ચકલીઓના કારણે ચીનમાં અઢી કરોડ લોકોના મોત થયા, શું તમને ખબર છે, નહીં તો આ સમાચાર ચોક્કસથી વાંચવા જોઈએ

આ દુનિયાનો સૌથી મોટો ઘટનાક્રમ છે. જેમાં એક દેશની સરકારે એક નાના પક્ષી સામે અભિયાન ચલાવ્યું અને પરિણામ એ આવ્યું કે અઢી કરોડ લોકોના મોત થઈ ગયા. 

ચકલીઓના કારણે ચીનમાં અઢી કરોડ લોકોના મોત થયા, શું તમને ખબર છે, નહીં તો આ સમાચાર ચોક્કસથી વાંચવા જોઈએ

સ્પેશિયલ રિપોર્ટ, બેઇજિંગ: આ ઘટનાની જે વાત આપણે કરવા જઈ રહ્યા છે જે દુનિયાનો સૌથી મોટો ઘટના છે. જેમાં એક દેશની સરકારે એક નાના પક્ષી સામે અભિયાન ચલાવ્યું અને પરિણામ એ આવ્યું કે અઢી કરોડ લોકોના મોત થઈ ગયા. સરકારે જેના પછી માત્ર ઘૂંટણિયે પડીને પોતાનો નિર્ણય જ પાછો ન ખેંચવો પડ્યો પરંતુ ચકલીના શિકાર પર પ્રતિબંધ લગાવી દીધો. હવે ચકલીને પરેશાન કરવી ચીનમાં મોટો ગુનો માનવામાં આવે છે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે. કેમ કે ચકલીથી પરેશાન થઈને આફ્રિકાના દેશ કેન્યાએ 60 લાખ ચકલીઓને મારવાનો આદેશ આપ્યો છે. ત્યારે આફ્રિકાના આ દેશે ચીનની ઘટના પરથી શીખ લેવાની જરૂર છે. નહીં તો આફ્રિકાના દેશોમાં સૌથી વધારે તીડનું આક્રમણ થાય છે. 

ચકલી માણસ માટે કેટલી મહત્વની :
ઈતિહાસમાં નોંધાયેલી આ કહાની વાંચતા પહેલાં એ સમજવાની જરૂર છે કે નાની અમથી ચકલી માણસો માટે કેટલી મહત્વની છે. ટૂંકમાં કહીએ તો ચકલી વિના ખેતરમાં પાકની કલ્પના કરી શકાય નહીં. એવી કોઈ દવા કે કોઈ મશીન નથી જે ચકલીનું કામ કરી શકે. જો ચકલી નહીં તો પાક પણ નહીં.

ચીનમાં ચકલીને મારવાનું અભિયાન ચલાવ્યું:
વાત 1958ની છે. જ્યારે ચીનના માઓ જેડોંગે ચીનમાં એક અભિયાન શરૂ કરાવ્યું હતું. જેને ફોર પેસ્ટ્સ કેમ્પેઈન નામ આપવામાં આવ્યું હતું. જેમાં માખી-મચ્છર, ઉંદર અને ચકલીને મારવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમનું કહેવું હતું કે ચકલી ખેતરમાં રહેલું બધું અનાજ ખાઈ જાય છે. આથી તેને મારવી જરૂરી છે. મચ્છર, માખી અને ઉંદરથી શું નુકસાન થાય તે તો બધાને ખબર જ છે. ચીનના વૈજ્ઞાનિકોનું માનવું હતું કે તેમનો સફાયો કરવો માણસના હિતમાં છે.

દેશભક્તિના નામ પર ચકલીનો શિકાર કરવામાં આવ્યો:
ચીનમાં તે સમયે કથિત દેશભક્તિ ક્રાંતિકારીઓએ જનતાની વચ્ચે આ અભિયાનને એક આંદોલનની જેમ ચલાવ્યું. લોકો વાસણ અને ડ્રમ વગાડીને ચકલીઓને ઉડાડતા અને લોકોનો પ્રયાસ રહેતો કે ચકલીને ખાવાનું ન મળે અને તેને બેસવાની કોઈ જગ્યા ન મળે. તેનાથી ચકલી ઉડતી-ઉડતી થાકી જતી અને પછી તેને મારી નાંખવામાં આવતી.

ચકલી મારનારને સરકાર ઈનામ આપતી:
આ પ્રકારે આખા દેશમાં ચકલી શોધી-શોધીને તેને મારી નાંખવામાં આવતી. તેના ઈંડાને ફોડી નાંખવામાં આવતા. આ પ્રકારને તેની ક્રૂરતાનો શિકાર ચકલી  અને તેના નાના-નાના બાળકોને પણ બનવું પડ્યું. સ્થિતિ એવી થઈ કે જે વ્યક્તિ જેટલી ચકલીને મારીને લાવતો તેને સ્કૂલ, કોલેજના આયોજનમાં મેડલ અને ઈનામ આપવામાં આવતું હતું.

પોલેન્ડના દૂતાવાસમાં ચકલીના મોટા સમૂહને મારી નાંખવામાં આવી:
ચીનને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે હવે તેમના માટે કોઈપણ સુરક્ષિત જગ્યા નથી. આથી એકવાર અનેક ચકલીઓ ઝૂંડ બનાવીને પોલેન્ડના દૂતાવાસમાં જઈને છૂપાઈ ગઈ. પરંતુ ચકલીને મારનારા અહીંયા પણ પહોંચી ગયા. તેમના માથા પર એક જ ધૂન હતી કે ચકલીઓને મારી નાંખવી. જેના કારણે આ ક્રૂર લોકોએ દૂતાવાસને ઘેરી લીધું અને એટલા ડ્રમ વગાડ્યા કે ઉડતી-ઉડતી થાકી ગયેલી બધી ચકલીઓ નીચે પડીને મારવા લાગી.

ચીનમાં ચકલીને મારવાનું શું પરિણામ આવ્યું:
ચીનમાં તમામ ચકલીઓને મારીને દેશવાસીઓ ખુશ હતા કે હવે તેમનું ખેતરમાં રહેલું અનાજ ચકલી ખાઈ શકશે નહી. ચકલીથી તેમના દેશને છૂટકારો મળી ગયો છે. પરંતુ ચકલી કરતાં પણ વધારે ખતરનાક તત્વ તેમની રાહ જોઈ રહ્યું હતું. અને તે છે તીડ. ચકલીના પતનથી ચીનમાં ધીમે-ધીમે ખેતરમાં તીડનું આક્રમણ વધવા લાગ્યું, ચકલી હતી ત્યારે તીડથી લોકોને તેનાથી છૂટકારો મળતો હતો. પરંતુ હવે તો ચકલી પણ ન હતી. જેના કારણે દેશમાં તીડે પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું અને ખેતરમાં રહેલો તમામ પાક સફાચટ કરવા લાગ્યા. 

માત્ર એક ભૂલના કારણે અઢી કરોડ લોકોના મોત થયા:
ચકલીના નાશથી પરિણામ એ આવ્યું કે તીડે ખેતરમાં રહેલા પાકને ઓહિયો કરવાનું શરૂ કરી દીધું. જેના કારણે પાકનું ઉત્પાદન વર્ષોવર્ષ ઘટવા લાગ્યું. બહુ ઝડપથી ઘટવા લાગ્યું, બીજીબાજુ સતત તીડ અને બીજા કીડાઓની સંખ્યામાં સતત વધારો થવા લાગ્યો હતો. સરકાર અને તંત્ર કંટાળી ગયા. કેમ કે તેમની પાસે આ સમસ્યાનો કોઈ ઈલાજ ન હતો. ખેતરમાં રહેલા તમામ પાક નિષ્ફળ ગયા અને રીતસરનો દુકાળ પડ્યો. આ દુકાળમાં ચીનના અઢી કરોડ લોકોના મોત થયા. આ સત્ય ઘટનાની કહાની વાંચવી એટલા માટે જરૂરી છે. કેમ કે આફ્રિકાના દેશ કેન્યાએ 60 લાખ ચકલીઓને મારવાનો આદેશ આપ્યો છે. હજુ પણ કેન્યાના લોકો અને સરકાર ચીનની ઘટના પરથી બોધપાઠ લઈ લે અને પોતાનો નિર્ણય પાછો ખેંચી લે. નહીં તો સાઉથ આફ્રિકાના દેશોમાં સૌથી વધારે તીડનું આક્રમણ થાય છે. અને તીડના આક્રમણથી કેન્યાને કોઈ નહીં બચાવી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news