દક્ષિણ ઇરાકમાં રેલીમાં 6 પ્રદર્શનકર્તાઓનું મોત, 20થી વધુ ઘાયલ
બસરા પ્રાંતમાં સરકારની માનવાધિકાર પરિષદના પ્રમુખ મેહદી અલ તમીમએ જણાવું હતું કે, ‘6 પ્રદર્શનકર્તાઓનું મોત નિપજ્યુ છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.’
Trending Photos
બસરા: ઇરાકના દક્ષિણી શહેર બસરામાં અશાંતિના માહોલ વચ્ચે આર્થિક સંકટ અને સાર્વજનિક સેવાઓની ખરાબ પરિસ્થિતિની સામે આયોજીત રેલી દરમિયાન મંગળવારે 6 લોકોનું મોત નિપજ્યું હતું. બસરા પ્રાંતમાં સરકારની માનવાધિકાર પરિષદના પ્રમુખ મેહદી અલ તમીમીએ જણાવ્યું હતું કે, ‘‘છ પ્રદર્શનકર્તાઓનું મોત નિપજ્યુ છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.’’ તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ પ્રદર્શનકર્તાઓ પર સીધો ગાળીબાર કર્યો હતો. તે દરમિયાન ઘટના સ્થળ પર 6 પ્રદર્શનકર્તાઓના મોત થયા હતા. જ્યારે કેટલાક પ્રદર્શનકર્તા ઇજાગ્રસ્ત થયા હતા.
સુરક્ષા દળોના 15 સભ્યો ઇજાગ્રસ્ત
તબીબી સુત્રોઓ જણાવ્યું હતું કે, મંગળવારે બસરામાં સ્થાનીય સરકારના મુખ્યાલયમાં બાહર હજારો લોકોની રેલીમાં બે પ્રદર્શનકર્તા માર્યા ગયા હતા. પ્રદર્શન દરમિયાન ભીડમાંથી કેટલાક લોકોએ સરકારી બિલ્ડીંગ પર મોલોટોવ કોકટેલ અને ફટાકડા ફેક્યા હતા. જેના કારણે સુરક્ષા દળોએ ટિયર ગેસના સેલ છોડી અને હવામાં ગોળીબાર કર્યો હતો. વધુમાં જણાવતા કહ્યું હતું કે સંધર્ષમાં સુરક્ષા દળોના અંદાજે 15 સભ્યો ઇજાગ્રસ્ત થયા છે.
(ઇનપુટ: ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે