વૈજ્ઞાનિકોએ જણાવી સૂર્યમાં વિસ્ફોટ થવાની તારીખ, જાણો શું કહ્યું માનવજાતિ વિશે

તમારું કેલેન્ડર સેટ કરી નાખો. કારણ કે વૈજ્ઞાનિકોને એવું લાગે છે કે તેમને જાણકારી મેળવી લીધી છે કે સૂર્ય ક્યારે મરશે અને બધાને પોતાની સાથે લેતો જશે.

વૈજ્ઞાનિકોએ જણાવી સૂર્યમાં વિસ્ફોટ થવાની તારીખ, જાણો શું કહ્યું માનવજાતિ વિશે

લંડન: તમારું કેલેન્ડર સેટ કરી નાખો. કારણ કે વૈજ્ઞાનિકોને એવું લાગે છે કે તેમને જાણકારી મેળવી લીધી છે કે સૂર્ય ક્યારે મરશે અને બધાને પોતાની સાથે લેતો જશે. જો કે હકીકતમાં તો આપણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણો હાલ ઝગારા મારતો સૂર્ય ખુબ નાની ઉંમરનો અને યુવાન ગણાય છે. આથી આપણી પેઢી માટે તો બધુ ઠીક છે. વિશેષજ્ઞોનું માનવું છે કે સૂર્યની પાસે જીવનના લગભગ પાંચ અબજ વર્ષ બાકી છે. પણ જો આપણે માનવોને બચાવવા હોય તો જલદી એક નવા ગ્રહને શોધવો પડશે કારણ કે સૂર્યના ફાટતા પહેલા જ ધરતી પર સ્થિતિ બગડી ચૂકી હશે. 

સૂર્ય ગરમી પેદા કરવામાં અસમર્થ રહેશે
બીજીઆરના રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકો ભવિષ્યવાણી કરી રહ્યા છે કે અંતિમ સમયમાં હાઈડ્રોજન કોર જે સૂર્યની ઉર્જાને ચાલુ રાખે છે તે પોતાના અંત સુધી પહોંચી ગયો હશે. તે પૃથ્વી અને આપણા સૂર્ય મંડળમાં મહાન આગળના ગોળા સૂર્ય પર નિર્ભર દરેક બીજા ગ્રહ માટે ગંભીર સંકટ પેદા કરશે. જ્યારે આવું થશે તો સૂર્ય મૂળ સ્વરૂપ કરતા અલગ એક લાલ ગ્રહની જેમ હશે અને કોઈ પણ ગરમી પેદા કરવા માટે અસમર્થ રહેશે. 

બુધ અને શુક્ર સૌથી પહેલા ખતમ થશે
સૂર્યની બહારની પરતોના અસ્થિર હોવા અને વિસ્તાર થયા બાદ બુધ અને શુક્ર સૌથી પહેલા એક ભયાનક અંત ભોગવશે. આ બધા વચ્ચે પૃથ્વી ખરાબ સૂર્ય હવાઓની સાથે ઉગ્ર હશે તે કહેવું યોગ્ય છે. આ એક સુંદર તસવીર નથી. અંતરિક્ષ વૈજ્ઞાનિક અગાઉ ભવિષ્યવાણી કરી ચૂક્યા છે કે હવેથી એક અબજ વર્ષ બાદ આપણા પ્લેન્ટ પર અન્ય સમસ્યાઓ હશે- સૂર્યના મરવાના ઘણા સમય પહેલા. આપણા મહાસાગર તે અવસ્થામાં સૂર્યની ઉર્જાથી વાષ્પીકૃત થશે જેની ચમકમાં 10 ટકાનો વધારો થશે અને આપણે તે ઉપરાંત જળવાયુ પરિવર્તનના જોખમને પણ ભૂલવાનું નથી. 

આથી જ્યારે આપણે જીવિત અને તમામ લોકો સુરક્ષિત છે અને આવનારા અનેક વર્ષો સુધી રહીશું, ત્યારે આપણે બહુ મોડી થઈ જાય તે પહેલા કોઈ પોઈન્ટ પર દૂરની પેઢીઓ માટે કોઈ અન્ય ગ્રહ પર સ્થાપિત કરવા વિશે વિચારવું પડશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news