ્વિતીય જ્યારે પણ મહેલથી બહાર નીકળે છે ત્યારે લોકો તેમને જોવા માટે ભેગા થઈ જાય છે. પ્રિન્સ હેરી અને મેગન માર્કેલના લગ્નના આગળ પાછળના દિવસોમાં પણ તેઓ અનેકવાર મહેલની બહાર નીકળ્યા હતાં. શનિવારે શાહી લગ્ન પૂરા થયા અને તે દરમિયાન ક્વીનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. આ ફોટામાં એલિઝાબેથની કારની બારીમાંથી એક ડોગ ડોકિયા કરતો જોવા મળ્યો હતો. ફોટો વાઈરલ થતા વાતનો ખુલાસો થયો કે આ ડોગ અસલમાં મેગનનો છે. જેને તે ગત વર્ષે નવેમ્બરમાં પોતાની સાથે લંડન લાવી હતી. લગ્નની તારીખ નક્કી થયા બાદથી આ ડોગ મેગનની સાથે લંડનમાં જ રહે છે. કહેવાય છે કે આ ડોગનું નામ ગાય (Guy) છે.

લોકોના સોશિયલ મીડિયામાં રિએક્શન્સ
મેગનના ડોગ સાથે ક્વીનને મુસાફરી કરતા જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક વ્યક્તિએ લખ્યું હતું કે જો કોઈને તેનો પુરાવો જોઈએ કે ક્વીનને મેગન માર્કેલ ગમે છે કે નહીં તો જવાબ આપવા માટે આ ફોટો પૂરતો છે.

— Truth hurts (@Jasamgurlie) May 18, 2018

— Amanda (@Royal_Realness) May 18, 2018

મેગને વર્ષ 2015માં દત્તક લીધો હતો 'ગાય'
મેગન માર્કલ અનેક સામાજિક કાર્યો સાથે જોડાયેલી છે. જેમાં અનેક જાનવરોની મદદ કરનારી સંસ્થાન પણ છે. મેગને પોતાના ડોગ ગાયને અ ડોગ્સ ડ્રીમ રેસ્ક્યુથી દત્તક લીધો હતો. મીડિયા  રિપોર્ટ્સ મુજબ જે સમયે સંસ્થાનને ગાય મળ્યો  હતો ત્યારે તેની હાલત ખુબ ખરાબ હ તી. તેને ઈન્જેક્શન આપીને મારી નાખવાની તૈયારી હતી. આ દરમિયાન મેગને તેમનો સંપર્ક કરીને ડોગને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી. સંસ્થાન તરફથી કહેવામાં આવ્યું કે પહેલા મેગનને બીજા કૂતરા બતાવાયા પરંતુ તેણે ગાયને જ પસંદ કર્યો. તમામ પેપરવર્ક પત્યા પછી ગાય મેગનને સોંપી દેવાયો હતો. ત્યારથી તેની હાલતમાં ઝડપથી સુધારો થયો. હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news