PM મોદીની મોટી જીત ! પાકિસ્તાનનો સમાવેશ થયો 'ડર્ટી લિસ્ટ'માં અને હવે...
ભારતમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધો સાવ વણસી ગયા છે
Trending Photos
નવી દિલ્હી : આખી દુનિયામાં પાકિસ્તાનને એકલું પાડી દેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વ્યુહ અસર દેખાડી રહ્યો છે. દુનિયાના અનેક દેશોએ પાકિસ્તાન સાથે બિઝનેસ રિલેશન બંધ કરવાનો ઇશારો આપ્યો છે. પુલવામા પછી ભારત પહેલાં જ પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ ચુક્યું છે. હવે સમાચાર મળ્યા છે કે આતંકીઓને ફંડિગ કરવાના તેમજ મની લોન્ડ્રિંગમાં સંડોવાયેલા હોવાના કારણે પાકિસ્તાનને "ડર્ટી મની બ્લેકલિસ્ટ" યાદીમાં નાખવામાં આવ્યું છે. યુરોપિયન દેશોના સંગઠન યુરોપિયન યુનિયને હવે પાકિસ્તાનનો સમાવેશ આ યાદીમાં કર્યો છે. આ યાદીમાં શામેલ થનારા દેશોની સંખ્યા હવે 23 થઈ ગઈ છે.
ઇયુના આ ડર્ટી લિસ્ટમાં અફઘાનિસ્તાન, દક્ષિણ કોરિયા, ઇથિયોપિયા, ઇરાન, પાકિસ્તાન, શ્રીલંકા, સીરિયા, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, ટ્યુનિશીયા અને યમનનો તેમજ લીબિયા, બોટ્સવાના, ઘાના અને બહામાસનો સમાવેશ થયેલો છે.
યુરોપિયન દેશો આ યાદીમાં શામેલ દેશો સાથે વ્યવસાયિક સંબંધ બંધ કરી દે છે. આ દેશો પર કડક પગલાં ઉઠાવવામાં આવે છે. આ સંજોગોમાં પાકિસ્તાની બિઝનેસમેનોને વેપાર કરવામાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે આ યાદીમાં જો પાકિસ્તાનનો સમાવેશ થઈ જશે તો તેમના બિઝનેસમેનોને સરળતાથી લોન નહીં મળે.
જોકે આ યાદી પર અંતિમ નિર્ણય લેવાનો હજી બાકી છે. ઇયુ કમિશનર વેરા જુરોવાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે અને 28 સભ્યોવાળું ઇયુ આને બહુમત વોટથી રિજેકટ પણ કરી શકે છે. આ માટે હજી તેમની પાસે બે મહિનાનો સમય છે. જોકે ઇયુ કમિશનરનું માનવું છે કે ડર્ટી મની બ્લેકલિસ્ટથી સભ્ય દેશ સંમત થશે કારણ કે બેકિંગ સેક્ટરમાં મની લોન્ડ્રિંગની સમસ્યા વધી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે