South Africa: એક જ દિવસમાં Omicron Variant ના કેસમાં તોતિંગ વધારો, Lockdown લગાવવું પડ્યું

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન(Coronavirus Omicron Variant) એ દુનિયાભરમાં ડરનો માહોલ પેદા કર્યો છે. કોવિડ-19નો નવો સ્ટ્રેન (Covid-19 New Strain) દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધી અમેરિકા સહિત 25થી વધુ દેશોમાં પહોંચી ગયો છે.

South Africa: એક જ દિવસમાં Omicron Variant ના કેસમાં તોતિંગ વધારો, Lockdown લગાવવું પડ્યું

ડર્બન: દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન(Coronavirus Omicron Variant) એ દુનિયાભરમાં ડરનો માહોલ પેદા કર્યો છે. કોવિડ-19નો નવો સ્ટ્રેન (Covid-19 New Strain) દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધી અમેરિકા સહિત 25થી વધુ દેશોમાં પહોંચી ગયો છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં છે અને અહીં એક જ દિવસમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ ડબલ થઈ ગયા છે. 

લેવલ વનનું લોકડાઉન લગાવવું પડ્યું
દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસ જોતા લેવલ વનનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. સંક્રમણ પર કાબૂ મેળવવા માટે બજાર બંધ કરી દેવાયા છે અને લોકો પોતાના ઘરોમાં કેદ થયા છે. ત્યારબાદ રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે. 

બિઝનેસ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે
DNA ના રિપોર્ટ મુજબ દક્ષિણ આફ્રિકામાં કુલ 5 શ્રેણીના લોકડાઉન લગાવવામાં આવી શકે છે અને પાંચમી શ્રેણીનું લોકડાઉન સૌથી કડક ગણાય છે. જો કે હાલ દક્ષિણ આફ્રિકામાં લેવલ વનનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે અને બિઝનેસ ઠપ થઈ ગયો છે. 

24 નવેમ્બરે આવ્યો હતો પહેલો કેસ
દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન(Coronavirus Omicron Variant) નો પહેલો કેસ 24 નવેમ્બરના રોજ આવ્યો હતો અને ત્યાંથી સ્વાસ્થ્ય મંત્રાલયે તેની જાણકારી આપતા કહ્યું હતું કે કોવિડ-19નો એક નવો વેરિએન્ટ મળી આવ્યો છે. ત્યારબાદથી જ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. 

24 કલાકમાં કોવિડ-19ના 11535 નવા કેસ
દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા કેસમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના 11535 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 44 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ અગાઉ ગઈ કાલે 2 ડિસેમ્બરના રોજ 24 કલાકમાં 8561 નવા કેસ નોંધાયા હતા તથા 28 લોકોના મોત થયા હતા. વર્લ્ડોમીટર મુજબ દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં 29 લાખ 88 હજાર 148 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 89 હજાર 915 લોકોએ મહામારીના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ 47 હજાર 328 દર્દીઓ સારવાર હેઠળ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news