યૂક્રેનમાં રશિયાના ખૂની પગલાંના ખૌફનાક VIDEO સામે આવ્યા..જુઓ, ટેન્ક-હેલિકોપ્ટર આ રીતે મચાવી રહ્યા છે તબાહી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. તમામ દેશોએ આ યુદ્ધ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે અને યુક્રેન પણ મજબૂતાઈથી રશિયાનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર યુદ્ધ સાથે જોડાયેલા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

યૂક્રેનમાં રશિયાના ખૂની પગલાંના ખૌફનાક VIDEO સામે આવ્યા..જુઓ, ટેન્ક-હેલિકોપ્ટર આ રીતે મચાવી રહ્યા છે તબાહી

Russia-Ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. તમામ દેશોએ આ યુદ્ધ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે અને યુક્રેન પણ મજબૂતાઈથી રશિયાનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર યુદ્ધ સાથે જોડાયેલા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમાંથી એક વીડિયોમાં યુક્રેનના વિસ્તારોમાં રશિયન ટેન્કોના આતંકનો વીડિયો પણ વાયરલ થયો છે. ત્યારબાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં રશિયન હેલિકોપ્ટર રશિયન એરપોર્ટ પર હુમલો કરતી વખતે કબજો કરી રહ્યા છે.

યુક્રેનમાં તબાહી મચાવી રહેલી રશિયન ટેન્કો

यहां देखें LIVE - https://t.co/vQo61ksgSN pic.twitter.com/OadcQQ3kr2

— Zee News (@ZeeNews) February 24, 2022

આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રશિયન ટેન્ક યુક્રેનના શહેરોમાં નિર્ભયતાથી દોડી રહી છે. રસ્તામાં આવતા વાહનોને હટાવવાને બદલે તેમને કચડી નાખવામાં આવી રહ્યા છે.

 

યૂક્રેનમાં સતત ઘૂસી રહી છે રશિયન ટેન્કો

यहां देखें LIVE - https://t.co/vQo61ksgSN pic.twitter.com/XCxXLvu8dw

— Zee News (@ZeeNews) February 24, 2022

તો બીજી તરફ અન્ય એક વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હથિયારો અને ટેન્કરોથી સજ્જ રશિયન સેના સતત યુક્રેનના વિસ્તારોમાં પ્રવેશી રહી છે. યુક્રેનના ખેરસન પ્રાંતમાંથી સામે આવેલા એક વીડિયોમાં રશિયન સૈનિકો ટેન્ક સાથે પ્રવેશતા જોઈ શકાય છે.

 

યૂક્રેનના એરપોર્ટ પર કબજો

रूस के हेलीकॉप्टर्स का यूक्रेन पर ताबड़तोड़ हमला जारी LIVE #RussiaUkraineConflict @aditi_tyagi

यहां देखें LIVE - https://t.co/vQo61ksgSN pic.twitter.com/hnFEDm2toc

— Zee News (@ZeeNews) February 24, 2022

યુક્રેનના 40 થી વધુ સૈનિકોના મોત
ગુરુવાર સવારથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં યુક્રેનના 40થી વધુ સૈનિકોના મોત થયા છે. તો બીજી તરફ યુક્રેને 10 નાગરિકોના મોતની માહિતી પણ આપી છે. બીજી તરફ યુક્રેનના હુમલામાં રશિયાને પણ ભારે નુકસાન થયું છે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં સાત રશિયન ફાઈટર જેટને તોડી પાડ્યા છે. આ સાથે યુક્રેને બે રશિયન સૈનિકોને પણ બંધક બનાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news