PM ને લાગે છે કે તેઓ બધુ જાણે છે, તેમની સામે ભગવાન પણ ભ્રમિત થઈ જશે: રાહુલ ગાંધી
Rahul Gandhi in US: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેઓ મંગળવારે ત્રણ શહેરોના પ્રવાસ માટે અહીં પહોંચ્યા. તેમણે કેલિફોર્નિયાના સાંતા ક્લારામાં ભારતીય પ્રવાસીઓની એક સભાને સંબોધિત કરી. તેમણે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર લોકોને ધમકાવવાની તથા દેશની એજન્સીઓનો દુરઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.
Trending Photos
Rahul Gandhi in US: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેઓ મંગળવારે ત્રણ શહેરોના પ્રવાસ માટે અહીં પહોંચ્યા. તેમણે કેલિફોર્નિયાના સાંતા ક્લારામાં ભારતીય પ્રવાસીઓની એક સભાને સંબોધિત કરી. તેમણે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર લોકોને ધમકાવવાની તથા દેશની એજન્સીઓનો દુરઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) ભારતમાં રાજનીતિના તમામ સાધનોને નિયંત્રિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પોતાની ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા તેમણે મહેસૂસ કર્યું કે રાજનીતિમાં લાંબા સમયથી ચાલી આવતા સામાન્ય રીત ભાત હવે કામમાં આવી રહ્યા નથી.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભાજપ લોકોને ધમકાવી રહ્યો છે અને સરકારી એજન્સીઓનો દુરઉપયોગ કરી રહ્યો છે. ભારત જોડો યાત્રા એટલા માટે શરૂ કરવામાં આવી કારણ કે લોકો સાથે જોડાવવા માટે અમારે જે સાધનોની જરૂર હતી, તે તમામ પર ભાજપ-આરએસએસનું નિયંત્રણ છે. તેમણે કહ્યું કે અમે એ પણ મહેસૂસ કરી રહ્યા હતા કે રાજનીતિ રીતે કાર્ય કરવું ખુબ કપરું બની ગયું છે. આથી અમે ભારતના સૌથી દક્ષિણી છેડાથી શ્રીનગર સુધી પદયાત્રા કરવાનો નિર્ણય લીધો.
રાહુલ ગાંધીએ કહ્યું કે સ્નેહ, સન્માન અને વિનમ્રતાની ભાવનાથી યાત્રા કરવામાં આવી. તેમણે કહ્યું કે જો કોઈ ઈતિહાસ વાંચશે તો જાણી શકશે કે ગુરુ નાનક દેવજી, ગુરુ બસવન્નાજી, નારાયણ ગુરુજી સહિત તમામ આધ્યાત્મિક નેતાઓએ દેશને એક સમાન રીતે એકજૂથ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે ભારત એ નથી...જે મીડિયામાં દેખાડવામાં આવી રહ્યું છે, જે એક એવી રાજનીતિક સોચને પ્રોત્સાહન આપવાનું પસંદ કરે છે જે વાસ્તવિકતાથી ખુબ દૂર છે. તેમણે કહ્યું કે આ એક મોટી વિકૃતિ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રામાં મારા માટે એ ખુબ સ્પષ્ટ થઈ ગયું કે આ ચીજોને દેખાડવી મીડિયાના હિતમાં છે, તેનાથી ભાજપને મદદ મળે છે. આથી એ ન વિચારો કે મીડિયામાં તમે જે પણ કઈ જુઓ છે તે સાચુ છે.
તેમણે કહ્યું કે ભારત એ નથી જે મીડિયા દેખાડે છે. મીડિયાને એક વિશેષ કહાની દેખાડવાનું પસંદ છે. તે એક એવી રાજનીતિક કહાનીને પ્રોત્સાહન આપવાનું પસંદ કરે છે જેને ભારતની વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. અત્રે જણાવવાનું કે કોગ્રેસ નેતા અમેરિકાના ત્રણ શહેરોના પ્રવાસ માટે અહીં મંગળવારે પહોંચ્યા. આ દરમિયાન તેઓ અમેરિકી સાંસદો સાથે પણ મુલાકાત કરશે. ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ ગત અઠવાડિયે કહ્યું હતું કે રાહુલ ગાંધીની યાત્રાનો હેતુ વાસ્તવિક લોકતંત્રના જોઈન્ટ મૂલ્યો અને દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવાનો છે.
પીએમ મોદી પર કટાક્ષ
રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદી ઉપર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એ વિચારી શકે નહીં કે તે બધા વિશે બધુ જાણે છે. આ એક બીમારી જેવું છે કે ભારતમાં કેટલાક લોકો આવા છે, જે વિચારે છે કે તેઓ બધુ જ જાણે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે તેમને (પીએમ મોદીને) લાગે છે કે ભગવાન કરતા વધુ જાણે છે. તેઓ ભગવાન સામે બેસીને તેમને પણ સમજી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી પણ તેમાંથી એક છે.
રાહુલે કહ્યું કે મને લાગે છે કે પીએમ મોદીને કહેવામાં આવે કે તેઓ ભગવાન સામે બેસી જાય, તો તેઓ ભગવાનને પણ સમજાવવા લાગશે કે બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે. ભગવાન પણ ભ્રમિત થઈ જશે કે તેમણે શું બનાવ્યું છે. ભારતમાં આ જ ચાલી રહ્યું છે. ભારતમાં કેટલાક લોકો એવા છે જે બધુ જાણે છે. જ્યારે તેઓ વૈજ્ઞાનિક પાસે જાય છે ત્યારે તેમને વિજ્ઞાન વિશે જણાવે છે, જ્યારે તેઓ ઈતિહાસકાર પાસે જાય છે ત્યારે તેમને ઈતિહાસ વિશે જણાવે છે. આર્મીને યુદ્ધ વિશે, એરફોર્સને ઉડાણ વિશે બધાને બધુ જણાવે છે. પરંતુ સાચી વાત એ છે કે તેમને કશું સમજમાં આવતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે