Pakistan-Russia: કંગાળ પાકિસ્તાન પર આખરે રશિયા થયું મહેરબાન, થઈ આ મોટી ડીલ!

Russian Crude Oil: આર્થિક તંગીનો માર ઝેલી રહેલા પાકિસ્તાનની હાલત દુનિયાથી છૂપાયલી નથી. કથળી ગયેલી અર્થવ્યવસ્થાની સાથે પાકિસ્તાનમાં રાજનીતિક સંકટ પણ વધુ ગાઢ બનતું જાય છે. લાંબા સમય બાદ કંગાળ પાકિસ્તાન પર હવે રશિયાએ દયા દાખવી છે.

Pakistan-Russia: કંગાળ પાકિસ્તાન પર આખરે રશિયા થયું મહેરબાન, થઈ આ મોટી ડીલ!

Russian Crude Oil: આર્થિક તંગીનો માર ઝેલી રહેલા પાકિસ્તાનની હાલત દુનિયાથી છૂપાયલી નથી. કથળી ગયેલી અર્થવ્યવસ્થાની સાથે પાકિસ્તાનમાં રાજનીતિક સંકટ પણ વધુ ગાઢ બનતું જાય છે. લાંબા સમય બાદ કંગાળ પાકિસ્તાન પર હવે રશિયાએ દયા દાખવી છે. અત્રે જણાવવાનું કે રશિયા પાકિસ્તાનને સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ કરાવશે. જે રીતે ભારતને તે સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ નિકાસ કરે છે. પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી મુસાદિક મલિકે કહ્યું કે પાકિસ્તાન ઓછા ભાવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદશે જેના માટે તેમણે ઓર્ડર પણ આપ્યો છે. વિદેશી મુદ્રા ભંડારની કમી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે આ દર્દની ઘડીમાં દવા જેવું છે. 

રશિયા પાસેથી ઓઈલ ખરીદનારો ત્રીજો દેશ બન્યો પાકિસ્તાન
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મુસાદિક મલિકે પોકાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની પહેલી ખેપ મે મહિનામાં મળશે. ક્રૂડ ઓઈલનું શિપમેન્ટ રશિયાથી કરાચી બંદરે પહોંચશે. પાકિસ્તાનને ઓછા ભાવે તેલ વેચ્યા બાદ પણ રશિયાને તો તેમા ફાયદો જ થશે.  કારણ કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો વચ્ચે રશિયા ફક્ત 2 જ દેશોને ઓઈલ વેચી શકે છે. જેમાં ભારત અને ચીન સામેલ છે. પરંતુ હવે તે પાકિસ્તાનને પણ ક્રૂડ ઓઈલ વેચશે. જો કે પાકિસ્તાને એ સ્પષ્ટ કર્યું છે કે તે રશિયા પાસેથી રિફાઈન્ડ ઈંધણ નહીં ખરીદે. 

ભાવનો ખુલાસો નહીં
અત્રે જણાવવાનું કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલુ છે. આ જ કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જો કે હજુ એ વાતની પુષ્ટિ નથી થઈ કે રશિયા કેટલા ડોલર પ્રતિ બેરલમાં પાકિસ્તાનને તેલ ઉપલબ્ધ કરાવશે. નોંધનીય છે કે વર્ષ 2022 માં પાકિસ્તાને ક્રૂડ ઓઈલ પર 30 ટકા છૂટની માંગણી કરી હતી જેને રશિયાએ ફગાવી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news