રશિયાના વ્લાદિમિર અને યુક્રેનના વોલોદિમીર! નામ સરખાં નિયત નહીં, જાણો એક કોમેડિયન કઈ રીતે બન્યો યુક્રેનનો રાષ્ટ્રપતિ?
- યુક્રેનનો પ્રખ્યાત કોમેડિયન બન્યો રાષ્ટ્રપતિ
- જાણો વોલોદિમીર ઝેલેન્સ્કીની જાણી અજાણી વાતો
- એક જ જેવા નામવાળા વ્યક્તિઓને દુનિયામાં હંગામો
Trending Photos
નવી દિલ્લીઃ યુક્રેન આજે રશિયાના હુમલાનો સામનો કરી રહ્યું છે, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી રશિયા સામે ઝૂકવા તૈયાર નથી. આપને જાણીને આસ્ચર્ય થશે કે વોલોદિમીર ઝેલેન્સ્કી રાષ્ટ્રપતિ બનતા પહેલા એક સ્ટેન્ડ અપ કોમેડિયન હતા. વોલોદિમીર ઝેલેન્સકીએ 3 વર્ષ પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી જંગી મતોથી જીતી હતી, પરંતુ હવે તેમની સામે યુક્રેનને બચાવવાનો પડકાર છે. વોલોદિમીર ઝેલેન્સકી સાથે જોડાયેલી આવી ઘણી ખાસ વાતો છે જે તમારે જાણવાની જરૂર છે.
રશિયા અને યુક્રેન વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ બન્ને દેશો વચ્ચેની કેટલીક રસપ્રદ વાતો છે જે જાણવા જેવી છે. સૌથી પહેલાં તો બે અલગ અલગ દેશ અને બે દેશોના બે અલગ અલગ નેતાઓની વાત કરીએ. જેમા નામ લગભગ એક સરખાં જ છે. રશિયાના રાષ્ટ્રપતિનું નામ રશિયાનો વ્લાદિમિર છે તો યુક્રેનના રાષ્ટ્રપતિનું નામ વોલોદિમીર છે! એક પુતિન છે તો એક ઝેલેન્સ્કી છે. ત્યારે એક રસપ્રદ કિસ્સો એ પણ ખુબ ચર્ચામાં છેકે, રશિયાના રાષ્ટ્રપતિ તો પહેલાંથી જ જાહેર જીવનમાં આગળ પડતાં હતાં. પણ યુક્રેનના રાષ્ટ્રપતિ એકદમ સામાન્ય પરિવારમાંથી છે. અને તેઓ પહેલાં એક કોમેડિયન હતા અને એક દિવસ સ્કૂલમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવી હતી. સમય જતાં સાચે જ યુક્રેનના રાષ્ટ્રપતિ બની ગયાં. કહાની વાંચજો ખુબ રસપ્રદ છે કહાની.
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી ભૂતપૂર્વ અભિનેતા અને સ્ટેન્ડ-અપ કોમેડિયન હતા. તે યુક્રેનના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક છે. તેમણે અન્ય કલાકારો સાથે 1997માં કોમેડી ગ્રુપ 'ક્વાર્ટલ 95'ની રચના કરી હતી. આ જૂથ ટેલિવિઝન કાર્યક્રમોનું નિર્માણ કરે છે. તેણે તેના એક શોમાં એક સ્કૂલ ટીચરની ભૂમિકા ભજવી હતી, જેને એક દિવસ યુક્રેનના રાષ્ટ્રપતિ બનવું પડે છે.
વોલોદિમીર ઝેલેન્સ્કીનું જીવન અને કારકિર્દી અન્ય આંતરરાષ્ટ્રીય નેતાઓની સરખામણીમાં સામાન્ય રહ્યું છે. તેમણે પદ સંભાળ્યા બાદ અનેક સંકટનો સામનો કર્યો છે. જો કે, તેમણે આ સંકટનો હિંમતપૂર્વક સામનો કર્યો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પરિણીત છે અને તેમની પત્નીનું નામ ઓલેના ઝેલેન્સ્કી છે. બંનેને બાળકો પણ છે. તેમણે 2000ની સાલમાં કિવ નેશનલ ઈકોનોમિક યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી સાથે સ્નાતક થયા, પરંતુ અલગ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.
2018માં, વોલોદિમીર ઝેલેન્સ્કીએ અચાનક રાજકારણમાં પ્રવેશ કર્યો અને સર્વન્ટ ઑફ ધ પીપલ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી. આ દરમિયાન, તેમણે તેના જૂથ સાથે દેશનો પ્રવાસ કર્યો અને સ્ટેન્ડ-અપ કોમેડી સાથે વિરોધી ઉમેદવારોની મજાક ઉડાવી. વર્ષ 2019માં, વોલોદિમીર ઝેલેન્સ્કીએ 73 ટકાથી વધુ મતો સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. રાષ્ટ્રપતિ બન્યા બાદ ઝેલેન્સ્કીના અમેરિકા સાથેના સંબંધો ઘણા સારા રહ્યા છે. તેણે ડોનાલ્ડ ટ્રમ્પથી લઈ જો બાઈડેન સાથે કામ કર્યું.
જોકે વોલોદિમીર ઝેલેન્સ્કીએ રાષ્ટ્રપતિ બન્યા પછી શરૂઆતમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે રાજદ્વારી રીતે જોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ઝેલેન્સ્કીએ યુક્રેનમાં વિક્ટર મેદવેદચુક સહિત રશિયા તરફી રાજકીય જૂથો સામે કડક પગલાં લીધાં. તે યુક્રેનમાં પુતિનના માણસ તરીકે જાણીતો હતો. જેના કારણે બંને પ્રમુખો વચ્ચે બોલાચાલી થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે