નાસા એલિયન મિશનઃ શું છે એલિયન્સનો સંપર્ક કરવા માટેનો વૈજ્ઞાનિકોનો પ્લાન?
Aliens Mission: અવકાશ વૈજ્ઞાનિકો અને અમરિકાની અંતરિક્ષ એજન્સી લાંબા સમયથી બહારની દુનિયામાં એલિયન્સની હાજરી અને તેમની તાકાતને સમજવા જેવા ઘણા સવાલોના જવાબ શોધી રહ્યા છે. આ જ કડીમાં વૈજ્ઞાનિકો હવે જે મિશનમાં આગળ વધી રહ્યા છે, તે ચોંકાવનારું છે.
Trending Photos
નવી દિલ્લીઃ અવકાશ વૈજ્ઞાનિકો અને અમરિકાની અંતરિક્ષ એજન્સી લાંબા સમયથી બહારની દુનિયામાં એલિયન્સની હાજરી અને તેમની તાકાતને સમજવા જેવા ઘણા સવાલોના જવાબ શોધી રહ્યા છે. આ જ કડીમાં વૈજ્ઞાનિકો હવે જે મિશનમાં આગળ વધી રહ્યા છે, તે ચોંકાવનારું છે.
સ્પેસ એટલે કે અંતરિક્ષમાં રસ હોય તે દરેક વ્યક્તિના મનમાં એક સવાલ હંમેશા રહે છે કે શું પૃથ્વી ઉપરાંત પણ ક્યાંક જીવન છે ? ઘણા અંતરિક્ષ અભિયાન છતા આપણા વૈજ્ઞાનિકો હજુ સુધી પૃથ્વીની બહાર જીવનના નિશાન નથી શોધી શક્યા. તમે અમેરિકા અને પશ્વિમી દેશોમાં UFO અને એલિયન્સ પર સંશોધનના સમાચાર વાંચ્યા હશે. જો કે તેમના વિશેની ખરી વાસ્તવિકતા દરેક વ્યક્તિ નથી જાણતી. આ દરમિયાન નાસાના વૈજ્ઞાનિકોએ એલિયન્સ અને તેમની હાજરી અંગે કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. વૈજ્ઞાનિકોએ એલિયન્સને તેમની ભાષામાં સંદેશા મોકલવાનું આયોજન કર્યું છે. એલિયન્સ સાથે થશે વાતચીત!
નાસાના વૈજ્ઞાનિકો આ માટેની યોજનામાં જોડાઈ ગયા છે. કેલિફોર્નિયામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં ડોક્ટર જોનાથનની અધ્યક્ષતામાં વૈજ્ઞાનિકો આ મિશન પર કામ કરી રહ્યા છે. 'ધ ગાર્જિયન'માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર વૈજ્ઞાનિકો એક ખાસ બાઈનરી સંદેશને પ્રસારિત કરવાની તૈયારી કરી રહ્યા છે. જે એક પ્રકારનું રેડિયો સિગ્નલ હશે, જેના માધ્યમથી એલિયન્સ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેને એલિયન્સની ભાષામાં જ ડિકોડ કરવામાં આવશે. આ રિપોર્ટ અનુસાર નાસાના વૈજ્ઞાનિકો એલિયન્સને પૃથ્વીનું લોકેશન અને કેટલાક ડીએનએ સેમ્પલ મોકલવા માગે છે. આ સંદેશ રેડિયો સિગ્નલ્સના માધ્યમથી મોકલવામાં આવશે. પહેલા પણ થયા છે આવા પ્રયત્નો:
જો કે રિપોર્ટમાં કેટલાક વૈજ્ઞાનિકોને ટાંકીને એમ પણ કહેવાયું છે કે આ પ્લાન એ પ્રક્રિયાનો ભાગ છે, જેમાં આ દાવો કરાયો છે કે એલિયન્સની દુનિયામાંથી પૃથ્વી પર કેટલાક સંદેશા મોકલવામાં આવ્યા હતા. આ અંગે કહેવાયું છે કે એલિયન્સનો સંદેશ પૃથ્વી પર બે વર્ષ પહેલા આવ્યો હતો. તે સમયે પૃથ્વી પરના રેડિયો ટેલિસ્કોપે રેડિયો કિરણોની તીવ્ર લહેરની નોંધ કરી હતી. જો કે આ લહેર અમુક મિલિસેકન્ડ્સ માટે જ હતી અને આંખના પલકારામાં ગાયબ થઈ ગઈ. જો કે આ રેડિયો કિરણો અંગે માહિતી મળવી એક મહત્વપૂર્ણ શોધ માનવામાં આવી. પહેલી વાર પૃથ્વીની આટલી નજીક ફાસ્ટ રેડિયો બર્સ્ટ (Fast Radio Burst)ની જાણ થઈ હતી. આ અંગે જણાવાયું હતું કે આ સંદેશ એલિયન તરફથી જ મળ્યા છે. આ સિગ્નલ્સમાં આવતા સંદેશાને પછીથી સમજવાની કોશિશ કરવામાં આવી હતી. હવે આ જ કડીમાં ફરી સંદેશા મોકલવામાં આવશે. જોવું એ રહેશે કે વૈજ્ઞાનિકો આ નવા પ્રયોગમાં ક્યાં સુધી સફળતા મેળવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે