ક્રૂડ ઓઇલથી લદાયેલા જહાજમાં ફરી આગ લાગી, ઇન્ડિયન નેવીએ ફરી એકવાર શ્રીલંકાની મદદ કરી

શ્રીલંકા કિનારે ઓઇલ ટેંકરમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં ભારતીય નૌસેનાએ મહત્વની ભુમિકા નિભાવી હતી. જો કે હવે તે ટેંકરમાં ફરી એકવાર આગ લાગી ગઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. જો કે આ વખતે પણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા અનુસાર અગ્નિશમનના પ્રયાસોથી આગને નિયંત્રણ કરી લીધું છે. બાકી ટીમો ઘટના સ્થળે પહોંચી ચુક્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ અને નેવીની ટીમ દ્વારા રેસક્યું ઓપરેશન કરવામાં આવ્યું. ભારતીય નૌસેનાના પ્રવક્તાનાં ટ્વીટર હેન્ડલથી કેટલીક તસ્વીરો પણ જાહેર કરવામાં આવી છે. 

Updated By: Sep 7, 2020, 11:54 PM IST
ક્રૂડ ઓઇલથી લદાયેલા જહાજમાં ફરી આગ લાગી, ઇન્ડિયન નેવીએ ફરી એકવાર શ્રીલંકાની મદદ કરી

નવી દિલ્હી: શ્રીલંકા કિનારે ઓઇલ ટેંકરમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં ભારતીય નૌસેનાએ મહત્વની ભુમિકા નિભાવી હતી. જો કે હવે તે ટેંકરમાં ફરી એકવાર આગ લાગી ગઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. જો કે આ વખતે પણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા અનુસાર અગ્નિશમનના પ્રયાસોથી આગને નિયંત્રણ કરી લીધું છે. બાકી ટીમો ઘટના સ્થળે પહોંચી ચુક્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ અને નેવીની ટીમ દ્વારા રેસક્યું ઓપરેશન કરવામાં આવ્યું. ભારતીય નૌસેનાના પ્રવક્તાનાં ટ્વીટર હેન્ડલથી કેટલીક તસ્વીરો પણ જાહેર કરવામાં આવી છે. 

ICICI બેંકના પૂર્વ CMD ચંદા કોચરના પતિ દીપક કોચરની ED એ ધરપકડ કરી

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં શ્રીલંકાના કિનારા પર ઓઇલ ટેંકરમાં આગ લાગી ગઇ હતી. આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. શ્રીલંકન નૌસેનાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, જહાજનાં 23 ક્રૂ સભ્યોમાંથી એક ગુમ છે અને એક ઘાયલ પણ છે. નેવીના પ્રવક્તા કેપ્ટન ઇન્ડિકા સિલ્વાએ કહ્યું હતું કે, આગ ન્યૂ ડાયમંડનાં એન્જિન કક્ષમાં આગ લાગી, જે કુવૈતથી કાચા તેલને ભારત લઇ જઇ રહ્યા હતા અને ત્યાર બાદ ફેલાવા લાગી હતી. 

ઉદ્ધવનો કંગના પર વ્યંગ: કેટલાક લોકો જ્યાંથી કમાતા હોય છે તે શહેરને આભારી નથી રહેતા

ભારતીય નૌસેનાનાં અધિકારીક ટ્વિટર હેન્ડલ દ્વારા પણ આ ઘટના અંગેની માહિતી આપવામાં આવી હતી. ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, શ્રીલંકાનાં કિનારા પરથી નિકળેલા એમટી ન્યૂ ડાયમંડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ક્ષેત્રમાં રહેલા ઇન્ડિયન નેવીનાં જહાજોને મિશનમાં લગાવવામાં આવ્યું હતું, તેમને રેસક્યું ઓપરેશન અને મદદ કરવા માટે ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હતું. રેસક્યું ઓપરેશન શ્રીલંકા અધિકારીઓની સાથે મળીને કરવામાં આવ્યું.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube