રશિયાએ યુક્રેનને આપી રાહત, કહ્યું- કિવની આસપાસ સૈન્ય ગતિવિધિમાં કરશે ઘટાડો
રશિયા દ્વારા 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર શરૂ કરવામાં આવેલા હુમલા બાદ પ્રથમવાર છે, જ્યારે રશિયાએ નરમીનો સંકેત આપ્યો છે.
Trending Photos
કિવ/મોસ્કોઃ તુર્કીમાં યોજાયેલી બેઠક બાદ તેવું લાગી રહ્યું છે કે હવે યુક્રેન પર રશિયા એટેક પોતાના છેલ્લા તબક્કામાં છે. રશિયાએ કહ્યું કે તે તુર્કીના ઇસ્તામ્બુલમાં સાર્થક વાર્તા બાદ કિવની આસપાસ સૈન્ય ગતિવિધિઓને ઓછી કરશે. હકીકતમાં તેના બદલામાં યુક્રેને આંતરરાષ્ટ્રીય ગેરંટીની સાથે તટસ્થ રહેવાનું આશ્વાસન આપ્યું છે.
રશિયા દ્વારા 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર શરૂ કરવામાં આવેલા હુમલા બાદ પ્રથમવાર છે, જ્યારે રશિયાએ નરમીનો સંકેત આપ્યો છે. રશિયાના ઉપ રક્ષા મંત્રી એલેક્ઝેન્ડર ફોમિને મંગળવારે કહ્યુ કે યુદ્ધ સમાપ્ત કરવાના ઇરાદાથી જારી વાર્તામાં વિશ્વાસ વધારવા માટે મોસ્કોએ કિવ અને ચેર્નીહીવની પાસે અભિયાનમાં 'મૌલિક રૂપથી ઘટાડો' કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે કહ્યું કે રશિયન સેના કિવ અને ચેર્નીહીવની દિશામાં સૈન્ય ગતિવિધિઓમાં ઘટાડો કરશે. તુર્કીમાં મંગળવારે રશિયા અને યુક્રેનના વાર્તાકારો વચ્ચે યુદ્ધ સમાપ્તિને લઈને વાતચીત થઈ છે.
માનવામાં આવી રહ્યું છે કે યુક્રેન નાટોમાં સામેલ થવાની પોતાની જિદ છોડી શકે છે. ત્યારબાદ રશિયા પોતાના સૈનિકોની વાપસીની જાહેરાત કરશે. બંને પક્ષોએ ભવિષ્યમાં આવી બેઠકો યોજવાનું સમર્થન કર્યું છે.
જલદી મળી શકે છે પુતિન અને ઝેલેન્સ્કી?
માહિતી છે કે યુક્રેની રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન મુલાકાત કરી શકે છે. યુક્રેન વાર્તાકાર ડેવિડ અરખામિયાએ કહ્યુ કે ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે સીધી મુલાકાત માટે હવે પર્યાપ્ત શરતો છે.
આજે થયેલી વાતચીતમાં રશિયાના અબજપતિ રોમન અબ્રામોવિચ પણ સામેલ થયા હતા. તે તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગન સાથે વાત કરતા જોવા મળ્યા, જે ઇસ્તામ્બુલમાં વાર્તામાં મધ્યસ્થતા કરી રહ્યાં હતા. અબ્રામોવિચને માસ્કો અને કિવ વચ્ચે મધ્યસ્થાની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે.
વાર્તા શરૂ થતાં પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમનો દેશ તટસ્થતાની જાહેરાત કરવા માટે તૈયાર છે, જે રશિયાની મુખ્ય માંગમાં એક છે. પરંતુ તેમના મુખ્ય વાર્તાકારોમાંથી એક વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ સ્પષ્ટ કર્યુ હતુ કે તેમની પાસે નિર્દેશ હતો કે અમે લોકો જમીન કે સંપ્રભુતાનો ટ્રેડ કરતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે