રશિયાના હુમલામાં યુક્રેનમાં સાઇકલ સવાર પર બોમ્બ વિસ્ફોટ, વીડિયો જોઈને ઉડી જશે હોશ
યુક્રેન પર રશિયા સતત હુમલો કરી રહ્યું છે. રશિયાની તોપમાંથી વિસ્ફોટ કરવામાં આવી રહ્યાં છે. આ બોમ્બ વિસ્ફોટમાં સૈન્ય ઠેકાણાને તબાહ કરવામાં આવી રહ્યાં છે.
Trending Photos
કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે લોહીયાળ જંગ ચાલી રહ્યો છે. રશિયાના આધુનિક હથિયાર અને તોપ યુક્રેનમાં તબાહી મચાવી રહ્યાં છે. આ વચ્ચે એક દર્દનાક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના યુદ્ધના નિર્ણય બાદ યુક્રેનની સામાન્ય જનતાએ તબાહીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની ધૂનને કારણે સામાન્ય લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે.આ હચમચાવતા વીડિયોમાં જોવા મળ્યું કે યુક્રેનમાં જંગ વચ્ચે એક સુમસામ રસ્તા પર એક વ્યક્તિ સાયકલ ચલાવતો જઈ રહ્યો છે. અચાનક હવાઈ હુમલો થાય છે. સાયકલ ચલાવતા વ્યક્તિ પર તોપનો ગોળો પડે છે, ત્યારબાદ જોરદાર ધમાકો થાય છે અને બધુ બરબાદ થઈ જાય છે. બોમ્બ ફાટવાને કારણે ચારે તરફ આગ-આગ જોવા મળી રહી છે.
સાયકલ સવાર પર પડ્યો બોમ્બનો ગોળો
યુક્રેન પર રશિયાએ આક્રમક હુમલા શરૂ કરી દીધા છે. રશિયાની તોપ ફાયરિંગ કરી રહી છે તો મિસાઇલ અને બોમ્બ સૈન્ય ઠેકાણાને બરબાદ કરી રહ્યાં છે. હવા, પાણી અને જમીન પર અનેક પ્રકારના હુમલા કરવામાં આવી રહ્યાં છે. તેમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી યુક્રેનના 137 લોકોના મોત થયા છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક સાયકલ સવાર રસ્તા પર જઈ રહ્યો છે અને અચાનક બોમ્બ પડે છે. સેકેન્ડમાં તો તેની જિંદગી ખતમ થઈ જાય છે.
The moment when civilians were shot in Ukraine. pic.twitter.com/VfrjtE3lCX
— REALIST (@realistqx1) February 24, 2022
યુક્રેનમાં ભયંકર તબાહી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી સૈન્ય કાર્યવાહીના આદેશ બાદ ગુરૂવારે સવારે યુક્રેન પર હુમલો શરૂ થઈ ગયો છે. યુક્રેનમાં ભીષણ તબાહી જોવા મળી રહી છે. અનેક લોકોના જીવ ગયા છે તો ઘણાને ઈજા થઈ છે. યુક્રેનના નાગરિકો પર હુમલાની સાથે રશિયા સૈન્ય ઠેકાણાને પણ નિશાન બનાવી રહ્યું છે.
અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિત અનેક દેશોએ યુક્રેન પર હુમલાને લઈને રશિયા પર આકરા પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ પુતિનને તેની કોઈ પરવા નથી. અમેરિકાએ એકવાર ફરી નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે અને રશિયાને પોતાના ખોટા નિર્ણય માટે ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી છે. ભારતે પણ પહેલ કરતા પુતિનને શાંતિની દિશામાં આગળ વધવાની અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે